Home » Rasdhar » વિનય દવે
‘મેરી મરજી’ અને ‘સ્ટોપ ધેટ’ જેવાં સુપરહીટ ગીતો લખનારા વિનય દવે જાણીતા હાસ્ય લેખક, ગીતકાર અને અભિનેતા છે.

સરકારને પાણીપૂરીથી શું વાંધો છે?

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

સવાલ: જિયોની જેમ તમે મોબાઈલ ફોન બનાવો તો એનું શું નામ રાખશો?- જયભાઈ ચંદારાણા (જામનગર)
જવાબ: વિન-યો.
સવાલ: લાંબી ચાલતી લગ્નની વિધિમાં વચ્ચે બાથરૂમ લાગે તો?- ગૌરાંગ શ્રીમાળી (જામજોધપુર)
જવાબ: કોને?

સવાલ: પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મુકાયો તો હવે પ્લાસ્ટિક સર્જરી પર પ્રતિબંધ ના મુકાવો જોઈએ?- રેશ્મા ચૌહાણ (જેતપુર)
જવાબ: લાગે છે કોઈ તમારા રૂપિયે પ્લાસ્ટિક સર્જરી કરાવી ચેહરો બદલી ભાગી ગયું છે.

સવાલ: ખોટું લાગે ત્યારે તમારે શું કરવું જોઈએ? - જિજ્ઞા દામા (ગાંધીનગર)
જવાબ: સાચું બોલવું જોઈએ.
સવાલ: એક વર્ષમાં બે વાર ‘નીટ’ લેવાનો વિચાર યોગ્ય છે?- જીમિલ પટેલ (અમદાવાદ)
જવાબ: સોડા ટ્રાય કરો.
સવાલ: સાચા ધર્મની વ્યાખ્યા શું? - હિતેશ વ્યાસ (ભાવનગર)
જવાબ: મને ખ્યાલ નથી, કારણ કે આ ભણાવ્યું ત્યારે હું ગેરહાજર હતો.
સવાલ: હવે શું કરવાનું?- રાજ સુરાના (અમદાવાદ)
જવાબ: પહેલાં કરતા હતા એ.
સવાલ: બધા મનુષ્ય સફળ થવાના સ્વપ્ન કેમ જુએ છે? - ભાર્ગવ બાંભણિયા (જૂનાગઢ)
જવાબ: તમે કંઈક નવો ચીલો પાડો.
સવાલ: પરીક્ષાના પેપર લીક કેમ
થાય છે?
- વિશાલ ભાટિયા (વિજયનગર)
જવાબ: નકામા પ્લમ્બરોના કારણે.
સવાલ: કેવા સવાલ પૂછવામાં આવે તો જલદી જવાબ મળે?- લાલજી ગોહિલ (પીપળિયા)
જવાબ: આવા.
સવાલ: ‘આખા ગામને ધુમાડાભેર જમાડયુ’ને ઈંગ્લિશમાં શું કહેવાય? - દેવ ચૌધરી (વાવોલ)
જવાબ: ઇટેડ ફુલ વિલેજ વિથ સ્મોક.
સવાલ: માણસ પાસે બધું છે છતાં એ પરેશાન કેમ છે?- તોફિક શાહ (જૂનાગઢ)
જવાબ: સંતોષ છે?
સવાલ: જીવનમાં શું ક્યારેય ન
ભૂલવું જોઈએ?
- ઋત્વિક વાઘેલા (અમદાવાદ)
જવાબ: શ્વાસ લેવાનું.
સવાલ: તમે ફેસબુક વાપરો છો? - મિહિર સડાત (ગાંધીનગર)
જવાબ: હું ફેસ અને બુક અલગ અલગ વાપરું છું.
સવાલ: સરકારને પાણીપૂરીથી શું વાંધો છે?- દર્શીલ વઘાસિયા (અમદાવાદ)
જવાબ: રોગચાળો ફેલાવવામાં પાણીપૂરી સરકારી તંત્રને હરાવી જાય એ તો કેમ ચાલે.
સવાલ: બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે કરવું જોઈએ? - ધવલ ત્રિવેદી (અમરેલી)
જવાબ: 125 કરોડ થયાં પછી તમને આવો વિચાર આવ્યો એ બદલ અભિનંદન.
આપના સવાલ આવકાર્ય
આપનો સવાલ ‘લા-જવાબ’, દિવ્ય ભાસ્કર, મેગેઝિન ડિપાર્ટમેન્ટ, એસ-જી હાઇવે, મકરબા, અમદાવાદ-15ના સરનામે પત્રથી કે અહીં જણાવેલા ઈ-મેઇલ પર મોકલી શકો છો. પત્ર કે ઈ-મેઇલમાં આપનું નામ-સરનામું અને સંપર્ક નંબર મોકલવો ફરજિયાત છે.
rasrang.lajawab@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP