શ્રીરામનો સ્પર્શ થતાં હનુમાન ભાવવિભોર થઈ ગયા...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રાહ્મણના વેશમાં હનુમાન ‘રાજકુમારો’ની પાસે જાય છે ત્યારે પોતાનાે પરિચય આપતાં શ્રીરામ કહે છે, ‘અમે અયોધ્યાના રાજા દશરથના પુત્રો છીએ. મારી પત્નીનું કોઈએ અપહરણ કર્યું છે. અમે એની શોધમાં આ જંગલમાં ભટકી રહ્યા છીએ. હનુમાનજીના કાને ‘દશરથના પુત્ર રામ...’ એ શબ્દો કાને પડ્યાે કે તેઓ સાનભાન ગુમાવી બેઠા. આ શું થયું? બાળપણથી જેની રાહ જોતા મારી આંખો થાકી ગઈ હતી એ પ્રભુને હું ઓળખી ન શક્યો?
હનુમાનજીના મનમાં બાળપણની ઘટના ઘુમરાવા લાગી. તે  નાના હતા ત્યારે એક વાર અંજની માતાએ પૂછ્યું, મારુતિ બેટા, તું દરરોજ સાંજે ઉદાસ કેમ થઈ જાય છે?’ ત્યારે બાળ હનુમાન પૂછે છે, ‘મા, મને એક વાત કહો ને, મારા જીવનનું લક્ષ્ય શું છે? હું મોટો થઈને શું કરીશ, શું બનીશ? ત્યારે અંજની માતાએ હનુમાનજીને સમજાવ્યા હતા, ‘બેટા, તારા જીવનનું લક્ષ્ય શ્રીરામની સેવા છે. એક દિવસ તારા જીવનમાં રામ આવશે. તારે એમનાં કામ પાર પાડવાનાં છે.

  • અંજની માએ દેખાડેલું સપનું પૂરું થઈ ગયું.  હનુમાનજીને લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું. તેઓ એકીટસે ભગવાન શ્રીરામને જોઈ રહ્યા. પછી રામજી તેમને ભેટી પડ્યા

જુઓ, અંજની માતાને કેટલી સરળતાથી પુત્રને લક્ષ્ય નક્કી કરી આપ્યું હતું. જે માતા-પિતા બાળપણથી પોતાના સંતાનના જીવનમાં તેમનું લક્ષ્ય સ્પષ્ટ કરી દે છે, એવાં બાળકો એક દિવસ રામભક્ત હનુમાન બને છે, તેથી જીવનમાં લક્ષ્ય નાનું ન રાખો.
હનુમાનજીને માતાની વાત યાદ આવી ગઈ. તેમને થયું કે આજે માની વાણી અને આશીર્વાદ ફળ્યાં. માએ દેખાડેલું સપનું પૂરું થઈ ગયું. મારું લક્ષ્ય મને પ્રાપ્ત થઈ ગયું. આમ વિચારતા તેમની આંખમાં હર્ષાશ્રુ ઊભરાયાં. તેઓ એકીટસે શ્રીરામને જોઈ રહ્યા. ભગવાન શ્રીરામ સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી. તેમણે હનુમાનજીને ઊભા કર્યા અને ભેટી પડ્યા. બંનેની આંખો સજળ બની ગઈ અને અશ્રુધારા વહી.
જુઓ, હનુમાનજીએ કેવું ભાગ્ય મેળવ્યું હતું! ઈશ્વરની કોઈને ભાળ મળી જાય એ ખરેખર કેટલા નસીબદાર કહેવાય! ભગવાનને જોઈને ભક્ત રડી પડે તે સમજી શકાય, પરંતુ આજે એક ભક્તના સ્પર્શથી ભગવાન રામ રડવા લાગ્યા. ભગવાનની અશ્રુધારા અટકતી નહોતી અને મુખમાંથી જે વાણી વહેવા લાગી એ સંાભળીને ભક્ત ધન્ય થઈ ગયા. ભગવાનને ભેટીને થોડીક ક્ષણ સુધી હનુમાનજી ભાવવિભોર થઈ ગયા. રામજીના જીવનમાં હનુમાનજી અને હનુમાનજીના જીવનમાં રામજીનો પ્રવેશ થયો. બંનેને પોતાનું લક્ષ્ય મળી ગયું.
સાર: જે માતા-પિતા બાળપણથી પોતાના સંતાનના જીવનમાં તેમનું લક્ષ્ય સ્પષ્ટ કરી દે છે, એવાં બાળકો એક દિવસ રામભક્ત હનુમાન બને છે, તેથી જીવનમાં લક્ષ્ય નાનું ન રાખો.

અન્ય સમાચારો પણ છે...