સ્ટ્રેટેજી & સક્સેસ / કિટેક્સ : જેના 95 ટકા વસ્ત્રો વિદેશમાં વેચાય છે

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Jan 16, 2019, 03:44 PM IST

આપણી સફળતા અને સંપન્નતાની સાથે આપણી આસપાસના લોકોના દિવસોને પણ બદલવા જોઈએ. પોતાના પિતા સ્વ. એમ.સી. જેકબની આ વાતને અક્ષરસ: જીવનાર ઉદ્યમી કેરળના સાબુ એમ. જેકબ છે. તેમના દ્વારા સ્થાપિત કિજહાકક્મબલમ ટેક્સટાઇલ્સ (કિટેક્સ) નવજાત બાળકો (જન્મથી 24 મહિના સુધી)ના વસ્ત્ર બનાવતી આજે દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની છે. રોજગારી આપવામાં અવ્વલ એવા સાબુ એમ. જેકબે કેરળમાં પોતાના ગામને બેસ્ટ વિલેજ બનાવી દીધું છે.

બાળકોને પોષણયુક્ત ખોરાક, યુવાનોને શિક્ષણ, સમગ્ર પરિવારને હેલ્થ કેર, હાઉસિંગ, પીવાનું પાણી અને સડક સુવિધાની બાબતે કેરળનું કિજહાકક્મબલમ ટાઉનનો આજે દેશમાં કોઈ પર્યાય નથી. કેન્દ્રીય પરિવહન મંત્રીએ પાછલા દિવસોમાં ત્યાં ફૂડ સિક્યોરિટી માર્કેટના ઉદ્્ઘાટન માટે ગયા હતા. ગામને જોઈને તેઓ એટલી હદે પ્રભાવિત થઈ ગયા કે, તેમણે ઓન સ્પોટ એક રસ્તા માટે 42 કરોડ રૂપિયા મંજૂર કર્યા.

  • વર્ષ 2016-17માં સાબુ એમ. જેકબે પોતાની કંપની કિટેક્સની કમાણીનો 6 ટકા ભાગ પોતાના ગામનાં વિકાસ કાર્યોમાં ખર્ચ કર્યો

ઈ.સ. 1968માં સ્વ. એમ.સી. જેકબે પોતાના ગામમાં આઠ કર્મચારીઓની સાથે રસોડાનાં વાસણો ને કુટિર ઉદ્યોગ સ્થાપ્યો હતો. ટેક્સટાઇલ યુનિટ મારફતે તે વધારે લોકોને રોજગારી આપી શકશે તેમ વિચારીને ઈ.સ. 1972માં તેમણે પાવરલુમ્સ સ્થાપીને ગારમેન્ટ એક્સપોર્ટ્સને ફેબ્રિક્સ સપ્લાય કરવા લાગ્યા. તેમના 8 વર્ષના પુત્ર સાબુ એમ. જેકબને તેઓ પોતાની સાથે ફેક્ટરી લઈ જતા અને તેની પાસે લુમ્સની સફાઈ કરાવતા.

ક્લીનિંગ બોયથી કિટેક્સના મેનેજિંગ ડાયરેક્ટર બનનારા સાબુ એમ. જેકબે અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે કિટેક્સને લુંગી માર્કેટમાં સ્થાપિત કરી ત્યારે કંપનીએ 1995-96માં 1.8 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો.


સાબુ એમ. જેકબ પોતાના પિતા પાસેથી જે શીખ્યા તેનો ફિલ્ડમાં ઉપયોગ કર્યો. પોતાની ટેક્નિકલ સમજણને વધારવા માટે તેઓ જર્મનીમાં યોજાયેલ ગાર્મેન્ટ્સ એક્ઝિબિસનમાં ગયા. ત્યાંથી પાછા ફરીને તેઓ પોતે જ ગારમેન્ટ્સ બનાવવા લાગ્યા, પણ શરૂઆતનાં પાંચ વર્ષની ભારે મથામણ પછી તેમને સમજાયું કે ગારમેન્ટ માર્કેટની બધા જ પ્રકારની રેન્જ બનાવ્યા કરતા, તેમણે માત્ર નાનાં બાળકોના એક્સક્લુસિવ વસ્ત્રો બનાવવાં જોઈએ.


મધરકેર, બેબિઝ આર યુએસએ, ગેરબેર, જોકી એન્ડ કાર્ટ્સ જેવી બ્રાન્ડ્સ તથા વોલમાર્ટ અને ટાર્ગેટ એન્ડ જેસી પેન્ની જેવા ગ્લોબલ રિટેલર્સને કિડ્ઝ વેર સપ્લાય કરવા લાગ્યા. અમેરિકા અને યુરોપનાં બાળકો માટેનાં વસ્ત્રો બનાવતા તેમણે જાણ્યું કે, ભારતીય માર્કેટથી તેમના કાયદા એકદમ અલગ છે એટલે કે ત્યાં એવાં જ શિશુ વસ્ત્રો વેચી શકાય છે જે સેફ હોય. તેને બનાવવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ કરી શકાતો નથી.

વસ્ત્રના દોરાની પણ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ થાય છે. ક્વોલિટી અને સેફ્ટીની શરતોને પૂરી કરવા માટે સાબુ એમ. જેકબે વર્ષ 2007માં પોતાના પ્રોસેસિંગ યુનિટ્સની સ્થાપના કરી. અમેરિકામાં લામાજે લેબલ ખરીદ્યું અને પોતાની જ બ્રાન્ડ લિટલ સ્ટાર લોન્ચ કરી. ન્યૂ જર્સીમાં પોતાનો ડિઝાઇન સ્ટુડિયો પણ સ્થાપ્યો.


કિટેક્સે નાણાકીય વર્ષ 2017-18માં 1350 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. કંપનીના 10 હજાર કર્મચારીઓ દરરોજ 6 લાખ વસ્ત્રો બનાવી રહ્યા છે. તેમાંથી 95 ટકા અમેરિકામાં જ વેચાય છે. સાબુ એમ.

જેકબનું હવે પછીનું લક્ષ્ય 22 લાખ નંગ બનાવવાનું છે જેના માટે તેઓ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે.

પોતાના ગામના યુનિટમાં નવાં મશીનો પણ સ્થાપી રહ્યા છે. વર્ષ 2016-17માં સાબુ એમ. જેકબે કિટેક્સની કમાણીનો 6 ટકા ભાગ પોતાના ગામનાં વિકાસકાર્યોમાં ખર્ચ કર્યો. તેમનું કહેવું છે કે સફળતા અને સંપન્નતાને બધા સાથે વહેંચવાની એક અલગ જ મજા છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી