લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

કોઈ આધિનક યુવતી બાળમજૂર અને અગરિયાઓના ઉત્કર્ષ માટે સમર્પિત થાય? મળો નિરૂપા શાહને

  • પ્રકાશન તારીખ04 Sep 2018
  •  

અમદાવાદ શહેરની ચમક-દમકવાળી જિંદગીને બદલે મીઠું પકવતા અગરિયાની વચ્ચે જઈને કોઈ યુવતી બેસે તો નવાઈ જ લાગે. આજકાલની આધુનિક યુવતીઓને શહેર છોડવું સહેજે ના ગમે. એવી સ્થિતિમાં એક યુવતી અગરિયાઓના ઉત્કર્ષ માટે જબરજસ્ત કામ કરી રહી છે. તેની વ્યાવસાયિક સજ્જતા ઉચ્ચ છે તો સાથોસાથ વિચારો પણ ઉચ્ચ છે. તેણે અગરિયાનાં બાળકો, મહિલાઓ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સપળતા મેળવી છે.
***

નિરૂપા શાહ ગુજરાતની જાણીતી સ્વૈચ્છિક સંસ્થા “ગણતર”નાં ડાયરેક્ટર છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં, રણની કાંધે આવેલી ગિજુભાઈ બધેકા અકાદમીના પરિસરમાં બેસીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. અગરિયાઓના ઉત્કર્ષ માટે ગણતર સંસ્થા વર્ષોથી સક્રિય અને પ્રતિબદ્ધ છે.

તેમનું નામ છે નિરૂપા શાહ. નિરૂપા શાહ ગુજરાતની જાણીતી સ્વૈચ્છિક સંસ્થા “ગણતર”નાં ડાયરેક્ટર છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં, રણની કાંધે આવેલી ગિજુભાઈ બધેકા અકાદમીના પરિસરમાં બેસીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. અગરિયાઓના ઉત્કર્ષ માટે ગણતર સંસ્થા વર્ષોથી સક્રિય અને પ્રતિબદ્ધ છે. આ સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ વગેરે ક્ષેત્રમાં સાતત્ય સાથે ઘણા સફળ પ્રયાસો કર્યા છે. સુરેન્દ્રનગરના ખારાગોઢા ઉપરાંત કચ્છમાં પાનન્દ્રો, જામનગરમાં સિક્કા અને વાપીમાં અગરિયાઓ માટે ઉત્કર્ષ કેન્દ્રો શરૂ કર્યાં છે. અગરિયાનાં બાળકોને શિક્ષણ આપવાનું આ સંસ્થા દ્વારા વર્ષોથી કામ થઈ રહ્યું છે.

આ માટે ઘણા પ્રયોગો પણ થયા છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓનાં બાળકોને ભણવાનું મળે તે માટે આ સંસ્થાએ વર્ષો પહેલાં રણમાં શાળાઓ શરૂ કરી હતી. હમણાં તેમને કિચન-ગાર્ડનનો સફળ પ્રયોગ કર્યો છે. રણની ખારી જમીન અને ખારા પાણીમાં શાકભાજી ઊગી શકે ? હા, ઊગી શકે. એક ખાસ પદ્ધતિ વડે રણમાં રિંગણ, ગાજર વગેરે જેવાં શાકભાજી ઉગાડવામાં આવે છે. અગરિયાની બહેનો ખાસ કરીને કિશોરીઓ કુપોષણથી ખૂબ પીડાય છે. તેમને લીલા શાકભાજી મળે તે બહુ મોટી વાત કહેવાય.

નિરૂપાબહેને અગરિયાઓના ઉત્કર્ષ માટે અનેક પ્રવૃતિઓ અમલમાં મૂકી છે. અહીં તારુણ્ય શાળાનો પ્રયોગ થયો છે. ગામડામાં રહેતાં ગરીબ લોકો સુધી હવે પડીકાં સંસ્કૃતિ પહોંચી ગઈ છે. બાળકો વેફર, કૂરકૂરે વગેરેનાં પડીકાં ખરીદીને ખાય છે.

નિરૂપાબહેને પ્રયોગ કર્યો દસ ગામોમાં બહેનોને તાલીમ આપી. આ બહેનો જાતે વેફર બનાવે છે, સેવ-મમરા તૈયાર કરે છે. આવા તાજા નાસ્તા કિફાયતી ભાવે વધારે ક્વોન્ટિટીમાં વેચવામાં આવે છે.

નિરૂપાબહેનનું બીજું મહત્વનું કાર્ય એટલે બાળમજૂરી નિર્મૂલન. અત્યાર સુધી તેઓ હજારો બાળમજૂરોને મજૂરીમાંથી પાછા લાવ્યાં છે. અનેક ખોવાયેલા બાળકોને તેમના માતા-પિતા સુધી પહોંચાડ્યાં છે. ચાર વર્ષ સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ચાઈલ્ડ મોડલ ઓફિસમાં સિટી કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતાં હતાં. બિહાર, રાજસ્થાન અને બંગાળમાંથી કોન્ટ્રાક્ટરો ખોટું બોલીને અનેક બાળકોને અહીં ગુજરાતમાં બાળમજૂરી કરાવવા માટે લઈ આવે છે. આવા બાળમજૂરોને છોડાવવાનું કામ નિરૂપાબહેને હિંમતથી, નિસબતથી અને જાખમો લઈને કર્યું છે.

નિરૂપાબહેનનું બીજું મહત્વનું કાર્ય એટલે બાળમજૂરી નિર્મૂલન. અત્યાર સુધી તેઓ હજારો બાળમજૂરોને મજૂરીમાંથી પાછા લાવ્યાં છે. અનેક ખોવાયેલા બાળકોને તેમના માતા-પિતા સુધી પહોંચાડ્યાં છે.

નિરૂપાબહેન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વેરાવદર ગામનાં. માતા ચારુબહેન હેલ્થમાં નોકરી કરતાં હતાં અને પિતા નવનીતભાઈ ખેતીવાડી અને કોટનના ધંધા સાથે સંકળાયેલા હતા. નિરૂપાબહેને ભાવનગર યુનિવર્સિટીમાં ગઢડામાંથી માસ્ટર ઈન સોશિયલ વેલફેર કર્યું છે. એ પછી તેમણે એલએલબી પણ કર્યું છે. તેઓ કચડાયેલા અને છેવાડા લોકોના ઉત્કર્ષ માટે સતત કામ કરી રહ્યાં છે. તેઓ બાળ અધિકારની ગુજરાતની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. સ્ત્રી સશક્તિકરણ અને એચઆઈવી કાઉન્સિલિંગ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. તેઓ અત્યારે ગણતર સંસ્થાના ડિરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી છે.

લાગણી વેળાઃ
સ્ત્રીમાં પુરુષના પ્રમાણમાં મમતા, વાત્સલ્ય, કરુણા, પ્રેમ તથા લાગણી વધુ હોય છે. તેઓ જ્યારે
સમાજસેવા કરે છે ત્યારે તેનાં પરિણામો વધારે સુંદર અને મક્કમ આવે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP