Home » Rasdhar » ભાવના સોમૈયા
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

અમિતાભ બચ્ચન અને પોલીસ ઓફિસરની દમદાર ભૂમિકા

  • પ્રકાશન તારીખ08 Jun 2018
  •  
હિમાંશુ રોય પરથી વિચાર આવે છે કે શું આપણી હિન્દી ફિલ્મોમાં પોલીસ અધિકારીઓનું વાસ્તવિક ચિત્રણ કરવામાં આવે છે? આ વ્યવસાય સાથે સંકળાયેલી જવાબદારીઓ અને સંકુલતાને સ્ક્રીન પર જેમની તેમ દર્શાવી છે? આ સવાલોનો જવાબ બહુધા નકારમાં મળે છે, કારણ કે મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો મૂળે પલાયનવાદી છે. પછી ભલેને વિષય કે પાત્ર કોઈ પણ

કીમોથેરપીને પરિણામે ડિપ્રેશનનો સામનો કરી રહેલા સુપરકોપ હિમાંશુ રોયે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી. આ ઘટનાક્રમને કારણે ઘણા નૈતિક સવાલો ઉપસ્થિત થાય છે. તબીબોનું કહેવું છે કે કેન્સરના દર્દીઓ થાકી હારીને આત્મહત્યાનો વિચાર કરવા લાગતા હોય છે માટે પરિવારજનોએ ખાસ સંભાળ રાખવી.

હોય, તેને સિનેમેટિક છૂટ લઈનેે રજૂ કરી દેવામાં આવે છે. સાઠના દશક સુધી તો હિન્દી ફિલ્મોમાં કોન્સ્ટેબલને વાદળી ગણવેશમાં દર્શાવવામાં આવતા. બીજી એક રૂઢ થઈ ગયેલી બાબત એ હતી કે જ્યારે હીરો વિલનને મારીમારીને અધમૂઓ કરી નાખે અને બધું પતી જાય પછી પોલીસને પહોંચતી દર્શાવવામાં આવે. હવે 1973નું વર્ષ આવે છે અને સલીમ-જાવેદ પોલીસ અધિકારીની ભૂમિકાને ‘જંજીર’ દ્વારા એક નવો જ આયામ આપે છે. ફિલ્મમાં એક પ્રામાણિક પોલીસ અધિકારી બનતા અમિતાભ બચ્ચન પોતાના ખાતા તરફથી વિરોધ થતાં પોતે જ લડવા નીકળી પડે છે. ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવામાં નિષ્ફળ જતાં વિજય હતાશામાં સરી પડે છે. તે સંજોગોમાં ગર્લફ્રેન્ડ (જયા બચ્ચન) વિજયની મદદે આવે છે. ‘જંજીર’માં કાયદો અને વ્યવસ્થાને જાળવવા જતાં કેટલું દબાણ અધિકારીએ સહન કરવું પડતું હોય છે તેનું પણ નિરૂપણ છે.
‘જંજીર’ દ્વારા બચ્ચન રાતોરાત સુપરસ્ટાર ગણાવા લાગ્યા અને પછી તો ચાર દાયકા જેટલી લાંબી કારકિર્દીમાં લગભગ અઢારેક ફિલ્મોમાં પોલીસ અધિકારીની ભૂમિકાઓ ભજવી. દરેક ફિલ્મમાં પાછી એકબીજાથી અલગ રીતે રજૂ કરી બતાવી. મનમોહન દેસાઈની ફિલ્મ ‘પરવરિશ’માં પોલીસકર્મી શમ્મી કપૂર ડાકુના દીકરાને દત્તક લે છે જે મોટો થઈને પોલીસ ઓફિસર બને છે, એ રોલમાં બચ્ચન છે. જ્યારે શમ્મી કપૂરનો જે ખરો દીકરો હોય છે તે ગુનેગાર (વિનોદ ખન્ના) બને છે. ક્લાઇમેક્સમાં બચ્ચન પોતાના ભાઈને એક્સપોઝ કરે છે અને ત્યારે દેખાય છે કે પોલીસ અધિકારીએ એક માણસ તરીકે પોતાની સંવેદનાઓ અને નૈતિકતા વચ્ચેના સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. દિગ્દર્શક શક્તિ સામંતે ‘ગ્રેટ ગેમ્બલર’માં અમિતાભ બચ્ચનને ડબલ રોલમાં ચમકાવ્યા. જેમાંથી એક પોલીસ છે તો બીજો ગુનેગાર છે. ‘ગ્રેટ ગેમ્બલર’ મૂળે એક મનોરંજક ફિલ્મ હતી, પણ ઓળખની જે ગંભીર સમસ્યા રજૂ કરી હતી તેના પરથી ખ્યાલ આવે કે કદાચ આથી પણ વધુ ગંભીર સમસ્યાઓનો સામનો પોલીસકર્મીઓના કુટુંબીજનોએ કર્યો હશે જેનો આપણને અંદાજ પણ નથી. વ્યવસાય કોઈ પણ હોય દરેક વ્યક્તિની પોતાની એક લવસ્ટોરી હોવાની! ‘રામ બલરામ’માં પોલીસઅધિકારી બચ્ચન રેખાની ખોવાયેલી સોનાની બંગડીને બદલે નકલી બંગડી રાખી દે છે જેથી તે રેખા સાથે સંબંધ કેળવી શકે.
‘સુહાગ’માં પોલીસ અધિકારીને ગાતા દર્શાવે છે અને બચ્ચનને કારણે અમજદ ખાન ફસાઈ જાય છે. ‘દોસ્તાના’માં પોલીસકર્મીની મિત્રતાની રજૂઆત છે જ્યારે ‘બરસાત કી એક રાત’માં એક સમર્પિત પતિ તરીકે બચ્ચન છે, તો ‘ઇન્કલાબ’માં તે બિનસમાધાનકારી વલણ ધરાવતી વ્યક્તિની ભૂમિકામાં છે.‘આખરી રાસ્તા’માં પોલીસ અધિકારી તરીકે અમિતાભ પોતાના જ પિતા સામે ખડો રહી જાય છે. ‘ઇન્દ્રજિત’માં તે એક દીકરી માટે લડતો પિતા છે. ‘મહાન’માં તે મિજાજી છે તો ‘ગિરફ્તાર’માં પોલીસકર્મી તરીકે ડ્રામેટિક છે. જ્યારે ‘શહેનશાહ’માં બચ્ચન અધિકારી તરીકે જાણે કશી ખબર ન પડતી હોય તેમ વર્તે છે અને ‘બડે મિયાં છોટે મિયાં’માં એ જ બચ્ચન કોમેડી કરવા જતાં ઇરિટેટ કરે છે. ‘અકેલા’માં પણ તે પોલીસકર્મી જ છે, પણ ફિલ્મને દર્શકોએ નકારી કાઢી. ‘અક્સ’ને પણ ઇચ્છિત પ્રતિસાદ મળ્યો નહોતો. ફિલ્મ ‘ખાખી’માં નિવૃત્તિના આરે પહોંચેલા ડીસીપી અનંત શ્રીવાસ્તવની ભૂમિકામાં બચ્ચને જીવ રેડી દીધો હતો. ‘દેવ’માં અમિતાભ બચ્ચન જુનિયર ઓફિસર દેવપ્રતાપસિંહની ભૂમિકામાં છે. ગોવિંદ નિહલાણીની આ ફિલ્મમાં કોમી રમખાણોની પૃષ્ઠભૂમિ છે. ‘દેવ’ દર્શાવે છે કે સત્ય અને ન્યાય આગળ કોઈ અને કશું જ મહત્ત્વનું નથી.
હિન્દી ફિલ્મોમાં પોલીસ અધિકારીના રોલના ઘણાય શેડ્સ છે, જે એક્ટર તરીકે બચ્ચનને પ્રોજેક્ટ કરવા માટે લખાયેલા રોલમાં પણ જોવા મળ્યા જ છે, પણ સૌથી મહત્ત્વનું એ છે કે પોલીસ અધિકારીનાં વિવિધ પાત્રો માનવીય અને વાસ્તવિક લાગે તે રીતે ઓનસ્ક્રીન રજૂ કરવામાં અમિતાભ બચ્ચન સફળ રહ્યા છે.
contact@bhawanasomaaya.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP