તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જહાં બરસતા હૈ રંગ ધાની, ઉધર મુડી હૈ મેરી જવાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખનઉ પાસે મલીહાબાદના જમીનદાર પરિવારમાં જન્મેલા જોશ મલીહાબાદીનું મૂળ નામ શબ્બીર હસન ખાન, પણ તેઓ ક્રાંતિના શાયર રૂપે જોશ મલીહાબાદી તરીકે જ પંકાયા. આવા લોહિયાળ વાતાવરણમાં ઉછરેલા શબ્બીર હસન ખાન ઉર્ફ ‘જોશ’ મલીહાબાદીની અંદર છુપાયેલો શાયર સળવળ્યો. હુસ્ન-ઓ-ઈશ્ક, જામ-ઓ-મીના તેમની શાયરી અને તેમના અંગત જીવનનો અતૂટ હિસ્સો હતા.


એક તરફ તેમની એવી વાત છે કે-
ઈન્સાન કે લહૂ કો પિયો ઈઝ્ન-એ-આમ હૈ
અંગૂર કી શરાબ પીના હરામ હૈ
તો બીજો અંદાજ રજૂ કરે છે-
દિલ કી ચોટોં ને કભી ચૈન સે રહને ન દિયા
જબ ચલી સર્દ હવા મૈંને તુઝે યાદ કિયા

 

એ કંપનીના માલિક વીણી વીણીને પોતાની કંપનીમાં બહુ મોટા લેખકોને ખેંચી લાવ્યા હતા. એમાંના જ એક હતા જોશ મલીહાબાદી

જોશ સાહેબનાં ફિલ્મી પરાક્રમો ઓછાં નહોતાં. હિન્દુસ્તાનના ભાગલા પહેલાં પુનામાં શાલીમાર પિક્ચર્સ નામની ફિલ્મ કંપની હતી. આ કંપનીના માલિક ડબલ્યુ.ઝેડ.અહમદ હતા. તેમનું આખું નામ વહીદુદ્દીન જિયાઉદ્દીન અહમદ હતું. તેઓ વીણી વીણીને પોતાની કંપનીમાં બહુ મોટા લેખકોને ખેંચી લાવ્યા હતા. એમાંના જ એક હતા જોશ મલીહાબાદી.


જોશ સાહેબે 1944ની ફિલ્મ ‘મન કી જીત’ માટે સંગીતકાર એસ.કે. પાલ સાથે સાતમાંથી પાંચ ગીત લખ્યાં. બાકીના બે ગીત પંડિત ભરત વ્યાસે લખ્યાં હતાં.


એ પાંચ ગીતોમાં એક હતું-
નગરી મેરી કબ તક યૂં હી બરબાદ રહેગી
દુનિયા યહી દુનિયા હૈ તો ક્યા યાદ રહેગી


આ ગીતે એ સમયે બહુ પ્રસિદ્ધિ મેળવી હતી. ‘મન કાહે ગભરાયે, મન કાહે ગભરાયે’, ‘પરદેશી ક્યોં યાદ આતા હૈ’ જેવાં ગીત પણ હતાં, પરંતુ જોશ સાહેબનું જે ગીત સૌથી વધુ સફળ થયું અને ફિલ્મને બોક્સઓફિસ પર ભવ્ય સફળતા મળી તે ગીત હતું, ‘મોરે જોબના કા દેખો ઉભાર, પાપી જોબના દેખો ઉભાર.’ જોહરાબાઈ અંબાલેવાલીના અવાજમાં આ ગીત ગવાયું હતું. જોકે, આ ગીતના અંતરા બહુ સુંદર છે, પણ મુખડાને કારણે આ ગીત ઘણું વિવાદાસ્પદ બન્યું હતું. આ કારણે એ વખતે રેડિયો પર આ ગીત વગાડવા પર પ્રતિબંધ હતો. પ્રતિબંધને લીધે આ ફિલ્મ અને ગીત બંનેને વધારે સફળતા મળી. આ ગીતના અંતરા જુઓ-


જૈસે કોયલ પુકાર, જૈસે હિરની કુલેલ
જૈસે ભંવરે કી ઝૂમ, જૈસે સાવન કી ધૂમ
જૈસે ગાતી ફુહાર જૈસે સાગર પે ભોર, જૈસે ઉડતા ચકોર
જૈસે ગેંદવા ખિલે, જૈસે લટ્ટુ હિલે


આ ફિલ્મ પછી જોશ સાહેબે 1945માં શાલીમારની જ અન્ય એક ફિલ્મ ‘ગુલામી ઉર્ફ રેપ ઓફ બર્મા’ માટે એક ગીત લખ્યું હતું-
‘એ વતન, મેરે વતન, તુઝપે મેરી ઝાં નિસાર.’ ભાગલાની જાહેરાત બાદ તરત શાલીમાર પિક્ચર્સ કંપની બંધ થઈ ગઈ. એના માલિક પાકિસ્તાન જતા રહ્યા. પછીથી જોશ સાહેબે પણ પાકિસ્તાનની વાટ પકડી. આગળ શું થાય છે જોશ સાહેબના જીવનમાં એ વિશે વધુ વાત કરીશું આવતા અંકમાં.

 

અન્ય સમાચારો પણ છે...