આંગળીઓથી સંચાલિત મનોરંજન સંસાર

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 28, 2018, 01:44 PM IST

નેટફ્લિક્સ અને એમેઝોન પર ફિલ્મો પ્રસ્તુત કરવા માટે ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ લેવું જરૂરી નથી. હવે, સિનેમા હોલનો પરદો એકમાત્ર જગ્યા નથી જ્યાં, ફિલ્મોનું પ્રદર્શન થાય છે. ઇન્ટરનેટ પર ગ્રાહક જો ફિલ્મના નામ સાથે એમ કહે કે, ફિલ્મના ગીતો જ સાંભળવા છે તો તે સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉંમરલાયક લોકો પોતાની યુવાનીના દિવસોમાં આવેલી ફિલ્મો અથવા તેનો ગીતો સાંભળવા ઇચ્છતા હોય, તો માત્ર આંગળીઓની મદદથી યાદોની ગલીઓમાં પગલાં પાડી શકે છે. સેંકડો ન્યુઝ પોર્ટલ પર તમે એવા તાજા સમાચારો સાંભળી શકો છો, જે સરકારે પારંપરિક માધ્યમો પર બેન કરેલા છે.

એ પણ શક્ય છે કે, રિશી કપૂર અભિનીત ‘રાજમા ચાવલ’ તમે નવા માધ્યમો પર જોશો. વ્યવસ્થાપનની જીદ છે કે, તેઓ પાબંદીઓ લગાવે અને ટેક્નોલોજી આ બેડીઓ તોડવાનું કામ કરી રહી છે. તમાશો કરનારા હવે બારમાસી ઉત્સવ મનાવી શકે છે. રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. બધા જ સત્તા અને સુવિધા ભોગી છે. આ પ્રકારની ખીચડી જેવી સરકાર કેવું શાસન ચલાવે છે તેની જનતાને ખબર જ છે. 31 ટકા મત મેળવનાર પક્ષ સરકાર બનાવે છે અને જુગાડ વ્યવસ્થા કાયમી થાય છે. મનમરજીઓના સમયમાં પાગલપણા ઉપર પર તાળીઓ પડે છે. નિયંત્રણવાળનો વિરોધ કરનારી ‘હાઉલ’ની કવિતા પણ ઇન્ટરનેટ પર આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.

‘પહલ’ના છેલ્લા અંકમાં કુમાર અંબુજે તેના પર સારપૂર્ણ લેખ લખ્યો છે. કુમાર અંબુજે લખ્યું છે કે કવિતામાં ઉઠાવાયેલા સવાલોની જેમ જ ‘હાઉલ’ને આ મૂડીવાદી સમાજમાં અમાનવીય અસરોની વિરુદ્ધમાં એક નાગની જેમ જોવો જોઈએ। આ કવિતામાં પ્રાથમિકાઓમાંથી જન્મેલી ચૂંટણી અને અધિકારો સહિતની અન્ય પીડાઓ વ્યક્ત થઇ છે જે ગુસ્સો, અસહમતિ અને અસ્વીકૃતિના વિરોધમાં બૂમ છે, જે માત્ર કવિતાના શીર્ષકમાં જ નહિ પણ આખી કવિતામાં સમાવાયું છે. કવિતાઓના શબ્દો આક્રમક છે, નારાજ અને બેફામ છે પણ, તેમાંની તકલીફો સાચી છે. તેની ઉપસ્થિતિ જ આ યાતનામય બૂમ એટલે કે ‘હાઉલ’ને ઔચિત્યપૂર્ણ દરજ્જો આપે છે. રાધિકા આપ્ટેએ ‘ઘોલ’માં કામ કર્યું છે.

જો સિનેમા હોલ બનાવવાના નિયમો સરળ બની જાય તો જનતાને નેટફ્લિક્સ અને એમેઝોનનો વિકલ્પ આપી શકાય. જો કે, આ સરકારના હિતમાં જ છે પરંતુ, તેમને ગૌરવ યાત્રાઓમાંથી સમય મળે તો કશુંક કામ પણ કરે

5 કે 7 કરોડના બજેટમાં બનનારી ફિલ્મને સિનેમાહોલમાં રજૂ કરવા માટે ફિલ્મકારને પ્રમોશન માટે 8 કરોડનો જુગાડ કરવો પડે છે. આ રીતે કુલ ખર્ચો કવર કરવો મોટા સ્ટાર્સ વિનાની ફિલ્મ માટે કઠિન થઇ પડે છે. હવે ફિલ્મકારો નેટફ્લિક્સ અથવા અમેઝોન પર પોતાની ફિલ્મ રજૂ કરી શકે છે. એક રીતે આ ફોર્મ્યુલા મસાલા ફિલ્મના ઢાંચામાંથી મુક્ત થઈને કઈંક નવું કરવાનો માર્ગ ખુલ્લો કરે છે. આ માધ્યમ પર પ્રદર્શિત થયેલી એક ફિલ્મનું નામ છે ‘લવ પર સ્કવેર ફૂટ’ સ્થાન અને સમયના બંધનમાંથી પ્રેમ મુક્તિ આપે છે પરંતુ, ફિલ્મનું શીર્ષક જ એ સંકેત આપે છે કે, પ્રેમના બદલાયેલા સ્વરૂપમાં એક જમા જોડ અને એક અંક ગણિત સામેલ છે.

પ્રેમ સ્વયં સ્ફુરિત ભાવના નથી રહી અને યોજનાત્મક લાગણી બની ગઈ છે. યુવાન મનમાં ભાવ ઉઠે છે કે, હવે વ્યક્તિ સાથે પ્રેમ કરવો જોઈએ અને જે છે તેને સુંદર માનીને મશીનવત સ્વયંને પ્રેમમાં ગળાડૂબ અનુભવે છે. આપણે બધા ચાવી ભરેલા રમકડાં બની રહ્યા છીએ. ફિલ્મ બનાવવી એક વર્ગ સુધી સીમિત હતું, હવે આ ક્ષેત્ર ખુલી રહ્યું છે. મનુષ્યની આંખો કેમેરા જેવી છે. આંખોથી ક્લિક થયેલા દ્રશ્યો મનુષ્યની યાદોના પિટારામાં ફોટોઝ તરીકે એકત્રિત થાય છે અને માત્ર એક વિચારથી જ એ ફોટોઝ વિડીયોમાં પરિવર્તિત થાય છે. પ્રાદેશિક સરકારો સિનેમા હોલ બનાવવા માટેના બાબા આદમના જમાનાના નિયમોને વળગીને બેઠી છે અને ટેક્નોલોજી તેનો વિરોધ કરીને નવા મંચોનું નિર્માણ કરી રહી છે.

જો સિનેમા હોલ બનાવવાના નિયમો સરળ બની જાય તો જનતાને નેટફ્લિક્સ અને એમેઝોનનો વિકલ્પ આપી શકાય. જો કે, આ સરકારના હિતમાં જ છે પરંતુ, તેમને ગૌરવ યાત્રાઓમાંથી સમય મળે તો કશુંક કામ પણ કરે. સૂટને જગાડી શકાય છે પરંતુ, જગતને ઉઠાડવા ખૂબ મુશ્કેલ છે. કોઈ પણ બાબત તેમના કાન સુધી પહોંચતી નથી. તાળીઓના ગળગળાટના આદિ થયેલા કાન સુધી આ પોકાર કેવી રીતે પહોંચે. ‘આ બધી બાજુ ચુપકી શા માટે છે ભાઈ.’

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી