Home » Rasdhar » પ્રકાશ બિયાણી
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

હરિઓમ રાય : મોબાઈલ જગતનાં સફળ ઉદ્યમી

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

આપણા દેશમાં મોબાઈલ હેન્ડસેટનું મોટું માર્કેટ છે જે હવે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. દેશમાં એક ડઝનથી વધારે દેશી-વિદેશી કંપનીઓ મોબાઈલ હેન્ડસેટ બનાવી રહી છે, પણ આ બધામાં લાવા ઈન્ટરનેશનલ એક માત્ર એવી કંપની છે જે હેન્ડસેટ અહીં ડિઝાઈન પણ કરાવી રહી છે. ટ્રૂ ઈન્ડિયન મોબાઈલ હેન્ડસેટ બનાવનારા ઉદ્યમી છે 51 વર્ષના હરિઓમ રાય.


એક સરકારી કર્મચારીના મધ્યમવર્ગીય પરિવારમા જન્મેલા હરિઓમ રાયે ઈ.સ. 1992માં એક નાના સ્ટુડિયોમાં ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવી. ચાર મહિનામાં જ તેઓ આ જોબથી કંટાળી ગયા. ઈ.સ. 1993માં તેમણે યુરોપ અને યુએસ મેડ લેબ-એપરેટ્સ અને ઈક્વિપમેન્ટ્સ વેચવા માટે બાયોટેક્નોલોજી ફર્મ બાયોજેનટેક બનાવી. આ કંપની બે જ વર્ષમાં પોતાના માર્કેટની લીડર બની ગઈ. યુરોપિયન કંપનીઓની સાથે કામ કરતા કરતાં હરિઓમ રાયને શીખવા મળ્યું કે કોઈ પણ બ્રાન્ડની સફળતા જે ત્રણ બાબતો પર નિર્ભર કરે છે તે છે પીપલ, પ્રોડક્ટ્સ અને પ્રોસેસ. ઈ.સ. 1995માં હરિઓમ રાયે બાયોજેનટેક છોડી અને અને લોજિસ્ટિક કંપની પરફેક્ટ હેન્ડલિંગ (આજે અમેક્સ પ્રેસ વર્લ્ડ વાઈડ)ની સ્થાપના કરી. આ કંપની 400 બહુરાષ્ટ્રીય કંપનીઓને લોજિસ્ટિક સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

સફળતા જે ત્રણ બાબતો પર નિર્ભર કરે છે તે છે પીપલ, પ્રોડક્ટ્સ અને પ્રોસેસ

વર્ષ 2000માં હરિઓમ રાયે મોબાઈલ માર્કેટમાં સોનેરી તક જોઈ અને ત્રણ મિત્રો સુનિલ ભલ્લા, શૈલેન્દ્રનાથ રાય અને વિશાલ સહગલની સાથે પેસેટેલ કમ્યુનિકેશન્સની સ્થાપના કરી. 2009માં તેનું નામ લાવા ઈન્ટરનેશનલ કરવામાં આવ્યું જે મોબાઈલ હેન્ડસેટ અને ટેબલેટ બનાવી રહી છે. જે દુનિયાના એક ડઝનથી વધુ દેશોમાં વેચાઈ રહ્યાં છે. 2015માં થાઈલેન્ડમાં લાવા સ્માર્ટ ફોન લોન્ચ થયા જે 2016માં માર્કેટ લીડર બની ગયા. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના સ્ટડી અનુસાર આ વર્ષે જ લાવા એશિયાની બીજી સૌથી મોટી ફીચર ફોન બ્રાન્ડ બની ગઈ છે.


લાવા ઈન્ટરનેશનલના 15 સ્માર્ટ ફોન અને 9 ફીચર ફોન ભારતીય માર્કેટમાં છે. 6500 કરોડ રૂપિયાનો કારોબાર કરી રહેલી લાવા ઈન્ટરનેશનલે પાછલા 5 વર્ષમાં અહીં 11 કરોડથી વધારે હેન્ડસેટ્સ વેચ્યા છે. કંપનીનું નોઈડામાં ડિઝાઈન સેન્ટર છે. કંપનીના 30 ડિઝાઈનર અને એન્જિનિયર્સ દ્વારા ભારતમાં ડિઝાઈન કરવામાં આવેલ મોબાઈલ ફોન પ્રાઈમ એક્સ લોન્ચ થઈ ગયો છે અને બહુ જલ્દી સ્માર્ટ ફોન લોન્ચ થવાનો છે.


25 હજારથી વધારે કર્મચારીઓની લાવા ઈન્ટરનેશનલના નોઈડામાં બે મેન્યુફિક્ચરિંગ પ્લાન્ટ છે. કંપની વાર્ષિક 21 કરોડ મોબાઈલ હેન્ડસેટ્સ બનાવવા માટે તિરુપતિ (આંધ્રપ્રદેશ) અને ગ્રેટર નોઈડાની નજીક યમુના એક્સપ્રેસવે પર બે ગ્રીનફીલ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપી રહી છે. જ્યાં ચાઈનીઝ સિંગુઆ યુનિગ્રુપ લાવાની ભાગીદારીમાં 30 મિલિયન ડોલરનું રોકાણ કરી
રહી છે. હરિઓમ રાયને આશા છે કે 2025 સુધીમાં લાવા ઈન્ટરનેશનલનું ટર્નઓવર 35 હજાર કરોડ રૂપિયા થઈ જશે.
prakashbiyani@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP