ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર / ઇ.સ. 2020નું ગ્રહદર્શન

article by pankaj nagar

Divyabhaskar.com

Jan 02, 2020, 06:20 PM IST
ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર
ઇશ્વરનું સંવત હોય કે ઇસુનું ઇસ્વીસન હોય પરંતુ ગ્રહ તો ધર્મ નિરપેક્ષ (સેક્યુલર) હોય છે. ગ્રહોના દરબારમાં ધર્મ, જાતિ કે જ્ઞાતિવાદ સથે કોઇ લેવાદેવા નથી. ગ્રહો માત્ર એક જ પરિબળને ઓળખે છે અને આ પરિબળનું નામ છે પંચ મહાભૂત. આ જગત પર જે જે જીવ પંચ મહાભૂતમાંથી નિર્માણ પામ્યા છે તેના પર ગ્રહોની સારી કે નરસી અસરો હોય છે. જીવમાં માનવજીવ એ સૌથી મોટું બુદ્ધિશાળી પ્રાણી છે અને આ પ્રાણીનું પાણી માપવાનું કામ ગ્રહો કરે છે. ઇ.સ. 2020 દરમિયાન ગ્રહો કોના માટે શાંતા ક્લોઝ રહી તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને કોનાથી દૂર રહી તેમની શાંતિમાં લોસ કરે છે. આવો જોઇએ ગ્રહોનું સરવૈયું દેશ અને દુનિયા અને આપણા સહુ માટે કેવો સંદેશ અને સંકેત લાવે છે. આવો વિચારીએ ઇ.સ. 2020 દરમિયાન દેશ-દુનિયાનું રાજકારણ, હવામાન, આર્થિક સ્થિતિ અને રાશિવાર ફળકથન:
ઇ.સ. 2020નું ગ્રહ દર્શન કરતાં પહેલાં આકાશી ગ્રહોનું પ્રદર્શન કેવું છે તે તરફ પણ એક મીટ માંડીએ એ અત્યંત જરૂરી છે.
1 જાન્યુઆરી, 2020ની વહેલી પરોઢની ગ્રહસ્થિતિ અનુસાર સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં, મંગળ વૃશ્ચિક રાશિમાં, બુધ ધન રાશિમાં, ગુરુ ધન રાશિમાં, શુક્ર મકરમાં, શનિ ધનમાં, રાહુ મિથુનમાં અને કેતુ ધનમાં પ્રવેશી ચૂક્યો છે. અન્ય ગ્રહસ્થિતિમાં હર્ષલ મેષમાં વક્રી, નેપ્ચ્યુન કુંભ અને પ્લુટો ધન રાશિમાં ભ્રમણ કરશે. 1.1. 2020ની વહેલી સવારે ધન લગ્નમાં સૂર્ય-શનિની યુતિ અને તે પણ પ્લુટો (યમ) સાથે હોઇ ઇ.સ. 2020નું વર્ષ સતત સંઘર્ષવાળું અને સફળતા તરફ લઇ જનારું હોય તેવું લાગે છે. વર્ષની શરૂઆત ગુરુના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે. આથી ઇ.સ. 2020 દરમિયાન ભારત દેશ વિસ્તૃતીકરણ અને વિકાસ તરફ હશે તે વાત પણ નિશ્ચિત છે. ધન લગ્નની કુંડળીનો ભાગ્યેશ સૂર્ય પરમ શત્રુ શનિ સાથે દેહ સ્થાનમાં અને લગ્નેશ ગુરુ ધન રાશિમાં લગ્ને હશે. આથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે સંઘર્ષ સાથે દેશને સફળતાની ચરમ સીમાએ લઇ જશે. તે વાત ચોક્કસ છે. તેમને ઇ.સ. 2020 દરમિયાન માનપાન, સન્માન અને સફળતા મળશે. ઇ.સ. 2020 મોંઘવારી ઘટશે. પેટ્રોલની કિંમત અને અનાજ પાણી સસ્તા થશે.
ઇ.સ. 2020 દરમિયાન રાહુલ ગાંધી, સોનિયા ગાંધીની રાજકીય પીછેહઠ થશે અને સોનિયા ગાંધીની કુંડળી અનુસાર તેઓ કોઇ અસાધ્ય રોગના ભોગ પણ બની શકે છે. નવજોત સિદ્ધુ, શત્રુઘ્ન સિંહા, મમતા બેનર્જી, ગેહલોત અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સામે અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ આવશે.
પૃથ્વી પરના વાતાવરણ અને કુદરતની વિચારણા કરીએ તો ધનનો ગુરુ અગ્નિ તત્ત્વમાં હોઇ ભારે ગરમીના યોગ છે સાથે આ ગુરુ પોતાની સ્વ રાશિમાં હોઇ પૃથ્વી પર જળાભિષેક થશે. પૃથ્વી તૃપ્ત થશે અને સમગ્ર પૃથ્વી પર ગ્રીનરી (હરિયાળી) પથરાશે. શનિ અને કેતુનું જોડાણ ઇન્ડોનેશિયા, ચીન, નેપાળ, ઇરાક અને જાપાનમાં તેમજ ભારતના ઉત્તરીય ખંડમાં ધરતીકંપની સંભાવના ઊભી કરશે. શનિ અને કેતુનું જોડાણ તેમજ પ્લુટોનું ધન રાશિમાં ગોચર ભ્રમણ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા અને અલાસ્કા જેવા ઠંડા પ્રદેશોમાં પણ ગરમીનું પ્રમાણ વધારશે. આ ગ્રહ યોગ અમેરિકા, સિરિયા, ઇરાક વચ્ચે યુદ્ધ અને પાકિસ્તાનના શાસનમાં અણધાર્યો ફેરફાર લાવશે.
મિથુનનો રાહુ, ધનનો ગુરુ અને ધન/મકરનો શનિ ભારતની અર્થવ્યવસ્થામાં સુધારો લાવશે. વિદેશ-વ્યાપારનીતિ ભારતના નામને વિશ્વના નકશા પર પ્રસિદ્ધિ અને નામના આપશે. કેટલાક આર્થિક નિર્ણયો ભારતને સદ્ધર બનાવશે અને સાથે સાથે વૈજ્ઞાનિક ક્રાંતિ ક્ષેત્રે ભારત નામના મેળવશે. રમતજગત ક્ષેત્ર ભારત ઇ.સ. 2020 દરમિયાન હોકી અને ખાસ કરીને ક્રિકેટમાં વિશ્વ પ્રસિદ્ધિ સાથે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરશે. કોહલી, ચહલ, કુલદીપ યાદવ, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા નવા રેકર્ડ્સનું સર્જન કરી ભારતને નામના અપાવશે. કોહલી નવા રેકર્ડ સર કરી પ્રશંસાને પાત્ર બનશે. મહેન્દ્રસિંહ ધોની ઇ.સ. 2020 દરમિયાન ક્રિકેટ ક્ષેત્રે નિવૃત્તિ લઇ ચૂક્યા હશે.
ફિલ્મ ક્ષેત્રેથી દિલીપકુમાર, વહિદા રહેમાન, માલાસિંહા ઉપરાંત અમિતાભ બચ્ચને તબિયત અને તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું પડશે. શાહરુખ અને સલમાનના પરર્ફોર્મન્સ અને એક્ટિંગનો સિતારો ઝાંખો પડશે સાથે સાથે અક્ષયકુમાર, અનિલ કપૂર, રણવીર કપૂર, રણબીરસિંગ અને શાહિદ કપૂરનો સિતારો બુલંદી પર હશે.
આવતા અંકમાં વાચકોની રાશિ વિશે ચર્ચીશું અને વિચારીશું પરંતુ અંકશાસ્ત્રની દૃષ્ટિએ જ જાતકોની જન્મતારીખનો સરવાળો 1-4-9 થતો હોય તેવા જાતકો માટે ઇ.સ. 2020 કઠિન બનશે. જે જાતકો કોઇ પણ મહિનાની 1-10-19-28-4-13-22-31-9-18-27 તારીખે જન્મ્યા હોય તેમણે સાવધ રહેવું. જે જાતકોની જન્મ તારીખનો સરવાળો 3-7 અગર 5 થતો હોય તેમના માટે ઇ.સ. 2020 તન, મન, ધનથી શુભ છે. ઇ.સ. 2020નું ટોટલ જ 4 થાય અને તેનો સ્વામી ગ્રહ રાહુ હોઇ દરેક જાતકે શિવભક્તિ કરવી. (ક્રમશ:)
[email protected]
X
article by pankaj nagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી