માનો યા ના માનો- રાજ ભાસ્કર / ભારતની ‘સોન ભંડાર ગુફાઓ’ તૂટશે ખરી?

article by raj bhaskar

Divyabhaskar.com

Jan 09, 2020, 05:51 PM IST
માનો યા ના માનો- રાજ ભાસ્કર
કહેવાય છે કે આજે પણ ભારતમાં એવી અનેક ગુફાઓ છે જેમાં હજ્જારો - લાખ્ખો ટન સોનું છુપાયેલું પડ્યું છે. બિહારમાં પણ એક એવી ગુફા હોવાનું કહેવાય છે, જેમાં લાખ્ખો ટન સોનું અને અન્ય ખજાનો છુપાયેલો છે. આ ગુફાઓને ‘સોન-ભંડાર ગુફાઓ’ એટલે કે સોનાના ભંડાર ભરેલી ગુફાઓ કહેવામાં આવે છે અને તે મગધના રાજા બિંબિસારના જમાનાની છે. આ ગુફા બિહારના નાનકડા શહેર રાજગીરીસ્થિત વૈભવગીરી પહાડીની તળેટીમાં આવેલી છે. રાજા પોતાના ખજાનાને છુપાવવા માટે આ ગુફાઓનો ઉપયોગ કરતો હતો. જ્યારે બિંબિસારના પુત્ર અજાતશત્રુએ એને કારાગારમાં ધકેલી દીધો હતો ત્યારે બિંબિસારના આદેશથી તેની પત્નીએ રાજ્યનું તમામ સોનું આ ગુફામાં છુપાવી દીધું હતું.
સોન ભંડાર ગુફામાં જવાનો કોઈ રસ્તો નથી અને એની મજબૂત પથ્થરની દીવાલોને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. અંગ્રેજોએ આ સોનાના ભંડારો પામવા ગુફાની દીવાલો પર તોપના ધડાકા કર્યા હતા, પણ એ તૂટી નહોતી. તોપના ગોળાનાં નિશાનો આજે ગુફાની દીવાલો પર છે. અહીં કેટલાક શિલાલેખો પ્રાપ્ત થયા છે. જેના પર કદાચ ગુફામાં જ્યાં સોનું છુપાયેલું છે ત્યાં સુધી જવાના રસ્તા વિશે માહિતી આપેલી છે, પણ આજ સુધી એ લિપિને કોઈ ઉકેલી શક્યું નથી.
એવું માનવામાં આવે છે કે લાખ્ખો ટન સોનું આશરે દસેક મીટરના એક મજબૂત ઓરડામાં ભરેલું પડ્યું છે. ગુફાના ગુંબજની અંદરની છત સીધી દીવાલોના સહારે જોડી દેવામાં આવી છે અને આ દીવાલો ઈંટોની નહીં સીધી જ ચટ્ટાનોને કાપીને બનાવવામાં આવી છે. આ ગુફામાં બે ઓરડાઓ છે. બંને મજબૂત પથ્થરની ચટ્ટાનોથી બંધ છે. કહેવાય છે કે એક કક્ષ સોનાની સુરક્ષા કરનારા સુરક્ષાકર્મીઓનો હતો અને બીજા કક્ષમાં સોનાના ભંડારો હતા. કેટલાક લોકો એવું ય માને છે કે એ સોનું મૂળ જરાસંઘનું હતું. જરાસંઘ ભગવાન શ્રી કૃષ્ણના મામા કંસનો સસરો હતો.
ખજાનો કોનો હતો એ પ્રશ્ન મહત્ત્વનો નથી. મહત્ત્વની વાત એ છે કે આ, ‘સોન ભંડાર ગુફાઓ’ તૂટશે ખરી? આ ખજાના સુધી પહોંચવા અનેક સંશોધન થયાં છે. સંશોધનકારોનું માનવું છે કે આ રીતે ગુફાની દીવાલોને તોડવાના પ્રયત્નો કરવાથી કંઈ નહીં વળે કે કંઈ નહીં મળે, કારણ કે ખજાના સુધી પહોંચવાનો રસ્તો વૈભવગીરી પર્વત સાગરથી થઈને સપ્તવર્ણી ગુફાઓ સુધી જાય છે.
[email protected]
X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી