સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી / ન્યુટ્રાસ્યુટિકલ્સમાં મોટું નામ : સંજય મારીવાલા

article by prakash biyani

Divyabhaskar.com

Jul 31, 2019, 03:27 PM IST

સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
ન્યુટ્રિશન અને ફાર્માસ્યુટિકલનો યોગ છે ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે કે પૌરાણિક ચ્યવનપ્રાશ કે આધુનિક હોર્લિક્સ જેવો પોષક ઔષધીય પદાર્થ. શારીરિક શ્રમમાં ઘટાડો, જંક ફૂડ્સનું વધારે પડતું સેવન અને દવાઓની આડઅસરના કારણે લાઈફસ્ટાઈલ રોગ વધી રહ્યા છે. અસ્વસ્થ બનવાથી બચવા માટે ન્યુટ્રાસ્યુટિકલ્સનું ખૂબ સેવન થવા લાગ્યું છે. સમગ્ર વિશ્વમાં લગભગ વાર્ષિક 400 અબજ ડોલરના ન્યુટ્રાસ્યુટ્રિકલ્સ વેચાય છે. જડીબુટ્ટી, ફળ-ફૂલ અને શાકભાજી-મસાલા સાથે આયુર્વેદના પૌરાણિક જ્ઞાનને કારણે ભારત સરળતાથી તેનો ગ્લોબલ સપ્લાયર બની શકે છે. આ વાતને સમજનાર અને તેને બિઝનેસમાં પરિવર્તિત કરનાર ઉદ્યમી છે - ઓમનીએક્ટિવ હેલ્થ ટેક્નોલોજીસના સંસ્થાપક સંજય મારીવાલા. તેમના માટે આજે કર્ણાટકના 8 હજાર કરતાં વધારે ખેડૂતો ગલગોટાનાં ફૂલની કોન્ટ્રાક્ટ ખેતી કરી રહ્યા છે. આ સ્પેશિયલ વેરાઇટીનાં ફૂલોની પીળી પાંખડીઓ વડે સંજય મારીવાલા પૂણેમાં ફોર્ટિફાઈડ ફૂડ્સ લુટેઈન બનાવીને અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ચીન અને જાપાનમાં વેચી રહ્યા છે. આ બિઝનેસ મંત્ર તેમને તેમના દાદા કાંજી મુરાજી પાસેથી મળ્યો છે. તેમણે આજથી 160 વર્ષ પહેલાં મસાલાનો વેપાર શરૂ કર્યો હતો. મારીવાલા પરિવારે 1911માં બોમ્બે ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (હાલ કાંકોર ઈન્ગ્રેડિયન્ટ્સ)ની સ્થાપના કરી, જેણે કેરળમાં કાળાં મરી, હળદર અને લાલ શિમલા મરચાં જેવા મસાલાનાં એક્સ્ટ્રેક્શન બનાવ્યાં. 1970માં બોલ્સમ(ઊટણું)માંથી મલમ બનાવવાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો. એ સમયે બોમ્બે ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ગ્રાહક હતા- ફૂડ પ્રોસેસર્સ અને ફ્રેગરેન્સ (સુગંધ) પ્રોડ્યુસર્સ.
કોમર્સ સ્નાતક સંજય મારીવાલાએ 1990માં કાંકોર ઈન્ગ્રેડિયન્ટ્સથી કરિયરની શરૂઆત કરી. તેમણે આઈઆઈએમ અમદાવાદ અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલના બિઝનેસ મેનેજમેન્ટના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ જોઈન કર્યા. ત્યાર બાદ સમય સાથે કદમતાલ મિલાવીને તેમણે ન્યુટ્રાસ્યુટિકલ્સ ઉદ્યોગમાં પગ મૂકવાનો નિર્ણય લીધો. 2004માં તેમણે રિસર્ચ આધારિત કંપની ઓમનીએક્ટિવ હેલ્થ ટેક્નોલોજીસની સ્થાપના કરી. પહેલાં જ વર્ષમાં આ કંપનીએ પીળાં પાન વડે બનાવાતા બ્રાન્ડેડ ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટ લ્યુટેમાક્સ લોન્ચ કરી. ત્યાર બાદ કેપ્સિકમના એક્સટ્રેક્ટ દ્વારા બનાવાતી, વજન સંતુલિત રાખવામાં મદદરૂપ પ્રોડક્ટ કેપ્સિમેક્સ બનાવી. પછી હળદર દ્વારા વિકસાવાયેલ રોગપ્રતિકારક કુરકુમિન બનાવી.
આજે ઓમનીએક્ટિવ હેલ્થ ટેક્નોલોજીસનાં રિસર્ચ સેન્ટર પૂણે, મુંબઈ અને ન્યૂ જર્સીમાં આવેલાં છે. પૂણે અને સુપા (મહારાષ્ટ્ર), તમિલનાડુ અને કર્ણાટકમાં મેન્યુફેક્ચરિંગ સેન્ટર આવેલાં છે. કંપનીને 30 પેટન્ટ પણ મળી ચૂકી છે. પેન્સિલ્વેનિયાની જીએનસી, એમવે અને કોસ્ટકો જેવી ગ્લોબલ કંપનીઓ તેમના ઈન્ગ્રેડિયન્ટ્સ વડે ન્યુટ્રાસ્યુટિકલ્સ બનાવી રહ્યા છે. સંજય મારીવાલાના પુત્ર નિહાલે વર્ષ 2017માં ગ્રાહકોને પ્રત્યક્ષપણે પ્રોડક્ટ વેચવા માટે વેબસાઈટ સેતુ લોન્ચ કરી છે. ઓમનીએક્ટિવ હેલ્થ ટેક્નોલોજીસનું ટર્નઓવર 540 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે.
સંજયભાઈનું કહેવું છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ન્યુટ્રાસ્યુટિકલ્સ વેચવી મુશ્કેલ છે. અહીંના લોકોનું કહેવું છે કે અમે હળદરવાળું દૂધ પી જઈશું, પરંતુ કુરકુમિન કેમ ખરીદીએ. તેમને ડોક્ટર્સની મદદ લઈને સમજાવવા પડે છે કે તેમને જે પોષકતત્ત્વોની જરૂર છે તે બધાં તેમને ભોજન મારફતે નથી મળતાં. આ પોષકતત્ત્વો માટે ઔષધીય ગુણો ધરાવતાં ફંક્શનલ ફૂડ્સ અને ડાયટરી સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જરૂરી છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી