Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

ભગતસિંહ, ચંદ્રશેખર કે ગાંધીજી સ્વતંત્ર નહોતા?

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

કોઈ પણ દેશ ત્યારે જ સ્વતંત્ર હોય જ્યારે એના નાગરિકો પોતાને સ્વતંત્ર અનુભવે. પોતાને પરતંત્ર, ગુલામ અનુભવતા લોકોનો દેશ ‘સ્વતંત્ર’ હોય એનાથી કોઈ ફરક પડતો નથી! વાસ્તવિક રીતે જોઈએ તો ભગતસિંહ સ્વતંત્ર હતા એમને જે કરવું હતું એ કરીને જ રહ્યાં.

સ્વચ્છંદ વ્યક્તિ બહુ ઝડપથી પોતાની સ્વતંત્રતા ગુમાવી બેસે છે

ચંદ્રશેખર સ્વતંત્ર હતા એમને જે કરવું હતું એ એમણે પ્રાણાંતે પણ કર્યું જ. ગાંધીજી પણ સ્વતંત્ર હતા, એમને જે અહિંસાનો માર્ગ લેવો હતો એ લીધો, એમને સત્યાગ્રહનો જે માર્ગ લેવો હતો તે લઈને જ રહ્યાં. 15 ઓગસ્ટને યાદ માત્ર એટલા માટે નથી રાખવાની કે ‘એ લોકો’ વિરોધ કરવાના સ્વાતંત્ર્ય માટે જીવ આપીને ગયા, 15મી ઓગસ્ટ એટલા માટે યાદ રાખવાની છે કે આપણે લોકોએ વિરોધ કરવાના સ્વાતંત્ર્યને જીવી જવાનું છે. માણસને સૌથી વહાલી સ્વતંત્રતા એ વિરોધ કરવાની સ્વતંત્રતા હોય છે, અવાજ ઉઠાવવાની સ્વતંત્રતા હોય છે.


આપણે ઘણી વાર ઘણી બધી બાબતોમાં માથાકૂટ કરવી પડે એટલા માત્રથી એનાથી દૂર રહીએ છીએ. જ્યાં ખોટું થતું હોય ત્યાં તેનાં વિરોધ કરવો પડે, વિરોધ કરવો જોઈએ. આઝાદી પછીની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોએ સંખ્યાબંધ વખત વિરોધ કરી રહેલા નાગરિકોની સ્વતંત્રતા પર અંગ્રેજોને પણ શરમાવે એવી રીતે તરાપ મારી છે. આવી સરકારો અને આવા રાજકારણીઓ માટે એક જ સજા હોય અને એ કાળાપાણીની સજા.


અલબત્ત, વિરોધ માત્ર વિરોધ કરવા ખાતર ના હોઈ શકે, સ્વતંત્રતા એ સ્વચ્છંદતા માટેનો હક નથી. સ્વચ્છંદતા સ્વતંત્રતાનું મૃત્યુ છે. સ્વચ્છંદ વ્યક્તિ બહુ ઝડપથી સ્વતંત્રતા ગુમાવી બેસે છે. આતંકી દેશો સ્વચ્છંદ દેશો છે. પાકિસ્તાન કે ઉ. કોરિયા જેવા દેશો જ્યાં મુઠ્ઠીભર લોકો ભયાનક પ્રકારની સ્વચ્છંદતા ભોગવે છે ત્યાં સ્વતંત્રતાનો મૃત્યુઘંટ વાગી ગયો છે. સ્વતંત્રતા અધિકાર કરતાં ફરજ વધું છે. અધિકારોનો વિવેકપૂર્ણ ઉપયોગ જ સ્વતંત્રતાને બચાવી શકે છે. કોઈ ઉદાતહેતુ માટે માથે કફન બાંધીને ફરવું એ સ્વતંત્રતા છે, પણ ઘેલછા માટે કપડાં કાઢીને ફરવું એ સ્વચ્છંદતા છે. સરકારનો આધાર હવે નાગરિકોની પરતંત્રતા છે. સ્વતંત્ર નાગરિક સરમુખત્યારીનો ઘોર વિરોધી હોય છે એટલે સરમુખત્યારો સ્વતંત્રતાથી ખૂબ ડરતા હોય છે.

હિટલર જેવાથી જર્મનીએ ડરવાનું હતું, હિટલરને ફેંકી દેવાનો હતો. જર્મનો એ કરી ન શક્યા એટલે દેશ બરબાદ થઈ ગયો. આપણી સ્વતંત્રતા ત્યારે જ સાચી હશે જ્યારે આપણે વિવેકપૂર્ણ વિરોધ કરતાં શીખશું, શક્તિશાળી વિરોધ કરતાં શીખીશું સમયસર વિરોધ કરતાં શીખીશું. જનોઇવઢ : સ્વતંત્રતાનો અર્થ એ છે કે લોકોને એ કહેવાનો હક છે કે એ તમને સાંભળવા માંગતા નથી.
- જ્યોર્જ ઓરવેલ

pranav.golwelkar@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP