Home » Rasdhar » મન્નુ શેખચલ્લી
‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

ફની ‘ઓક્સિમોરોન’ ઘટનાઓ!

  • પ્રકાશન તારીખ17 Jul 2018
  •  

ઓક્સિમોરોન એટલે શું? કોઇ એવા શબ્દો જેમાં પોતાનો જ વિરોધાભાસ હોય... જેમ કે ‘ભલો-ભોળો રાજકારણી’!
એ જ રીતે ઘણીવાર ‘ઓક્સિમોરોન’ ઘટનાઓ પણ બનતી હોય છે. જુઓ નમૂના...

***


હવામાન ખાતાની વેબસાઇટ ખરાબ હવામાનને કારણે ઠપ થઇ ગઇ છે.
***


પોલીસ સ્ટેશનમાં થયેલી ચોરી. શહેરની ચોરીઓમાં પકડાયેલો મુદ્દામાલ જ ચોરાઇ ગયો.
***


જ્યોતિષિઓના સંમેલનમાં હોલની છત તૂટી પડી. ચાર પ્રખર જ્યોતિષીઓ મંચ ઉપર જ દટાયા.
***


‘બિઝનેસમાં ઇમાનદારી’એ વિષય ઉપર જાણીતા બિઝનેસમેન વિજય માલ્યા વ્યાખ્યાન આપશે.
***


બહેરા-મૂંગાની શાળાને રાજ્ય ધ્વનિ-પ્રદૂષણ વિભાગ તરફની નોટિસ મળી.
***


મોબાઇલની લત લાગી ગઇ હોય તો તે છોડવા માટે ફલાણી-ફલાણી વેબસાઇટ ઉપર લોગ-ઓન કરો. અહીં મૂકેલી 100થી વધારે ગેઇમ્સ રોજ 2 કલાક માટે રમો અને લત છોડવાના લાભ સમજો.
***


સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા 10 દારૂડિયાઓએ પોતાની કિડનીઓ દાનમાં આપવાની ઓફર કરી છે.
***


જાણીતા જાદુગર ‘ઝબક’ છેલ્લા 1 મહિનાથી ગાયબ છે.
***


દવાખાનાની બહાર સૂચના : ડોક્ટર સાહેબની તબિયત બગડી હોવાથી તેમને ફલાણી હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. રેગ્યુલર દર્દીઓએ ત્યાં રૂબરૂ જઇને પોતાની દવાઓ લઇ લેવી.
***


મંદિરની બહાર પાટિયું : આપણા મંદિરમાંથી ભગવાનનાં ઘરેણાં ચોરાઇ ગયાં છે. ચોરને શોધી લાવનારને ભગવાન ઇનામ આપશે.
***


ઉપવાસ ઉપર ઉતરેલા નેતાઓને અચાનક ‘અપચાની’ તકલીફ થઇ ગઇ.
***


એક કવિ સંમેલનમાં શ્રોતા તરીકે બેઠેલા એક મુક્કાબાજને કાર્યક્રમની અધવચ્ચે જ તમ્મર આવી ગયાં. ડોક્ટરોએ કહ્યું કે પીડિતને ક્યાંક ‘મૂઢમાર’ વાગ્યો છે.

mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP