વાસ્તુ પદાર્થ કે દિશાઓ સુધી સીમિત નથી
- પ્રકાશન તારીખ13 Sep 2018
-  
-  
-  

મારું પણ એક ઘર હોય. આવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. ઘરની આસપાસ ફરતી અનેક વાર્તાઓ તેમજ ફિલ્મ ઘરની મહત્તા બતાવે છે. અનેક સપનાઓ એકસાથે પૂર્ણ થતાં હોય તેવી લાગણી અને ગૃહ પ્રવેશના ઉત્સાહ પછી જો એ જ ઘર ખાવા દોડતું હોય તેવું લાગે તો?
જ્યારે ઘરમાં નકારાત્મકતા અનુભવાય ત્યારે સર્વ પ્રથમ વિચારવું જોઈએ કે આ નકારાત્મકતાનું કારણ વ્યક્તિ પોતે તો નથી ને? મધ્ય ગુજરાતમાં એક વ્યક્તિ દર અમુક વર્ષે અઢળક કિંમતનાં મકાનો બનાવતા અને તેમાં મજા ન આવે એટલે નવી જગ્યાએ પ્રયાણ કરતા. આવું તો ક્યાં સુધી ચાલે? એમનાં મકાનોમાં વાસ્તુના પ્રાથમિક નિયમોનું પાલન પણ કરતા, પરંતુ એક પણ મકાનના કારીગરો રાજી થઈને ગયા ન હતા. કોઈની ફી પણ ન આપી હોય કે મજૂરીના વાયદા કરીને અંતે ફરી ગયા હોય તેવું પણ હતું. વળી આવો માણસ ખોટું ન કરે તેવું લોકમાનસ પણ એમને કામ લાગે. વાસ્તુના મૂળભૂત નિયમો સાથે જે પણ વ્યક્તિ ઘરની રચના સાથે જોડાઈ હોય તેને સંતૃપ્ત કરવાની વાત પણ આપણાં શાસ્ત્રોમાં છે જ. કોઈને દુ:ખી કરીને સુખી થવાય ખરું?
પહેલાંના જમાનામાં મકાનનું કાર્ય પૂર્ણ થતાં તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિને નિર્ધારિત મહેનતાણા ઉપરાંત તેઓ રાજી થાય તેટલી બક્ષિસ એટલે જ આપતા. ગૃહપ્રવેશ પહેલાંનો જમણવાર પણ આવી પ્રક્રિયાનો ભાગ ગણી શકાય |
ભારતીય વાસ્તુમાં જમીનના પરીક્ષણની વાત છે તેનું કારણ પણ એ જ છે કે જો જમીનની ઊર્જા હકારાત્મક હોય તો તેની ઉપર મકાન બનાવતી વખતે વિઘ્નો ઓછાં આવે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈક મકાન પૂરું જ નથી થતું અથવા તો તેનાં કાર્યમાં વિઘ્નો આવે અને મોડું થયા કરે. આનું કારણ જમીનની ઊર્જા હોઈ શકે. પહેલાંના જમાનામાં મકાનનું કાર્ય પૂર્ણ થતાં તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિને નિર્ધારિત મહેનતાણા ઉપરાંત તેઓ રાજી થાય તેટલી બક્ષિસ એટલે જ આપતા. ગૃહપ્રવેશ પહેલાંનો જમણવાર પણ આવી પ્રક્રિયાનો ભાગ ગણી શકાય. જે જમીન પર માણસો સંતૃપ્ત થાય તેની ઊર્જા પણ તે જમીનને મળે તેવો ભાવ વિચારી શકાય. તેનો અર્થ એવો પણ નથી કે કારણ વિના ખોટા ખર્ચા કરીને પરાણે આવું કોઈ કાર્ય થાય.
મેં નેવુંના દાયકામાં ચરોતરના એક નાના ગામમાં એક મકાન ડિઝાઇન કર્યું હતું. સામાન્ય પ્રાથમિક શિક્ષક હોવા છતાં તેમણે બધાને પોતાની ક્ષમતા અનુસાર સાચવી લીધેલા અને તેમના જીવનમાં એ જ ઘરમાં આવેલાં હકારાત્મક પરિણામો મેં નજરે જોયેલાં. વાસ્તુના નિયમો માત્ર પદાર્થ કે દિશાઓ સુધી સીમિત નથી. તે માનવીય કર્મ સાથે પણ જોડાયેલા છે. વાસ્તુ નિયમો અને કર્મને એકબીજાના પૂરક ગણી શકાય. જેમ જૂની ગાડી એક્સપ્રેસ વે પર ધીમી ચાલે અને નવી નક્કોર ગાડી ખાડાખડિયાવાળા રસ્તા પર ધીમી પડી જાય, પણ જો ગાડી અને રસ્તો બંને બરાબર હોય તો શ્રેષ્ઠ પરિણામ મળે, આપણાં શાસ્ત્રોમાં અન્યને સુખી કરીને સુખી થવાની વાત છે.
આનો અર્થ એવો નથી કે જરૂર કરતાં વધારે પૈસા આપવા, પણ જે રકમ એક વાર નક્કી થાય તેને માન આપવું જરૂરી છે. વળી કેટલીક જગ્યાએ તો પૈસા આપ્યા પછી લડીને પાછા લેવાની વાત પણ સાંભળવા મળે છે. બીજાના પૈસે ઘર ન બને, માત્ર મકાન જ બને. એક સામાન્ય કારીગરની પહોંચ ઓછી હશે પણ એની માનવીય વેદના અન્ય જેટલી જ હોય છે. તેથી જ સુખી થવા માટે મકાનની રચનામાં જોડાયેલા સહુને સહસ્મિત વિદાય કરવા જરૂરી છે.
vastunirmaan@gmail.com
તમારો ઓપિનિયન પોસ્ટ કરો
મયંક રાવલનો વધુ લેખ
- હા
- ના
કલમ
- By રાજ ભાસ્કર
- By વિનય દવે હાસ્ય
- By મધુ રાય સમાજ, સાંપ્રત
- By જયપ્રકાશ ચૌકસે
- By આશુ પટેલ સાંપ્રત