ફેસબુક પર શું ના કરવું જોઈએ?

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

સવાલ: ભવિષ્ય સોનેરી કેવી રીતે બને? -રોહિત દરજી (હિંમતનગર)
જવાબ: કલરબાજી કરવાથી.

***
સવાલ: પુરુષોએ કયું વ્રત કરવું જોઈએ?-કિશોર સુથાર (મહેસાણા)જવાબ: મૌનવ્રત.
સવાલ: કેટલી ગર્લફ્રેન્ડ રાખવી જોઈએ?-યોગેશ કંસારા (જૂનાગઢ)જવાબ: સહન કરી શકાય એટલી.

***

સવાલ: પત્ની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લવાય?
-સુનિલ દાણીધારિયા (અમદાવાદ)
જવાબ: લાવો. પછી ‘ધાન ધાન રખડી પડો’ તો કહેતાં નહીં.

***
સવાલ: મને મોડી રાત સુધી મોબાઇલ ઘૂમડવાની ટેવ પડી ગઇ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે મારે શું કરવું ?
-સુધીર ભાયાણી ( કતારગામ)
જવાબ: દવા.

***

સવાલ: હું તને પ્રેમ કરું છું એવું છોકરીને કહેવું હોય તો?
-ભાર્ગવ બાંભણિયા (જૂનાગઢ)
જવાબ: પહેલા આજુબાજુમાં ભાગવાના રસ્તાઓ ક્યાં ક્યાં છે એ ચેક કરી લેવું.

સવાલ: ફેસબુક પર શું ના કરવું જોઈએ?
-અનિતા મેવાડા ( સુરત)
જવાબ: કોઈ ગુજરી ગયું હોય એના સમાચારને લાઈક.

***
સવાલ: જબાનમાં હડ્ડી કેમ નથી? -ફિરોઝ કાદરી ( પાલનપુર)
જવાબ: હોય તો સવારે ઊલ ઉતારવામાં તકલીફ થાય.

***
સવાલ: જ્યારે પ્રેમમાં પડીએ ત્યારે બધું સારું સારું કેમ દેખાવા માંડે છે?-પ્રણવ શ્રીમાળી (અમદાવાદ)જવાબ: કમળો થાય ત્યારે બધું પીળું પીળું નથી દેખાતું?
સવાલ: લગ્ન પછી કોણ પસ્તાય છે? પતિ કે પત્ની?
-હરીશ નિમજે ( વસ્ત્રાલ ગામ)
જવાબ: ઘરના લોકો.

***
સવાલ: કયા સવાલનો જવાબ જ નથી?- જયદીપ સરવૈયા ( રાજકોટ)
જવાબ: શું તમે ગાંડપણના એટેકની દવા લો છો?

***
સવાલ: લાલ રંગ કોનું પ્રતીક છે ? -જાહ્નવી પુરી ( વડોદરા)
જવાબ: લાલભાઈ ભાઈલાલભાઈ દલાલનું.

***
સવાલ: અમુક સવાલના જવાબ કેમ નથી આપતા?
-લાલજી ગોહિલ ( બોટાદ)
જવાબ: કેમ કે એ સવાલ સવાલ નહીં પણ બબાલ હોય છે.

***
સવાલ: ગમે તેટલું સારું કરવા છતાં લોકો આપણને ખરાબ કેમ બોલે છે? -જયેશ ખાંભલા ( સુરેન્દ્રનગર)
જવાબ: આડેધડ પાર્કિંગ કરનારાને સમજાવવા ગયેલા?

***
સવાલ: બાથરૂમમાં રેઇનકોટ પહેરી સ્નાન કરનારાને તમારો શું સંદેશ છે? -ઉમેશ પ્રજાપતિ ( અમદાવાદ)
જવાબ: કવિ રમેશ પારેખની કવિતા-
ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ
એક અમે પોતે ને બીજો તારો વટ!

***
સવાલ: સફળ થવા પ્રતિભા જોઈએ કે પૈસા?
- વિશાલ નાઈ (ભાભર)
જવાબ: સંપર્કો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP