તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાગઠબંધનમાં અત્યારથી જ તિરાડ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકસભામાં સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે જે રીતે નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને ફરીથી વડાપ્રધાન બનવાની એમને શુભેચ્છા આપી એ તો હવે જૂની વાત થઈ ગઈ. એમ લાગે છે કે ફક્ત મુલાયમસિંહ યાદવ જ નહીં મહાગઠબંધનના બીજા કેટલાક નેતાઓ પણ અત્યારથી જ શિંગડાં ભેરવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ એમના ભાષણમાં આક્ષેપ કર્યો કે ચીટફંડ કૌભાંડમાં મમતા બેનર્જી પણ સંડોવાયેલાં છે. આ બાબતથી મમતા એટલાં છંછેડાયાં કે સોનિયા ગાંધીને રૂબરૂ મળીને એમણે ફરિયાદ કરી. એક અંગ્રેજી ચેનલના કાર્યક્રમનો બહિષ્કાર કરવા માટે કોંગ્રેસે ગઠબંધનના નેતાઓને કહ્યું હોવા છતાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ ધરાર એ કાર્યક્રમમાં ગયા. પ્રફુલ પટેલ બીજેડીના નેતા જય પાંડેના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં પણ ગયા હતા અને એ જ રાત્રે નવીન પટનાયક સાથે ડ્રિંક લેવા પણ બેઠા હતા!

કેન્સર સામે જેટલીનો જંગ
તબિયતની દૃષ્ટિએ નાણામંત્રી અરુણ જેટલીનું છેલ્લું વર્ષ ખૂબ ખરાબ રહ્યું. પહેલાં તો કિડનીની સમસ્યાને કારણે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું. આ સમયે જ નિદાન થઈ ગયું હતું કે જેટલી ‘સરકોમા’ નામના કેન્સરથી પીડિત છે. ચામડીના ટિશ્યૂને લગતા આ કેન્સરના બહુ ઓછા કિસ્સા જોવા મળે છે. જોકે, રાહતની વાત એ છે કે ઓપરેશન પછી હવે જેટલી કેન્સરથી લગભગ મુક્ત થઈ ગયા છે. હમણાં જોકે ચાલવા માટે એમણે લાકડીનો ટેકો લેવો પડે છે, પરંતુ થોડા દિવસમાં એમને કદાચ લાકડીના ટેકાની પણ જરૂર નહીં પડે. વડાપ્રધાન મોદી માટે આ ખૂબ રાહત આપનારા સમાચાર છે.

અપૂરતી ઊંઘ પછી શસ્ત્રક્રિયા જોખમી
જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રગટ થયેલા એક લેખમાં એવાે નિર્દેશ કરાયો છે કે ઊંઘ્યા વિના એકધારા 24 કલાક કામ કર્યા બાદ બીજી સવારે વ્યક્તિની માનસિક અવસ્થા છાંટોપાણી લીધેલ માણસ જેવી થઈ જાય છે. જોવાની ખૂબી એ છે કે શરાબ પીને શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટરને ડિસમિસ કરવો જોઈએ એવું દૃઢપણે માનતા સર્જ્યનો પોતે પૂરતી ઊંઘ લીધા વિના દર્દીનું ઓપરેશન કરતી વેળા બીજી વાર વિચારતા નથી. અપૂરતી ઊંઘ હોવા છતાં સર્જરી હાથ ધરનારા ડોક્ટરો ખરેખર તો દર્દીની જિંદગી સાથે જ રમત કરતા હોય છે, એવું કહેવામાં જરાય અતિશક્યોક્તિ નથી. સ્વસ્થ ડોક્ટર જ દર્દીને સ્વાસ્થ્ય પાછું અપાવી શકે!

હોલિવૂડનો વિકાસ શા માટે થયો?
હોલિવૂડ નામની નાનકડી કોલોનીની (ગામની) સ્થાપના 1880ની સાલમાં હાર્વે એચ. વિલકોક્સ અને એની પત્ની ડેઇડાએ ખેડૂતો પાસેથી ખરીદેલી જમીન પર કરી હતી. ડેઇડાએ આ કોમ્યુનિટીનું નામ હોલિવૂડલેન્ડ પાડ્યું હતું. 1903માં તેને નગર જાહેર કરવામાં આવ્યું હતું. એ દરમિયાન લોસ એન્જેલસ શહેર ફેલાઈ રહ્યું હતું. તેની બાંહોમાં એક પરા તરીકે હોલિવૂડલેન્ડ સમાઈ ગયું. પ્રારંભમાં હોલિવૂડના હવામાનને કારણે નિર્માતાઓ ત્યાં સ્થાયી થયા હતા. બીજું કારણ હતું, થોમસ આલ્વા એડિસનનો ડર. મૂવિ કેમેરાની પેટન્ટો એડિસન પાસે હતી. આથી તેનો ગેરકાયદે વપરાશ કરનારને એડિસન અચૂક નોટિસ મોકલતા. તેનાથી બચવા જ ન્યૂ યોર્કથી ખૂબ દૂર લોસ એન્જેલસ  હોલિવૂડ નિર્માતાઓને માફક આવી ગયું.

પશુ-પંખીની ફોટોગ્રાફી તપસ્યા માગી લે છે?
ફ્રાન્સના એન્જર્સ વિસ્તારમાં પૂરને કારણે મેદાની વિસ્તારોમાં રચાતાં નાનાં-નાનાં લેકમાં મેટિંગ (કામક્રીડા) કરતાં ગ્રીબ પક્ષીની તસવીર લેવા લુઇસ-મારિ પ્રેઉ નામના ફોટોગ્રાફરને પૂરા બાર કલાક પાણીમાં રહેવું પડ્યું હતું. માથે કલગીવાળાં આ સુંદર પક્ષીઓ લેકમાં તરતા ઘાસના પૂળા પર કામક્રીડામાં મગ્ન હતાં ત્યારે લુઇસ એક તરતા લાકડાના પાટિયા પર બેસીને એમના ફોટા લેતો હતો. આ સુંદર ક્ષણને કચકડે કંડારવા માટે લુઇસે પૂરા બાર કલાક સુધી લેકના પાણી પર તરતા રહી ગ્રીબ પક્ષીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. યે ખેલ નહીં આસાન!
vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો