Home » Rasdhar » મન્નુ શેખચલ્લી
‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

ફોલોઅર્સ ‘અલોપ’ થઇ જ્યા?

  • પ્રકાશન તારીખ15 Jul 2018
  •  

અમારો મહેસાણાવાળો બકો દુનિયાને કંઇ જુદી જ નજરે જુએ છે. કાલે એનો ફોન આવ્યો...


‘‘મન્નુભાઇ, આ ફોલોઅર એટલે શું?’’


અમે કીધું ‘‘બકા, ફોલોઅર એટલે અનુયાયી.’’


‘‘ઇમ સંસ્કૃતમોં ના બોલો! શીધા શાદા ગુજરાતીમોં હમજાવો, મન્નુભાઇ.’’


અમે કહ્યું ‘‘જો બકા, ફોલોઅર એટલે એવી વ્યક્તિ કે જે કોઇની પાછળ પાછળ જતી હોય.’’


‘‘ઓહો?’’ બકો બોલી ઊઠ્યો ‘‘એટલે, આપડા મોદી શાયેબ જ્યોં જ્યોં જાય, ત્યોં ત્યોં ઇમની પાછર પાછર ચાર કરોડ ચાંેત્રી લાખ લોકો હેંડતા હેંડતા જાય છ? ને, મોદી શાયેબ વિમોંનમોં બેસીને ફોરેન જાય તો આવડું મોટું ધાડું ઇંયોની પાછર પાછર ચમનું જતું હશીં?’’


અમે બકાના આ વિઝ્યુઅલ અર્થઘટનથી જરા કન્ફ્યુઝ થઇ ગયા. સ્પષ્ટતા કરવા માટે અમે કહ્યું ‘‘બકા, અમે નહિ, ફોલોઅર્સ એટલે... કહ્યું માનનાર!’’


‘‘શું વાત કરો છો?’’


‘‘હા, હા’’


બકો અચાનક ચીડાઇ ગ્યો ‘‘મન્નુભાઇ, મને લાગે છે કે ભાજપમોંથી છ-હાત કરોડ કાર્યકરોને હમણોં ને હમણોં કાઢી મેલવા જોઇએ!’’


‘‘કેમ? કેમ?’’ અમે ચોંકી ગયા.


‘‘શાહેબનું કહ્યું નહીં મોંનતા એટલે!’’


‘‘પણ બકા, તને કોણે કહ્યું કે છ-સાત કરોડ જેટલા કાર્યકરો મોદી સાહેબનું કહ્યું નથી માનતા?’’


‘‘જુઓ મન્નુભાઇ, ભાજપના ટોટલ 10-11 કરોડ કાર્યકરો ખરા કે નંઇ?’’


‘‘હા’’


‘‘તો ઇમોંથી ફોલોઅર તો ખાલી ચાર કરોડ ને ચોંત્રી લાખ જ છ! બાકીના ચમ શાહેબનું કહ્યું નહીં મોંનતા?’’


બકો આવી ‘‘સ્ફોટક’’ માહિતી ક્યાંથી લઇ આવ્યો તે અમને સમજાતું નહોંતું. છેવટે અમે વધુ સ્પષ્ટતા કરવા માટે કહ્યું :


‘‘બકા, ફોલોઅરને ત્રીજો અર્થ ભક્ત પણ થાય’’


‘‘અચ્છાઆ...’’ બકો અચાનક ખુશ થઇ ગયો ‘‘અવ હમજાઇ જ્યુ! શાયેબે જાત્તે જ તંઇણ લાખ જેટલા ભક્તોને અલોપ કરી દીધા લાગે છે, ચમત્કાર કરીને!’’


અમે હવે સંપૂર્ણપણે ગૂંચવાઇ ગયા. ‘‘અલ્યા બકા, ક્યા ભક્તો? ક્યાંથી અલોપ થઇ ગયા?’’


‘‘ચ્યોંથી તે વરી? ટ્વિટરમોંથી!!’’


‘‘અલ્યા પણ એ બધા તો-’’


‘‘મન્નુભાઇ તમે જ ના કીધું? ફોલોઅર્સ એટલે ભક્તો...’’


અમે મોબાઇલ વડે કાન ખંજવાળતા હતા ત્યાં બકાએ છેલ્લી કટ મારી. ‘‘પેલા પપ્પુભઇ વારેઘડીઅે જાત્તે અલોપ થઇ જોંય છ, ઇનોં કરતોં તો આ હારું છે, હોં?’’


mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP