Home » Rasdhar » પ્રકાશ બિયાણી
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

રુશીલ ડેકોર : ત્રણ પેઢીના પરિશ્રમની ગાથા

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

રુશીલ ડેકોર લિમિટેડ 74 વર્ષીય પિતા, 47 વર્ષીય પુત્ર અને 25 વર્ષીય પૌત્ર એટલે કે ત્રણ પેઢી દ્વારા સંચાલિત છે. જે વુડ્સ અને પ્લાયવૂડનો વિકલ્પ વૂડન પોલીમર કમ્પોઝિટ બોર્ડ (ડબલ્યુપીસીબી) અને મધ્યમ ડેન્સિટી ફાઇબર બોર્ડ (એમડીએફ) બનાવે
છે. તેનો ફર્નિચર ઉપરાંત મોટરકાર અને ટ્રકના દરવાજા તથા શેલ્ફ્સ બનાવવા અને કન્ઝ્યુમર ગુડ્સ તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ઉપયોગ વધી રહ્યો છે. આપણા દેશમાં ડબલ્યુપીસીબીની માગ વાર્ષિક 40 હજાર ટનથી પણ વધારે છે જેનો અડધાથી વધારે પુરવઠો ચીન દ્વારા પૂરો પાડવામાં આવે છે. ભારતમાં જે ગણીગાંઠી કંપનીઓ આ પ્રોડક્ટ બનાવી રહી છે તેમાની એક એટલે રુશીલ ડેકોર. જેના સંસ્થાપક ચેરમેન છે ઘનશ્યામભાઈ ઠક્કર.

રુશીલ ડેકોરનું ટર્નઓવર 300 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે

ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરનાર ઘનશ્યામભાઈએ ટ્રેડર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈ.સ. 1992-1993માં તેમણે લેમિનેટેડ શીટ્સ, પ્લાયવૂડ અને પાર્ટિકલ બોર્ડ બનાવવાનું શરૂ કર્યું હતું. ગુજરાતના આ વયોવૃદ્ધ ઉદ્યમી આજે પણ થાક્યા વિના કાર્યરત રહે છે. ઘનશ્યામભાઈ રુશીલ ડેકોરના એક્ટિવ ચેરપર્સન છે. કંપનીનું ફાઇનાન્સ મેનેજમેન્ટ સંભાળવાની સાથે રોમટીરિયલની ખરીદી પણ તેઓ જ સંભાળે છે.


કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઘનશ્યામભાઈના પુત્ર કૃપેશ ઠક્કર છે, જેઓ કહે છે કે બીડલ્યુપીસીબી રિસાઇકલ્ડ નેચરના ફાઇબર જેવો લાકડીનો પાઉડર, એગ્રિકલ્ચર વેસ્ટ અને પોલીવિનાઈલ ક્લોરાઇડના મિક્સથી બનાવે છે. આજે સમગ્ર દુનિયામાં વૂડ અને વૂડ પ્રોડક્ટ્સના વિકલ્પ તરીકે તેનું ચલણ વધી રહ્યું છે, કારણ કે 10 ડબલ્યૂપીસીબી બોર્ડ્સનો ઉપયોગ કરવાનો અર્થ છે એક વૃક્ષને બચાવવું. આ પ્રકારની જ પર્યાવરણને બચાવતી પ્રોડક્ટ છે પ્લાયવૂડનું રિપ્લેસમેન્ટ એમડીએફ જે કંપની ઈ.સ.2014થી બનાવી રહી છે. આમ તે આ ઉદ્યોગનું અર્લીબર્ડ છે.


ગુજરાત અને કર્ણાટકમાં મલ્ટિ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓની સાથે હવે કંપનીના દક્ષિણ ભારતમાં 5 નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થપાયેલા છે. તેની સાથે કંપનીના ડબલ્યૂપીસીબી ઉત્પાદનની ક્ષમતા વાર્ષિક 5700 ટન છે. રુશીલ ડેકોર દરરોજ 300 ક્યૂબિક મીટર એમડીએફ બોર્ડ્સ પણ બનાવી રહી છે અને આ ઉદ્યોગની ત્રીજી સૌથી મોટી કંપની છે. કંપની તેની ઉત્પાદન ક્ષમતા પણ દરરોજ 1100 ક્યૂબિક મીટર કરવા જઈ રહી છે.
વર્ષ 2011માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી રુશીલ ડેકોરનું ટર્નઓવર 300 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે, જે વર્ષ 2021માં એક હજાર કરોડ રૂપિયા થઈ જવાની આશા છે. શેરમાર્કેટમાં 72 રૂપિયાની કિંમતના શેરનું આજે 700 રૂપિયામાં ટ્રેડિંગ થઈ રહ્યું છે એટલે કે રોકાણકારોના પૈસા સાત ગણા થઈ ગયા છે.


ઘનશ્યામભાઈ ઠક્કરના પૌત્ર રુશીલ ઠક્કરે રેડી-ટુ અેસેમ્બલ ફર્નિચર સેગ્મેન્ટમાં એન્ટ્રી લઈને આરએન્ડડી શીટ્સ જેવાં ઉત્પાદનોના વેચાણ માટે રિટેલ આઉટલેટ્સ વીર સ્ટુડિયો ખોલ્યા છે. તેમણે 80 ડિસ્ટ્રિબ્યૂટર્સ અને 850 ડીલર્સનું માર્કેટિંગ નેટવર્ક સ્થાપિત કર્યું છે.
મેનેજમેન્ટ ગુરુ કહે છે કે પહેલી પેઢી કે જે શરૂઆત કરે છે તેને બીજી પેઢી એક મુકામે પહોંચાડે છે અને ત્રીજી પેઢી પણ ઉદ્યમી હોય તો ઉદ્યોગને શિખર પર પહોંચાડે છે.
prakashbiyani@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP