સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી / શિક્ષણ છોડી સિદ્ધિને વર્યા : ટી. સતીશકુમાર

article by prakash biyani

Divyabhaskar.com

Jan 09, 2020, 04:01 PM IST
સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
ઈરોડ(તામિલનાડુ)ની ડેરી પ્રોડક્ટ્સ કંપની મિલ્કી મિસ્ટ દરરોજ 25 હજાર ખેડૂતો પાસેથી 1.70 લાખ લિટર દૂધ ખરીદી રહી છે. રોજ 35 ટન પનીર, 1.5 લાખ લિટર દહીં અને એક મહિનામાં 180 ટન ચીઝ વેચે છે. મિલ્કી મિસ્ટના સંસ્થાપક ટી. સતીશકુમારે બિઝનેસની મુશ્કેલ સમસ્યાઓને તો ઉકેલી દીધી છે, પણ તેઓ પોતાના પુત્રના એ સવાલનો જવાબ ન આપી શક્યા કે જ્યારે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા વગર તમે 500 કરોડ રૂપિયાથી વધારેનો કારોબાર કરી રહ્યા છો તો હું અભ્યાસમાં સમય કેમ બરબાદ કરું? હું પણ અત્યારથી બિઝનેસ કરવા લાગું?
આ સવાલ જેટલી જ રસપ્રદ ટી. સતીશકુમારની કારોબારી સફર છે. ઈરોડની નજીકના એક ગામમાં 20 એકર ખેતીલાયક જમીન પર તેમના પિતા ખેતી કરતા હતા. 1983માં પિતા અને કાકાએ પાવર લુમ યુનિટ સ્થાપ્યું હતું. આ બિઝનેસ ફ્લોપ ગયો તો તેઓ બેંગલુરુમાં દૂધ મોકલવા લાગ્યા. 1992માં તેમણે આ કારોબાર પણ બંધ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ટી. સતીશકુમારની ઉંમર 16 વર્ષ હતી અને તેઓ આઠમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમણે પિતાને કહ્યું કે, ‘હું અભ્યાસ નહીં કરું અને તમારો બિઝનેસ સંભાળીશ.’ પિતાએ કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર તેમને મિલ્ક બિઝનેસ સોંપી દીધો. સતીશકુમારે જોયું કે બેંગલુરુનો તેમનો એક ગ્રાહક દૂધમાંથી પનીર બનાવે છે અને હોટલોમાં સપ્લાય કરીને તેમનાથી પણ વધારે નફો કમાય છે. તેથી તેમણે પણ પનીર બનાવવાનો નિર્ણય કર્યો, પણ તેઓ જાણતા નહોતા કે દૂધમાંથી પનીર કેવી રીતે બને છે. આરએન્ડડી કરીને સતીશકુમારે પનીર તો બનાવી લીધું. 1995માં નીમ મિલ્ક સપ્લાય છોડીને તેઓ માત્ર પનીર બનાવવા અને વેચવા લાગ્યા. 15 વર્ષ પછી પનીર રિટેલ માર્કેટમાં વેચાવા લાગ્યું તો તેમને જાણવા મળ્યું કે રિટેલર્સની પાસે પેપ્સી અને કોકના ચિલર્સ (કૂલર) છે. જેમાં તેઓ તેમનું પનીર સ્ટોર ન કરી શકે. પછી તેમણે પોતાના રિટેલર્સને કંપનીના લોગોવાળાં ચિલર્સ સપ્લાય કર્યા. ચિલર્સમાં અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ રાખવાની શક્યતા છે તે જોયું તો તેઓ માખણ, દહીં, ચીઝ, ઘી, લસ્સી, ક્રીમ અને દક્ષિણ ભારતીય સ્વીટ ડિસ પાયાસમ જેવી 20 વેલ્યૂ એડેડ ડેરી પ્રોડક્ટ્સ બનાવવા લાગ્યા. સતીશકુમારે પોતાની પ્રોડક્ટ્સનું બ્રાન્ડ નેમ ‘મિલ્કી મિસ્ટ’ રાખ્યું. 2010માં તેમણે પહેલી ટીવી કોમર્શિયલ લોન્ચ કરી. જેણે તેમનાં ઉત્પાદનોને દક્ષિણ ભારતમાં લોકપ્રિય બનાવ્યા. ત્યારબાદ તેમણે સેલિબ્રિટી શેફ સંજીવકુમારના પનીરની સો વાનગીઓ અને અન્ય દૂધનાં ઉત્પાદનોનો વિડિયો લોન્ચ કર્યો, જે એપ્સથી ફ્રીમાં ડાઉનલોડ થાય છે.
મિલ્ક મિસ્ટે 2007-08માં 13 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જે આજે 500 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ગયો છે અને 2020માં 700 કરોડ રૂપિયાનો થવાની આશા છે. કારોબાર ફેલાવાની સાથે સતીશકુમારે ડેરી પ્રોડક્ટ્સ બનાવવા માટે મશીનરીમાં રોકાણ કર્યું. 1998માં 10 લાખ રૂપિયાની બેન્ક લોન લઈને પનીરનો સેમી ઓટોમેટિક પ્લાન્ટ સ્થાપ્યો. તાજેતરમાં 500 કરોડ રૂપિયાના રોકાણથી સ્ટેટ ઓફ ધ આર્ટ ફુલ્લી ઓટોમેટિક ડેરી પ્લાન્ટ સ્થાપ્યો છે.
સતીશકુમારની પત્ની અનિતા કમ્પ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે, જે બિઝનેસ પર નજર રાખવાની સાથે સાથે બંને પુત્ર સંજય અને નીતિનનો યોગ્ય ઉછેર પણ કરી રહ્યાં છે. તેઓ પણ પોતાના નાના પુત્ર નીતિનના એ સવાલનો જવાબ નથી આપી શક્યાં કે જ્યારે ભણ્યા વગર સામાન્ય જ્ઞાનથી બિઝનેસ કરી શકાય છે, તો અભ્યાસ કરવામાં સમય કેમ બરબાદ કરવો?
[email protected]
X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી