તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૈંને મા કો દેખા હૈ, મા કા પ્યાર નહીં દેખા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં એકથી એક ચડિયાતા શાયરોની યાદી ઘણી લાંબી છે. આ શાયરોએ તેમના શબ્દોથી ફિલ્મી પડદા પર કેટલાય પ્રેમને જીવંત કર્યા, બાળકોમાં માની મમતાનું સિંચન કર્યું, હકનો અવાજ બુલંદ કરાવ્યો અને યુવા હૈયાંઓને ધબકતાં કર્યાં.
આ શાયરો વચ્ચે એક દિવસ એવો માણસ આવ્યો જે શાયર નહોતો, પણ અંત:કરણનો અવાજ જાણતો હતો અને એને વર્ણવી પણ શકતો હતો. એ માણસે ફિલ્મોમાં ગીતો લખ્યાં ત્યારે સાંભળનારાઓને લાગ્યું કે જાણે કોઈ તેમની વાત તેમની ભાષામાં કહી રહ્યું છે. ગીતોના એ શહેનશાહનું નામ હતું આનંદ બક્ષી.

 • 14 વર્ષની ઉંમરે આનંદ નેવલ કેડેટ તરીકે નેવીમાં જોડાયા, પણ 1946માં અંગ્રેજ સરકાર વિરુદ્ધ બળવો પોકારતા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા

1930માં 21 જુલાઈએ રાવલપિંડી(હાલનું પાકિસ્તાન)માં બેન્ક મેનેજર મોહનલાલ બક્ષીને ત્યાં આનંદ બક્ષીનો જન્મ થયો. નામ રાખ્યું આનંદ પ્રકાશ, પણ લાડમાં તેમને ‘નંદો’ કહેતા હતા. નંદો દસ વર્ષનો પણ નહોતો અને માતાનું મૃત્યુ થઈ ગયું. ઘરમાં સાવકી મા આવી તો તેણે સાવકા વ્યવહારથી નંદોનું દિલ દુભાવ્યું. એ નાજुુક रવયે માથી વિખૂટો થયેલો નંદો પોતાની પીડા વ્યક્ત ન કરી શક્યો, પણ આનંદ બક્ષી બનીને ગીતો લખવા માંડ્યો ત્યારે મનના કોઈ ખૂણે દબાયેલું માને ગુમાવવાનું દુ:ખ તેમના શબ્દોમાં વ્યક્ત થતું હતું. ફિલ્મ ‘છોટા ભાઈ’નું ‘મા મુઝે અપને આંચલ મેં છુપા લે’ની વાત હોય કે પછી ‘મસ્તાના’નું ‘મૈંને મા કો દેખા હૈ, મા કા પ્યાર નહીં દેખા’ કે ‘ખલનાયક’નું ‘ઓ મા તુઝે સલામ, અપને બચ્ચે તુઝકો પ્યારે, અપને બચ્ચે તુઝકો પ્યારે, રાવણ હો યા રામ.’ આ દરેક ગીતમાં આનંદ બક્ષીની એ પીડા ક્યાંક ને ક્યાંક બહાર આવતી હતી. બાળપણમાં આનંદ ઘણા તોફાની હતા. રમતગમત, નાચ-ગાન અને ફિલ્મો જોવામાં તેમને રસ પડતો. ભણવા માટે ખાસ તેમનો પ્રેમ નહોતો અને એટલે સાતમા ધોરણમાં આવતા જ તેમનું ભણતર પૂરું થઈ ગયું. કદાચ એ જ ઉંમરે પોતાની મંજિલ ફિલ્મ છે એવું તેમને લાગતું. અરે! હદ તો ત્યારે થઈ કે તેમણે પોતાનાં ભણવાનાં પુસ્તકો રદ્દીમાં વેચીને ફિલ્મ જોઈ કાઢી. 14 વર્ષની ઉંમરે આનંદ બક્ષી નેવલ કેડેટ તરીકે નેવીમાં જોડાયા, પણ 1946માં અંગ્રેજ સરકાર વિરુદ્ધ બળવો પોકારતા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. 1947માં દેશના ભાગલા થયા ત્યારે તેમનો પરિવાર હિન્દુસ્તાન આવી ગયો. અહીં આવીને તેમણે આર્મીના કોર ઓફ સિગ્નલ્સ, જબલપુરમાં ટેલિફોન ઓપરેટર તરીકે કામ કર્યું. જોકે, તેમની મંજિલ તો મુંબઈ હતી, જ્યાં હિન્દી ફિલ્મોની રંગીન દુનિયા હતી.\\
1956માં સૈન્યની નોકરી છોડીને મુંબઈની માયાનગરી પહોંચ્યા. શરૂઆતમાં જ્યાં ત્યાં રખડ્યા બાદ આખરે નિર્માતા-નિર્દેશક-અભિનેતા ભગવાન દાદાની ફિલ્મ ‘ભલા આદમી’માં એકસાથે ચાર ગીતો લખવાનો બક્ષીને મોકો મળ્યો. 9 નવેમ્બર, 1956ના રોજ સંગીતકાર નિસાર બઝમીએ તેમણે લખેલું પહેલું ગીત રેકોર્ડ કર્યું. એના શબ્દો, ‘ધરતી કે લાલ, ન કર ઇતના મલાલ’ હતા. એ ફિલ્મ કે ગીતોએ કોઈ કાઠું કાઢ્યું નહીં, પણ આનંદ બક્ષીને મહેનતાણા પેટે 150 રૂપિયા જરૂર મળ્યા. બક્ષી સાહેબની વધુ વાત કરીશું આવતા અંકમાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો