સ્ટ્રેટેજી & સક્સેસ / રોજ 1 લાખથી વધુ ટેસ્ટ કરતી: ડો. લાલ પેથલેબ્સ

article by prkash biyani

પ્રકાશ બિયાણી

Jan 23, 2019, 05:42 PM IST

બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં ક્યારેક જુનિયર ડોક્ટર રહી ચૂકેલા સ્વ. ડો. એસ. કે. લાલે આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજ પૂણેમાં પેથોલોજીનો અભ્યાસ કરવા અને કૂક કાઉન્ટી હોસ્પિટલમાં પેથોલોજીની ટ્રેનિંગ લીધા પછી ઈ.સ. 1949માં દિલ્હીમાં ડો. લાલ પેથલેબ્સની સ્થાપના કરી હતી. તે દિવસોમાં મેડિકલ સાયન્સ આજના જેટલું ઉન્નત નહોતું.

  • ડો. લાલ પેથલેબ યુએઈ, સાઉદી અરબ, નાઇજીરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોને પણ ક્વોલિટી ડાયગ્નોસ્ટિક સેવા ઉપલબ્ધ કરાવી રહી છે

આજે તો ન્યૂ-એજ મેડિકો ટેસ્ટ્સના રોગનું યોગ્ય નિદાન થઈ જાય છે, પણ ત્યારે બ્લડ અને યુરિનની સામાન્ય તપાસ થતી હતી. ડો. લાલ પેથલેબ્સની પણ ક્યારેક સિમ્પલ બ્લડ ટેસ્ટ સુવિધાથી શરૂઆત થઈ હતી. ડો. લાલ પેથલેબ્સ પહેલી એવી પેથોલોજી લેબ પણ છે, જેણે 1999માં થાઇરોઇડ ટેસ્ટ શરૂ કર્યા હતા. આજે ડો. લાલ પેથલેબ્સ ઓન્કોલોજી, કાર્ડિયોલોજી, ઇન્ફેક્શન અને જેનેટિક ડિસઓર્ડર જેવા ઘણા રોગોની 3500થી વધારે સર્વિસીસ ઉપલબ્ધ કરાવી રહી છે. 4 હજાર કર્મચારીઓની ડો. લાલ પેથલેબ્સે નાણાકીય વર્ષ 2017માં 1056.90 કરોડનું ટર્નઓવર કર્યું હતું. સ્વ. ડો. એસ. કેના પુત્ર ડો. અરવિંદલાલે ફેમિલી બિઝનેસને પ્રોફેશનલી-રન બનાવીને ડો. લાલ પેથલેબ્સને બેસ્ટ ડાયગ્નોસ્ટિક સર્વિસ કંપની બનાવી છે. તેઓ આજે કંપનીના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર છે, પણ કહે છે કે હું ડોક્ટર છું જે રોગોની સારવાર કરી શકું છે, બિઝનેસનું સંચાલન તો પ્રોફેશનલ્સ જ સારી રીતે કરી શકે છે.


22 ઓગસ્ટ, 1949માં જન્મેલા હેલ્થકેર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત, મેડિકલ ગ્રેજ્યુએટ પદ્મશ્રી ડો. અરવિંદલાલે મેડિકલ ડાયગ્નોસ્ટિક્સ સેવાઓને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપથી નવા આયામ આપ્યા. 1977માં તેમણે પૈતૃક વ્યવસાયને સંભાળ્યો અને 90ના દશકામાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સને નોકરી આપવાનું શરૂ કર્યું. આ શ્રૃંખલામાં વર્ષ 2005માં ડો. અરવિંદલાલે ઓમ મનચંદાને કંપનીના સીઈઓ નિયુક્ત કર્યા.

આઇઆઇએમ અમદાવાદમાંથી એમબીએ ઓમ મનચંદાએ 10 વર્ષ હિન્દુસ્તાન યુનિલિવરમાં નોકરી કર્યા પછી મોન્સન્ટો ઇન્ડિયાના નેશનલ માર્કેટિંગ મેનેજર રહી ચૂક્યા હતા. 2003માં તેઓ રેનબેક્સીના ગ્લોબલ કન્ઝ્યુમર હેલ્થકેર ડિવિઝનમાં જોડાયા. બે દશકાના કાર્યાનુભવ પછી 2005માં તેઓ ડો. લાલ પેથલેબના સીઈઓ બન્યા ત્યારે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 45 કરોડ હતું. 2007માં તે 100 કરોડ અને 2014માં 550 કરોડ રૂપિયા થઈ ગયું. ડિસેમ્બર 2015માં તેમણે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું.

આ ઉપલબ્ધિને કારણે ડો. અરવિંદલાલ અને ઓમ મનચંદાએ ડો. લાલ પેથલેબનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવ્યું છે. નવી દિલ્હીમાં કંપનીની નેશનલ રિફરેન્સ લેબ છે. આ સિવાય 190થી વધારે ક્લિનિકલ અને મેડિકલ લેબોરેટરીઝ છે. અહીં સેવારત 175થી વધારે પેથોલોજી સ્પેશિયાલિસ્ટ, રેડિયોલોજિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ, બાયોકેમિસ્ટ્સ અને ડોક્ટરેટ ડિગ્રી મેળવેલ સ્પેશિયાલિસ્ટ દરરોજ 1 લાખથી વધારે ટેસ્ટ્સ એનાલિસિસ કરી રહ્યા છે. 1700થી વધારે લેબ પેશન્ટ્સ સર્વિસ સેન્ટર છે જ્યારે 5 હજારથી વધારે પિકઅપ પોઇન્ટ્સ છે. કંપનીના 1 હજારથી વધારે ફિલ્ડ એક્ઝિક્યુટિવ્સ છે. આ નેટવર્ક 30 એરપોર્ટ્સ અને 500થી વધારે રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલ્સ સાથે જોડાયેલું છે.


ડો. લાલ પેથલેબ્સ એનસીઆર દિલ્હી ને ઉત્તર ભારતમાં સીધા ગ્રાહકો(બી-ટુ-સી)ને સર્વ કરે છે અને બાકીના ભારતમાં બી-ટુ-બી એટલે કે હોસ્પિટલ્સને સેવા આપી રહી છે. ડો. લાલ પેથલેબ યુએઈ, સાઉદી અરબ, નાઇજીરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોને પણ ક્વોલિટી ડાયગ્નોસ્ટિક સેવા ઉપલબ્ધ કરાવી રહી છે. સ્માર્ટ ફોનથી ટેસ્ટ બુકિંગ, ઘરેથી સેમ્પલ કલેક્શન, સમયસર રિપોર્ટ્સ ડિલીવરી અને ઓનલાઇન રિપોર્ટિંગ જેવી સુવિધાઓ માટે પણ ડો. લાલ પેથલેબ વિખ્યાત છે.

[email protected]

X
article by prkash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી