તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રુહી : દુ:ખી જીવનમાંથી છુટકારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વર્ષો પહેલાં પાકિસ્તાની ટીવી પર રુહી બાનોનો ડંકો વાગતો હતો. તેમની કોમેડી જોઈને લોકો પોતાનાં દુ:ખો ભૂલી જતાં અને તેમના ચહેરા પર હાસ્ય છવાતું. ગંભીર નાટકોમાં જોવા મળે તો દર્શકો જે તે મુદ્દાઓ અંગે વિચારવા માંડતા અને ઉદાસ નાટકોમાં કામ કરતાં કરતાં તે પાત્રોમાં એટલી ડૂબી જતી કે લોકો તેની સાથે આંસુ સારતા. તે કમાલની વર્સેટાઇલ અદાકારા હતી, પરંતુ અમુક લોકોને સુખ પણ સદતું નથી.
રુહી સાથે પણ આવું જ બન્યું. તેનાં લગ્ન થયાં. એક દીકરાની માતા બની, પરંતુ લગ્નજીવનમાં એવી સમસ્યા પેદા થઈ કે પતિથી અલગ થવું પડ્યું. તે પછી તેના માટે તેમનો પુત્ર અલી જ સર્વસ્વ હતો, પરંતુ જુવાનજોધ દીકરાની ધોળા દહાડે કતલ થતાં તે જીવતી લાશ બનીને રહી ગઈ. રુહીનું માનસિક સંતુલન બગડી ગયું અને તે લાહોરના માર્ગો પર રાત્રે ફર્યા કરતી.
અમુક મહિલાઓએ મળીને તેને ફાઉન્ટન હાઉસમાં દાખલ કરાવી. આ માનસિક રોગીઓનો ઇલાજ કરતી સંસ્થા છે. ગીતકાર નીલમ અહમદ બશીર, ડ્રેસ ડિઝાઇનર બીજી અને શીમેલ એસોસિએશનનાં પ્રમુખ આશી બટે ફાઉન્ટન હાઉસમાં તેમની બહુ
સંભાળ રાખી.
ફાઉન્ટન હાઉસમાં ‘રુહી બાનો કી કહાની રુહી બાનો કી જબાની’ નામથી એક કાર્યક્રમ થયો. એમાં રુહીનું શો બિઝનેસમાં આવવું અને પછી દિલ તૂટી જતાં છોડી જવું, એ અંગે એક વિશેષ નાટક ભજવાયંુ, જેમાં મુખ્ય ભૂમિકા તેમણે પોતે જ ભજવી. એ કાર્યક્રમમાં સામેલ
થનારા લોકોએ તેમને બહુ લાંબા સમય પછી પરફોર્મ કરતાં જોઈને તાળીઓથી વધાવી લીધેલાં.
ભારતના વિખ્યાત તબલાવાદક ઉસ્તાદ અલ્લારખ્ખા ખાંની દીકરી રુહી બાનો ગુલબર્ગ લાહોરમાં રહેતી હતી અને ઘણા લોકોની તેમનાં ઘર પર નજર હતી. કરોડોનું આ ઘર રુહી માટે સમસ્યા બની ગયું. તેમના પર જીવલેણ હુમલો પણ થયો.
થોડા દિવસ પહેલાં તેમની બહેને અચાનક તુર્કીથી ન્યૂઝ આપ્યા કે રુહી બાનોએ ઇસ્તંબુલની એક હોસ્પિટલમાં અંતિમ
શ્વાસ લીધા. આ ન્યૂઝે લોકોને હચમચાવી દીધા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો