Home » Rasdhar » મન્નુ શેખચલ્લી
‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

સંજય દત્ત આત્મકથા ‘લખશે’ શી રીતે?

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

લો, ગયા અઠવાડિએ જ સમાચાર હતા કે હવે સંજય દત્ત પોતે જ પોતાની આત્મકથાની ચોપડી લખશે! સાલું, કોઇપણ એક્ટર માટે લખવાનું કામ સહેલું નથી હોતું. એમાંય વળી સંજય દત્ત જે હાલતાં ને ચાલતાં ‘‘વાટ લગ ગઇ...’’ ‘‘ઘંટા ભી પતા નહીં ચલા...’’ ‘‘રાડા હોનેવાલા હૈ...’’ એવી ભાષા બોલતો રહે છે, એ પોતાના વિશે આખી ચોપડી લખશે શી રીતે?


જસ્ટ વિચારો, એના દિમાગમાં શું ચાલી રહ્યું હશે?


ચ્યાઇલા, કિતાબ લીખને કા એનાઉન્સ તો કર ડાલા. મગર સાલા, મૈં લિખુંગા કૈસે?
બોલે તો, શુરુ સે ચ લિખના મંગતા... કે આ ચોપડી લખવાનો મને વિચાર કેવી રીતે આવ્યો? અેમાં બન્યું એવું કે એક દિવસ હું પેલી ઘુંઘરાલે બાલવાલી રાઇટર વિન્નિ ડાયઝે જે કિતાબ મારી ઉપર લખી હતી (ફિલમમાં યાર) એ લઇને બેઠો હતો. અને થયું કે બીડુ, સાલા દેખેં તો સહી કે ઉસ ઘુંઘરાલે બાલવાલીને મેરે બારે મૈં ક્યા લીખેલા હૈ?


પણ યાર, કિતાબ ખોલીને જોયું તો અંદર તમામ પાનાં કોરાં! હાઇલા? ઐસા કૈસે હો ગયા? મેં ફટાફટ રાજકુમાર હીરાણીને ફોન લગાયો. ‘‘ભીડુ એ કિતાબ કે સારે પન્ને તો કોરે હૈં’’
પતા હૈ હીરાની ક્યા બોલા? કહેતા હૈ ‘‘સંજુ, મેરી પિક્ચર કે બાદ તેરી ઇમેજ ભી એકદમ કોરે પન્ને કી માફિક હો ગૈલી હૈ ના?’’


પછી મેં કિતાબનું નામ વાંચ્યું. ઇંગ્લિશમાં લખેલું હતું ‘‘KUCHH TO LOG KAHENGE...’’ સાલા, યે પઢ કે હી મેરે દિમાગ મેં લાઇટ હુઆ કી એક દિન એક ફોરેનર મેરે કુ ક્યા બોલ રૈલા થા! વો કહેતા થા ‘‘સાન્જુ...આઇ લાઇક યોર ઠાઇઠલ... કૂચ ટોહ લોગ ખાહેન્ગે!!’’


ચ્યાઇલા, એક તો કોરાં પન્નાંવાળી કિતાબ અને ઉપરથી ઇંગ્લિશમાં બોલે તો ખબર બી ના પડે એવું નામ! મૈં ને ડિસાઇડ કર લિયા કે અપુન કી કિતાબ કા નામ ઇંગ્લિશ મેં ચ રહેંગા : સંજય દત્ત ધ ઇનોસેન્ટ સ્ટાર...
ક્યા પતા, કિતાબ પઢકર મેરે કુ કહીં હોલિવૂડ મેં કોઇ ‘ચાઇલ્ડ આર્ટિસ્ટ’ કા રોલ મિલ જાવે!


પણ કિતાબમાં લખવું શું? શરૂઆત ક્યાંથી કરવી? વિચારતાં વિચારતાં દિમાગનું દહીંી થઇ ગયું. પછી અચાનક યાદ આવ્યું કે યાર, હીરાનીએ તો મારી લાઇફ ઉપર જ ફિલમ બનાવી છે ને? તો એ ફિલમ ઉપરથી જ કિતાબ લખી નાંખું ને!


હું ફટાફટ ડીવીડી પ્લેયરમાં લગાડીને ફિલમ જોવા બેસી ગયો. પણ યાર, આમાં મોટો ઝોલ થઇ ગયો! હું મારા મોમ-ડેડને તો ઓળખી ગયો પણ સાલો, પેલો કમલેશ કપાસી કોણ હતો? સાલા, મેરેકુ યાદી ચ નંઇ આ રૈલા, કે ઐસા કૌન સા મેરા ગુજરાતી જિગરી દોસ્ત થા? હાં, શાયદ ઐસા કોઇ હો સક્તા હૈ જિસ કી ગર્લ-ફ્રેન્ડ કો મેં ને ચ ઘપાઘપ કર ડાલા હો... (કારણ કે હીરાની મારો ‘સ્કોર’ બહુ સારી રીતે રાખતો હતો) પણ યાર, આ કપાસી કોણ?


એમ તો પેલી પારસી છોકરી રૂબી બી યાદ નથી આવતી! (400થી વધારેનું ટોટલ હોય તો કંઇ ‘એકસ્ટ્રા’ રનનો હિસાબ થોડી યાદ આવે?) ઉપરથી મેં પિક્ચરમાં જોયું કે એનો બાપ મરી ગયો છે અને રૂબી બી લગન કરીને લંડન જતી રહી છે. ચલો છોડો, અપુન કા કિતાબ મેં એકાદ લવ-સ્ટોરી કમ લિખેંગે...

મગર સાલે, ઉસ ડ્રગ-ડીલર કા ક્યા, જો ખુદ ગ્લુકોઝ પાઉડર લગાક ટલ્લી હોને કા નાટક કરતા થા? મેરે કું અસલી પાઉડર પિલા કે મેરે સે ડબલ પૈસા નિકાલ લેતા થા? મૈં ને ઉસ કો મુંબઇ મેં ભોત ઢૂંઠા... પુલીસ કો ભી પૂછા કે ‘‘વો ગ્લુકોઝ પાઉડરવાલા ડીલર આજકલ કિધર હૈ?’’ મગર મેરે કુ ઠીક સે ઇન્ફરમેશન નંઇ મિલા.


અચાનક એક દિન મેરે કુ ‘સૂત્રોં’ સે પતા ચલા કિ સાલા, ફિલમ મેં તો થોડા બહોત કાલ્પનિક-શાલ્પનિક ચલ જાતા હૈ, મગર કિતાબ મેં તો ‘રિયાલિટી’ હોના મંગતા! ચ્યાઇલા, અબી મેં રિયાલિટી કિધર સે લાઉં?

ચલો, દેખતા હું, વો DN ત્રિપાઠી કો ઢૂંઢતા હું, જિસ ને મુઝે ગાંધીબાપુ કે સાથ કંપેર કિયા થા. શાયદ વો મેરે દિમાગ કે કેમિકલ લોચે મેં સે ‘રિયાલિટી’ ઢૂંઢ કર નિકાલ સકે...

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP