Home » Rasdhar » પ્રકાશ બિયાણી
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

સિસ્કા : ઉત્તમચંદાની બંધુઓનો સફળ ઉદ્યમ

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

દરેકની પોતાની કાબેલિયત હોય છે. સંયોગથી કાબેલિયતને કુદરતનો સાથ મળી જાય તો કારોબાર કરોડોનો થવા લાગે છે. એસએસકે ગ્રૂપના ફાઉન્ડર ઉત્તમચંદાની બંધુઓની સાથે આવું જ કંઈક થયું. ઉત્તમચંદાની ભાઈઓ જે પણ કરે છે તેને ગુરુકૃપા જ માને છે. તેમની ટોચની કંપની એસએસકે પણ ‘શ્રી સંતકૃપા’નું સંક્ષેપીકરણ છે. આ શ્રૃંખલામાં તેમણે વર્ષ 2013માં એલઈડી લાઇટિંગ પ્રોડક્ટ્સ બનાવી તો તેનું નામકરણ કર્યું, ‘શ્રી યોગી સંત કૃપા અનંત’. આ નામના દરેક પહેલા અંગ્રેજી અક્ષર લઈને નામ થયું સિસ્કા. આ નામથી તો વિદેશી બ્રાન્ડ લાગે છે, પણ વાસ્તવમાં છે ભારતીય સાથે સાથે આધ્યાત્મિક પણ. ઉત્તમચંદાની ભાઈઓ માને છે કે ગુરુકૃપા જ છે કે અમે વાર્ષિક 11 હજાર કરોડ રૂપિયાથી વધારેનું ટર્નઓવર કરી રહ્યા છીએ. ગુરુકૃપા થશે તો તે પાંચ ઘણું વધારે થઈ જશે.


ભાગલા પૂર્વે ગોવિંદ અને રાજેશ ઉત્તમચંદાની કરાચીમાં ટ્રેડિંગ કરતા હતા. તેમના આઈએએસ પિતા ઈ.સ. 1998માં મધ્યપ્રદેશ સરકારના સેક્રેટરી પદ પર રિટાયર્ડ થયા. રાજેશે મિકેનિકલ અને ગોવિંદે કેમિકલ એન્જિનિયર બન્યા બાદ ઈ.સ. 1980ના દશકામાં ગોપી કિચન મિક્સ્ચર્સ વેચ્યા. ત્યારબાદ તેઓ ટી સિરીઝની ઓડિયો કેસેટ વેચવા લાગ્યા ત્યારે તેમના પર પહેલી કૃપા થઈ. સ્વ. ગુલશનકુમારે તેમને કોઈ પણ પ્રકારની ડિપોઝિટ વગર અનલિમિટેડ ક્રેડિટ સપોર્ટ આપ્યો. ઈ.સ. 1997માં તેમની ફર્મ બાગબહાર એપ્લાયન્સીસ કેલ્વિનેટર, વર્લ પુલ અને નોકિયાની ટ્રેડિંગ પાર્ટનર બની ગઈ. વર્ષ 2002 પછી તેઓ સેમસંગના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના વિતરક બની ગયા. વર્ષ 2006માં તેમણે એસએસકે ફર્મની સ્થાપના કરી અને સેમસંગ મોબાઇલ્સ અને એસેસરીઝના ડિસ્ટ્રીબ્યુટર બની ગયા.

વર્ષ 2013માં એલઈડી લેમ્પ અને 2018માં કેબલ્સ, વાયર્સ અને સ્વિચીસ બનાવીને ઉત્તમચંદાની બંધુઓ ટ્રેડરમાંથી મેન્યુફેક્ચરર બન્યા

વર્ષ 2013માં એલઈડી લેમ્પ અને 2018માં કેબલ્સ, વાયર્સ અને સ્વિચીસ બનાવીને ઉત્તમચંદાની બંધુઓ ટ્રેડરમાંથી મેન્યુફેક્ચરર બન્યા. 20 હજાર કરોડ રૂપિયાના કેબલ્સ અને વાયર્સ માર્કેટ પર જીએસટી લાગુ થયા પછી અસંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ સમાપ્ત થઈ રહ્યું છે. ઉત્તમચંદાની ભાઈઓને આશા છે કે તેનો 20 ટકા ભાગ સિસ્કા બ્રાન્ડને મળશે. આ જ રીતે સાધારણ બલ્બ (ફ્લોરોસેન્ટ) કાલાતીત થયા પછી સીએફએલનો દોર આવ્યો અને હવે એલઈડીનો જમાનો છે. જેને સરકાર પણ પ્રમોટ કરી રહી છે. મહારાષ્ટ્રમાં ઉત્તમચંદાની બંધુઓના અડધો ડઝન પ્લાન્ટ્સ એલઈડી બલ્બ, ટ્યૂબ લાઇટ્સ, આઉટડોર લાઈટિંગ, ઇન્ડસ્ટ્રિયલ લાઇટ્સ, ફ્લડ લાઇટ્સ બનાવી રહ્યા છે. સિસ્કા બ્રાન્ડને ભારતમાં ચાર લાખથી વધારે રિટેલર્સ વેચે છે જ્યારે અભિનેતા ઇરફાન ખાન તેને પ્રમોટ કરે છે. સિસ્કા કેબલ અને વાયર્સના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે.

સિસ્કાના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ઉત્તમચંદાની બંધુઓ પૈસા ખર્ચે છે. ગોવિંદ ઉત્તમચંદાની ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર છે જે મુખ્યત્વે માર્કેટિંગ સંભાળે છે. તેઓ બિઝનેસ ટૂરિસ્ટ છે એટલે કે મહિનામાં 25 દિવસ ટ્રાવેલિંગ કરે છે. કંપનીના ડાયરેક્ટર રાજેશ ઉત્તમચંદાની બેક એન્ડ અને લોજિસ્ટિક સંભાળે છે. ઉત્તમચંદાની પરિવારની નવી પેઢીનાં જ્યોત્સ્ના, ગીતિકા અને ગુરુમુખ બંને ભાઈઓના પ્રથમ કારોબારી સહયોગી બનવાને કારણ તેમની શક્તિમાં અનેકગણો વધારો થયો છે.

prakashbiyani@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP