આ ગ્રહયોગો શેરબજારમાં જાતકને સમૃદ્ધ કરે છે

  • પ્રકાશન તારીખ24 Jan 2019
  •  

એવા અસંખ્ય માનવી હોય છે કે જેઓની જિંદગીની શરૂઆત અતિ સામાન્ય વ્યક્તિ જેવી હોય છે અને જોતજોતાંમાં જ તેઓ પ્રસિદ્ધિના શિખરે બિરાજેલા હોય. શેરબજારમાં આવા જાતકોના ઢગલા છે. જેમનું બાળપણ અતિ કરુણ-દારુણ અવસ્થામાં વીત્યું હોય અને તેમનો વર્તમાન કીર્તિમાન હોય. આવા જાતકોની કુંડળીનું નિરીક્ષણ કરવામાં આવે તો મોટાભાગની કુંડળીઓમાં ગ્રહ પરિવર્તન યોગ જોવા મળે છે. ગ્રહો વચ્ચેનું પરિવર્તન એટલે સમગ્ર જીવનનું પરિવર્તન. અલબત્ત, આવું પરિવર્તન (યોગ) શુભ ગ્રહો અગર શુભ સ્થાનના વચ્ચે હોવું જોઈએ.


પરિવર્તન યોગ એટલે ગ્રહોનું એકબીજાની રાશિમાં અગર એકબીજાના ઘરમાં બિરાજવું, પ્રવેશવું, બેસવું એને જ્યોતિષની ભાષામાં પરિવર્તન અગર રાશિ પરિવર્તન કહેવાય છે. ગુરુની સ્વરાશિ ધન-મીન છે. જ્યારે બુધની સ્વરાશિ મિથુન અને કન્યા છે, પરંતુ ઉપરોક્ત પરિસ્થિતિની ઊલટસૂલટ થઈ જાય તો ગુરુ મિથુન રાશિમાં બિરાજે અને બુધ ધન રાશિમાં બિરાજે તો બુધ-ગુરુ બંને ગ્રહો એકબીજાની રાશિમાં બેઠા કહેવાય. આવો યોગ શેરબજારમાં ગરીબને તવંગર બનાવે છે, કારણ કે બુધ એ અર્થ-પૈસા-ધન સાથે સંકળાયેલો ગ્રહ છે.

  • જો બુધ-ગુરુ એકબીજાની રાશિમાં જન્મકુંડળીમાં બિરાજે તો તેનું પરિણામ અકલ્પ્ય અદ્્ભુત અને આશ્ચર્યજનક હોય છે. આવા જાતકો શેરબજારમાંથી અઢળક ધનસંપત્તિ પ્રાપ્ત કરે છે

આવા સમયે જો બુધ-ગુરુ એકબીજાની રાશિમાં જન્મકુંડળીમાં બિરાજે તો તેનું પરિણામ અકલ્પ્ય અદ્્ભુત અને આશ્ચર્યજનક હોય છે. આવા જાતકો શેરબજારમાંથી અઢળક ધન-સંપત્તિ પ્રાપ્ત કરે છે અને નાણાં વગરનો નાથિયો, પરંતુ નાણે નાથાલાલ જેવા સામાજિક બિરુદ પ્રાપ્ત કરે છે.
અહીં ફક્ત ગ્રહ પરિવર્તન યોગનું એક ઉદાહરણ આપ્યું છે, પરંતુ આવા પરિવર્તન જુદા જુદા ગ્રહો વચ્ચે થાય ત્યારે શેરબજારમાં લીલાલહેર કરાવે છે.

અમદાવાદ અને મુંબઈમાં મોટા સટ્ટા ઓપરેટ કરનારા તેમજ સાચી મનીલાઇન મેળવનારાની કુંડળીઓમાં આ પ્રકારના પરિવર્તન યોગ ધ્યાનમાં આવ્યા છે. ગ્રહોનું પરિવર્તન એટલે અદ્્ભુત આર્થિક કાયાપલટ તેમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી, પરંતુ આવા ગ્રહ પરિવર્તન શુભ ગ્રહો વચ્ચે-શુભ સ્થાનો વચ્ચે હોય તો તેના પરિણામ સુંદર હોય છે, પરંતુ જો આઠમા સ્થાન અને પાંચમા સ્થાન વચ્ચે આવું પરિવર્તન અગર વ્યય સ્થાન (બારમું સ્થાન) અને પાંચમા સ્થાન વચ્ચે આવું પરિવર્તન હોય તો શેરબજારમાં નાણાં ગુમાવવાનો વારો આવે છે, કારણ કે પાંચમું સ્થાન શેરસટ્ટાનું સ્થાન છે અને બારમું સ્થાન વ્યવ-ખર્ચાનું કહેવાય છે.


શેરબજારમાં અનાયાસ ધનપ્રાપ્તિના યોગ
શેરબજારમાં પ્રવેશ કરતા પહેલાં આપ આપની કુંડળીનું નિરીક્ષણ કરજો. જો આપની કુંડળીમાં નીચે જણાવેલ યોગ કે ગ્રહસ્થિતિ હોય તો આપને પણ શેરબજારમાં અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે.


1. જો ચંદ્ર વૃષભ, કર્ક, ધન, મીન રાશિમાં હોય અને કુંડળીમાં 2-8-10-11મા ભાવમાં હોય.


2. મંગળ મકર રાશિમાં ને મંગળ જન્મકુંડળીમાં 4-10-11મા સ્થાનમાં બિરાજમાન હોય.


3. બુધ મિથુન અગર કન્યા રાશિમાં હોય અને કુંડળીમાં બીજા અગર ત્રીજા સ્થાનમાં હોય.


4. ગુરુ કર્ક, ધન, મીન રાશિમાં હોય અને જન્મકુંડળીમાં કેન્દ્રમાં અર્થાત્ 1-4-7-10મા સ્થાનમાં હોય.


5. શુક્ર વૃષભ, તુલા, મીન રાશિમાં હોય અને બીજા, નવમા, દસમા અગર અગિયારમા સ્થાનમાં હોય.


6. શનિ તુલા-કુંભ રાશિમાં હોય અને કુંડળીમાં બીજા-પાંચમા અગર અગિયારમા સ્થાનમાં હોય.


ઉપરોક્ત જણાવેલા યોગમાં અગર વ્યક્તિનો જન્મ થયો હોય તો ગરીબ કુટુંબમાં જન્મ થવા છતાં તે આપબળે ધનવાન બને છે. આ ઉપરાંત નીચે જણાવેલા યોગો પણ વ્યક્તિને ધનિક બનાવે છે.
1. 3-10-11મા સ્થાનમાં સૂર્ય મેષ રાશિમાં હોય.


2. ચોથા-સાતમા સ્થાનમાં તુલાનો શનિ હોય.


3. બીજા ભાવમાં બુધ-શુક્રની યુતિ હોય.


4. જો 1-5-9 સ્થાનનો સ્વામી અર્થાત્ લગ્નેશ-પંચમેશ-ભાગ્યેશ તે જ સ્થાનમાં હોય.


5. કર્ક લગ્નમાં શનિ તુલા રાશિમાં, મંગળ મકરમાં અને સૂર્ય મેષમાં હોય તો જાતક શેરબજારમાં કરોડો રૂપિયા બનાવે છે.
અહીં જણાવેલા યોગો ઉપરાંત જન્મકુંડળીના અન્ય શુભાશુભ યોગનું અર્થઘટન કર્યા બાદ શેરબજારમાં આગળ વધવું.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP