Home » Rasdhar » ભાવના સોમૈયા
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

હિરોઇનો પરણી રહી છે

  • પ્રકાશન તારીખ08 Jun 2018
  •  
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનવામાં આવે છે કે જો હીરો સફળતાની ટોચે હોય ત્યારે પરણી જાય તો તેના સ્ટારડમને કોઈ ફરક પડતો નથી. જ્યારે હિરોઇનો લગ્ન કર્યા બાદ ભાગ્યે જ કારકિર્દી અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન સાધી શકતી. અમુક ગૂઢ કારણસર બનતું એવું કે હિરોઇનનાં

આજે હવે હિરોઇનો તેમની ઝળહળતી કારકિર્દી હોય ત્યારે જ લગ્ન કરતી થઈ ગઈ છે. તેમના માટે બે ફિલ્મો વચ્ચે આરામ માટે ગેપ રાખવો તે તેમની પસંદગીની બાબત બની ગઈ છે. તેઓ વ્યક્તિગત જીવનમાં બહુ મોટાં સમાધાન કર્યાં વગર સર્જનાત્મક સંતોષ માટે ફિલ્મોમાં અભિનય કરી રહી છે.

લગ્નની અસર કાયમ તેના સ્ટારડમ પર પડતી. માનવામાં આવતું કે હિરોઇનો લગ્ન કર્યા બાદ ભાગ્યે જ કારકિર્દી અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન સાધી શકે. તેને લીધે હિરોઇનો જેમને ચાહતી તેમની સાથે સાત ફેરા ફરતા અચકાતી. જ્યારે 1950થી લઈને આજ સુધીમાં એ દિશામાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે.
જૂની અભિનેત્રીઓની વાત કરીએ તો, નરગિસ લગ્ન બાદ તેમનાં સંતાનો મોટાં ન થઈ જાય ત્યાં સુધી ફિલ્મમાં અભિનય કરવા ઇચ્છુક નહોતાં. જ્યારે મધુબાલા અભિનય કરવા માગતાં હતાં, પરંતુ તેમના સ્વાસ્થ્યે સાથ આપ્યો નહીં. તો મીનાકુમારી એક ગૃહિણી બનીને જીવવા માગતાં હતાં, પરંતુ તેમનાં પ્રારબ્ધમાં કંઈક ઓર જ લખાયું હતું. નૂતને જ્યારે કેમેરાનો સામનો કરવાનો શરૂ કર્યો ત્યારે નાની છોકરી હતાં અને ફિલ્મ સ્ટુડિયોમાં જ તેઓ મોટાં થયાં. એટલે કદાચ સ્ટારડમ અને વ્યક્તિગત જીવન બંને સમાંતર ચાલતાં રહ્યાં.
સાઠના દાયકામાં સાયરાબાનુ, શર્મિલા ટાગોર, માલા સિંહા અને સાધના જેવી પ્રથમ હરોળની હિરોઇનોએ જેમની સાથે લગ્ન કર્યાં તે હાઇપ્રોફાઇલ લોકો હતા એટલે તેમણે ક્યારેય હિરોઇનોને ફિલ્મમાં કામ કરતાં રોક્યા નહીં. સાયરાબાનુએ એક્ટર દિલીપકુમાર સાથે, સાધનાએ ફિલ્મસર્જક આર. કે. નય્યર સાથે લગ્ન કર્યાં. આર. કે. નય્યરના પ્રોડક્શનની ફિલ્મોમાં હિરોઈન સાધના હોય. માલા સિંહા અને શર્મિલા ટાગોરના પતિદેવો અનુક્રમે સી.પી.લોહાની અને ટાઈગર પટૌડીએ પત્નીઓની સાનુકૂળતા માટે મુંબઈ શિફ્ટ થવાનું પસંદ કર્યું. સિત્તેરના દશકની હિરોઇનો પુરોગામીઓ કરતાં બોલ્ડ પુરવાર થઈ. દાખલા તરીકે ડિમ્પલ કાપડિયાએ પોતાના ચાઇલ્ડહૂૂડ ક્રશ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યાં અને પછી બંને છૂટાં પડી ગયાં અને પછી ‘સાગર’ દ્વારા કમબેક કર્યું. એ જ રીતે રાખી ગુલઝાર, હેમા માલિનીએ પણ લગ્ન અને સંતાનોના જન્મ બાદ પણ ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું. જયા ભાદુરી અને નીતુ સિંહે તેમના કો-સ્ટાર સાથે લગ્ન કર્યાં. લગ્ન બાદ તેઓ ગૃહસ્થી જીવનમાં ખુશ હતાં, પણ પછી જેવા કંટાળવા લાગ્યાં કે તરત કેમેરા સામે પરત ફર્યાં હતાં. એંશીના દશકમાં શ્રીદેવી અને માધુરી દીક્ષિતનું રાજ હતું. બંનેએ લગ્ન બાદ ફિલ્મોમાંથી બ્રેક લીધો, પણ જેવાં સંતાનો મોટાં થયાં અને યોગ્ય ફિલ્મો મળી એટલે કમબેક કર્યંુ. શ્રીદેવીએ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ અને માધુરી દીક્ષિતે ‘આ જા નચ લે’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. કરિશ્મા કપૂર, કાજોલ, રવિના ટંડનને બીબાઢાળ રોલ મળવા લાગ્યા એટલે તેમણે પેકઅપ કરી લીધું. સોશિયલ મીડિયાના પ્રતાપે નેવુના દશકની હિરોઇનો પરત ફરી છે. સુસ્મિતા સેન આ બધામાં અપવાદરૂપ છે. તેણેે અપરીણિત રહીને બાળકીઓ દત્તક લીધી. તેને જોકે નોંધપાત્ર કહી શકાય તેવી ફિલ્મો તો મળી, પણ શોબિઝનેસમાં હોસ્ટેસ્ટ બ્રાન્ડ ગણાતી રહી છે. મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયે બચ્ચન કુટુંબ અને રાની મુખર્જીયશ ચોપરા કુટુંબની વહુ બન્યા બાદ કામ છોડવાનું વિચાર્યું નથી. આજે પણ તેઓ ‘સરબજિત’ અને ‘હિચકી’ જેવી ફિલ્મો કરીને સંસાર અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધી રહ્યાં છે.
હિરોઇનો વ્યક્તિગત જીવનમાં બહુ મોટાં સમાધાન કર્યાં વગર સર્જનાત્મક સંતોષ માટે અભિનય કરવા માગે છે. એટલે જ તો વિદ્યા બાલન ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘ડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ જેવી ફિલ્મો આપીનેે પ્રોડ્યુસર પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે સંસારસુખ માણી રહી છે. આજની પેઢી માટે અનુષ્કાને રોલમોડલ ગણી શકાય. તેણીએ યોગ્ય સમયે અને યોગ્ય પુરુષ સાથે લગ્ન કર્યાં છે. અનુષ્કા પતિની મેચ જોવા પણ જાય છે અને બીજે દિવસે શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોમાં પણ હાજર થઈ જાય છે. ગયા સપ્તાહે સોનમ કપૂરે બોયફ્રેન્ડ અેવા બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કરી લીધાં. કારકિર્દીના કમિટમેન્ટને કારણે હનીમૂન તેમણે મુલતવી રાખ્યું છે. જોકે, મંગલ પરિણયની આ પરીકથાનો હજી અંત આવ્યો નથી. હવે દીપિકા પદુકોણ અને રણવીરસિંહના ભવ્ય લગ્નની રાહ જોવાઈ રહી છે, અને તેના માટે ફિલ્મજગતની હસ્તીઓ કદાચ અત્યારથી કયાં વસ્ત્રો પહેરવાં તે નક્કી કરવામાં વ્યસ્ત થઈ ગયા હશે.
contact@bhawanasomaaya.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP