Home » Rasdhar » પ્રકાશ બિયાણી
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

દેશનું સૌથી મોટું ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

આપણા જીવનમાં કંઈ પણ સોએ સો ટકા પરફેક્ટ નથી હોતું. કોઈ વિચાર પણ પરફેક્ટ નથી હોતા, પણ જે વળગી રહે છે તેઓ જરૂર સફળ થાય છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ(બિટ્સ)માં ટેક્નિકલ શિક્ષણ મેળવેલ શ્રીહર્ષ મેજેટી અને નંદન રેડ્ડી માટે કોર્પોરેટ વર્લ્ડમાં શ્રેષ્ઠ કારકિર્દીની સંભાવનાઓ હતી, પણ તેમને સેવક નહીં, સ્વામી બનવાની ઇચ્છા હતી. તેથી તેમણે વર્ષ 2013માં એક લોજિસ્ટિક કંપનીની સ્થાપના કરી. નાની અને મધ્યમ આકારની કંપનીઓને બ્લૂ ડાર્ટ અને ફેડ એક્સને એક વર્ષ સુધી કુરિયર સેવા ઉપલબ્ધ કરાવ્યા પછી તેમને લાગ્યું કે બિઝનેસ તો યોગ્ય પસંદ કર્યો છે, પણ સેક્ટર ખોટું પસંદ કરી લીધું છે.

ત્રણ ટેક્નોપ્રિન્યોર્સે સ્વિગ્ગીની સ્થાપના કરી, જે આજે દેશનાં 13 શહેરોમાં 25 હજારથી વધારે રેસ્ટોરાંનાં ફૂડ્સની હોમ ડિલિવરી કરી રહી છે

એટલું જ નહીં, વર્લ્ડ ક્લાસ લોજિસ્ટિક સર્વિસીસ માટે તેમને ટેક્નિકલ પ્લેટફોર્મની પણ જરૂર હતી. તેમણે આઇઆઇટી- ખડગપુરમાં શિક્ષિત પોતાના મિત્ર રાહુલ જૈમિનીને ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બિઝનેસ પાર્ટનર બનાવ્યો. આ ત્રણે ટેક્નોપ્રિન્યોર્સે હાઇપરલોકલ લોજિસ્ટિક કંપની સ્વિગ્ગીની સ્થાપના કરી, જે આજે દેશનાં 13 શહેરોમાં 25 હજારથી વધારે રેસ્ટોરાંનાં ફૂડ્સની હોમ ડિલિવરી કરી રહી છે.


શ્રીહર્ષ મજેટી વિજયવાડાના એક રોસ્ટોરાં માલિકના પુત્ર છે. તેમની માતા ડોક્ટર છે. માતા-પિતાએ પુત્રને બિટ્સ-પિલાનીમાં એડમિશન અપાવ્યું. અહીં એટેન્ડન્સનું બંધન નહોતું. હર્ષને ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગનો શોખ હતો, તેને એન્જોય કરવાની ખૂબ તક મળી. બિટ્સ, પિલાની પછી તેમણે આઇઆઇએમ- કોલકાતામાં અભ્યાસ કર્યો અને ટ્રાવેલિંગ કરતા લંડન પહોંચી ગયા. અહીં એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કના તેઓ ટ્રેડર બની ગયા, પણ આ જોબમાં તેમને મજા ન આવતાં સ્વદેશ પરત ફર્યા. બિટ્સ- પિલાનીમાંથી ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મિત્ર નંદન રેડ્ડીની સાથે અહીં તેમણે ઈ-કોમર્સમાં એન્ટ્રી લીધી. ઓગસ્ટ 2014માં કોરમંગલા, બેંગલુરુમાં એક નાનકડી ઓફિસથી 6 ડિલિવરી બોય દ્વારા 25 રેસ્ટોરાંનાં ફૂડ્સની હોમ ડિલિવરી કરવા લાગ્યા. આ સર્વિસ બધાના માટે શ્રેષ્ઠ સાબિત થઈ. રેસ્ટોરાંના વેઇટર, વીજળી અને પાણીની સાથે રિયલ એસ્ટેટનો ખર્ચો ઓછો થયો. રેસ્ટોરાં 50-60 ગ્રાહકોને જ સર્વ કરી શકતા હતા, પણ હવે તે બમણાં કરતાં પણ વધુ થઈ ગયું અને ગ્રાહકોને તેમની મનપસંદ વાનગીઓ માત્ર 37 મિનિટમાં ઘરે જ મળવા લાગી. ગ્રાહકોનો રેસ્ટોરાં આવવા જવાનો ખર્ચ અને સમય બંને બચ્યા. સ્વિગ્ગીએ પોતાના 13 હજાર ડિલિવરી બોય્સને સ્માર્ટ ફોન આપી રાખ્યા છે, જેથી સ્વિગ્ગી એપ્સ દ્વારા ગ્રાહક પોતાની ડિલિવરી ટ્રેક કરી શકે.


કંપનીના સંસ્થાપકોએ થર્ડ પાર્ટી ફૂડ ડિલિવરીનો કારોબાર એનસીઆર દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને પૂણે સહિત અનેક શહેરો સુધી ફેલાવી દીધો છે અને સ્વિગ્ગીને દેશની સૌથી મોટી ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી સર્વિસ બનાવી દીધી છે. વેન્ચર કેપિટલિસ્ટે કંપનીમાં 7.55 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. નંદન રેડ્ડી કહે છે કે જે ગતિથી અમે ચાર વર્ષ દોડ્યા છીએ તે જ ગતિએ પાંચ વર્ષ બીજા દોડશું તો દરરોજ 10 લાખ ગ્રાહકોને સર્વ કરવા લાગીશું.

prakashbiyani@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP