‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

ભાડાની ઘરવખરી : અમિત સોઢી અને વિનીત ચાવલા

  • પ્રકાશન તારીખ24 Apr 2019
  •  

નવી પેઢીના યુવા પ્રોફેશનલ્સને પણ એ ખબર હોતી નથી કે તેઓ કેટલા દિવસ કયા શહેરમાં રહેશે. દર બીજા-ત્રીજા વર્ષે તેઓ સારી તકની શોધમાં નવાં શહેરોમાં પહોંચી જાય છે. તેઓ જ્યાં જાય ત્યાં તેમને ભાડાનું મકાન તો સરળતાથી મળી જાય છે, પણ તેને રહેવા યોગ્ય ઘર બનાવવા માટે ઘરવખરી વસાવવી પડે છે. આ ઝંઝટમાંથી મુક્તિ અપાવતી રેન્ટિકલ કંપનીના સંસ્થાપક છે અમિત સોઢી અને વિનીત ચાવલા.
દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને આઇએસબી, હૈદરાબાદમાંથી શિક્ષણ મેળવેલ અમિત સોઢી તથા યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી શિક્ષણ મેળવેલ વિનીત ચાવલાએ લાંબા સમય સુધી કોર્પોરેટ વર્લ્ડમાં મહત્ત્વની જવાબદારી સંભાળી છે. ત્યાં તેમણે પોતાના સાથીઓને નોકરી પછી શહેર બદલતા બેડ્સ, ફર્નિચર, મેટ્રેસ, ફ્રીઝ, વોટર અને એર પ્યૂરિફાયર, વોશિંગ મશીન જેવાં ઉપકરણોને સાવ મફતના ભાવમાં વેચતા અથવા તેનું ટ્રાન્સપોર્ટેશન કરતા જોયા છે. આ જ લોકો પછી નવા શહેરમાં આ બધી વસ્તુઓની ખરીદી કરવા માટે આમથી તેમ ભટકે છે અને ઇન્સ્ટોલ કરાવે છે. આ જોઈને તેમણે 2015માં ડોમેસ્ટિક ગુડ્સની રેન્ટલ કંપની રેન્ટિકલની સ્થાપના કરી. આ કંપની બ્રાન્ડ ન્યૂ અથવા રિફર્બિશ્ડ (નવા જેવા) ડોમેસ્ટિક ગુડ્સ અલગ-અલગ સમયાવધિ માટે રિફન્ડેબલ રકમના બદલામાં ભાડે ઉપલબ્ધ કરાવે છે. માસિક ભાડું ઉત્પાદનની પડતરનું 2થી 3 ટકા જેટલું હોય છે. કંપની આ કન્ઝ્યૂમર ગુડ્સની ફ્રી હોમ ડિલિવરી અને ઇન્સ્ટોલેશન કરે છે અને મેઇન્ટેનન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.
ક્યારેક આપણે લોકલ કાર્પેન્ટર પાસે ઘરમાં ફર્નિચર બનાવડાવતા હતા. હવે રેડીમેઇડ ફર્નિચર ખરીદીએ છીએ જે ઓનલાઇન પણ ખરીદી શકાય છે. યુવા પેઢી એક વાર જે ફર્નિચર ખરીદે તેને વર્ષો સુધી વાપરે તે સિસ્ટમ અનુકૂળ ન હોવાથી આપણા દેશમાં પણ હવે ભાડે ફર્નિચર મળવા લાગ્યું છે.
પ્રાઇસવોટરહાઉસ કૂપરના એક અધ્યયન અનુસાર ભારતમાં રેન્ટલ ફર્નિચર માર્કેટ 800થી 850 મિલિયન ડોલર થઈ ગયું છે. આ જ રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો રેન્ટલ બિઝનેસ 300 મિલિયન ડોલર થઈ ગયો છે. આ માર્કેટમાં આજે દેશમાં સૌથી વધારે ઓનલાઇન રેન્ટલ સર્વિસ કંપનીઓ છે, જે ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ ઉપરાંત બાઇક્સ, કાર, કપડાં, રમકડાંથી લઈને ડાયમંડ જ્વેલરી પણ ભાડે ઉપલબ્ધ કરાવે છે. તેમના મોટાભાગના ગ્રાહકો એ યુવાઓ છે, જેઓ સરેરાશ વાર્ષિક 5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે અને મહાનગરો કે મોટાં શહેરોમાં કાર્યરત છે. તેઓ વિદ્યાર્થી પણ છે, જેઓ અભ્યાસ માટે એકાદ-બે વર્ષ માટે કોઈ મોટા શહેરમાં શિફ્ટ થાય છે. તેમાંથી 70 ટકા યુવા દર બે-ત્રણ વર્ષે નવી જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે. તેમના માટે ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરીવાને બદલે ભાડે મેળવવું એ સસ્તો સોદો સાબિત થાય છે. રેન્ટલ કંપનીઓ 10 હજાર રૂપિયાની કિંમતના મેટ્રેસ સહિત ડબલ બેડ્સ, બેડસાઇડ ટેબલ, વોર્ડરોબ, ડ્રેસિંગ ટેબલ વગેરે 1200 રૂપિયા માસિક ભાડે ઉપલબ્ધ કરાવે છે. ફ્રીઝ, વોશિંગ મશીન અને 32 ઇંચ એલઇડી ટીવી તો માત્ર માસિક 99 રૂપિયાના ભાડે મળી જાય છે. વિનીત ચાવલા અને અમિત સોઢી દ્વારા સ્થાપિત રેન્ટિકલની સેવાઓ અત્યારે દિલ્હી, ગુડગાંવ, નોએડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે. તેના 10 હજાર ગ્રાહકો છે. કંપની દેશનાં અન્ય શહેરોમાં પણ પોતાની સેવા લોન્ચ કરવા જઈ રહી છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP