લેખક યુવા પત્રકાર અને વાર્તાકાર છે.

ડોલ્સ આઈલેન્ડ : ડરામણી પૂતળીઓનો દ્વીપ

  • પ્રકાશન તારીખ16 Oct 2019
  •  
માનો યા ના માનો- રાજ ભાસ્કર
વિચાર કરો તમે કોઈ એવા ભયાનક આઈલેન્ડ પર પહોંચી જાવ જ્યાં વૃક્ષો પર સેંકડો ડોલ્સ (ઢીંગલીઓ) લટકતી હોય અને એવું કહેવાતું હોય કે આ ડોલ્સમાં આત્માનો વાસ છે તો શું હાલત થાય? વિચારમાત્રથી ધ્રુજારી છૂટે, પણ હકીકતમાં એવું એક સ્થાન છે પણ ખરું. મેક્સિકો સિટીના દક્ષિણમાં જોચિમિકો કેનાલ પાસે એક નાનકડો આઈલેન્ડ આવેલો છે, જ્યાં વૃક્ષો પર આવી સેંકડો બિહામણી ડોલ લટકે છે. વર્ષ 2001 પછી એ ડોલ્સ આઈલેન્ડ તરીકે ઓળખાય છે. સ્થાનિક ભાષામાં આ આઈલેન્ડ ‘આ ઈસ્લા ડે લા મ્યુનેક્સ’ તરીકે ઓળખાય છે. સરકારે આ સ્થાનને હોન્ટેડ જાહેર કર્યું છે.
ડોલ્સ આઈલેન્ડની કહાની રસપ્રદ છે. ડોન જુલિયન સૈન્ટા બરેરા નામનો એક વ્યક્તિ 2001 સુધી આ સ્થાનના રખેવાળ તરીકે કામ કરતો હતો. એ અહીં એકલો જ રહેતો હતો. એક દિવસ જુલિયનને એક બાળકીની તરતી લાશ મળી. એણે બાળકીને ઊંચકી લીધી, એના શ્વાસ ચાલુ હતા. જુલિયને એને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એ બચી ન શકી. બરાબર એ જ વખતે એક નાનકડી ડોલ પાણીમાં તરતી-તરતી ત્યાં આવી પહોંચી. જુલિયને એ ડોલને આ બાળકીની ડોલ સમજીને બાળકીનું મૃત્યુ થયું હતું એ સ્થાને આવેલા ઝાડ પર બાળકીના આત્માની શાંતિ માટે લટકાવી દીધી.
કહેવાય છે કે એ પછી આવી અનેક ડોલ્સ તરતી-તરતી આવી અને જુલિયન એને ઝાડ પર લટકાવતો ગયો. આ ડોલ્સ લટકાવ્યા પછી જુલિયનને અજીબોગરીબ અનુભવો થવા માંડ્યા હતા. ડોલ્સ વાતો કરતી હોય, રડતી હોય એવું લાગ્યા કરતું. એ પછી જુલિયને અનેક લોકોને આ ઘટના કહી અને એ ડોલ્સમાં બાળકીનો આત્મા વસતો હોવાની વાત કરી. ધીમે ધીમે વાત ફેલાતી ગઈ અને આ સ્થાન હોન્ટેડ સ્થાન બની ગયું. થોડા સમય પછી જુલિયનનું પણ ત્યાં જ મૃત્યુ થઈ ગયું.
સ્થાનિક લોકોને ય પછી તો ઘણા અનુભવો થયા હોવાનું કહેવાય છે. લોકો કહે છે કે આ બધી ડોલ્સની આંખો ફરતી હોય છે, એ બધી મધરાતે પોક મૂકીને રડે છે અને વિચિત્ર અવાજો કરે છે. આ સ્થાન પર કોઈ અજીબોગરીબ કારણસર ડોલ્સની સંખ્યા વધતી જાય છે. ઝાડ પર કોણ અને ક્યારે આ વિચિત્ર ડોલ્સ લટકાવે છે એની કોઈને ખબર જ નથી પડતી. અહીં મુલાકાત લેતા લોકો તો એવું ય કહે છે કે આ બધી ડોલ્સ તેમને ઈશારો કરીને બોલાવે પણ છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP