તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ શાહરુખ!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

 ‘હે એએય! મુઝે પહચાના તો નહીં?’
મુંબઈની એક ફૂટપાથ પર પાવભાજીની લારી ચલાવતો રઘુ ચિપલુણકર મોડી રાત્રે, ઘરાકી પતી ગયા પછી પોતાની લારી બંધ કરવાની તૈયારીમાં હતો ત્યાં જ રિક્ષામાંથી ઊતરીને આવેલા નવા ઘરાકને જોઈને તે ચોંકી ગયો! ‘હાઇલા! શાહરુખ ખાન? આપ?’
‘શી...શ!’ શાહરુખ ખાને નાક ઉપર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કરતાં આજુબાજુ નજર નાખી લીધી.
‘ક્યા હૈ, ફાઇવસ્ટાર હોટલોં કા ખાના ખાતે ખાતે મૈં પક ગયા હૂં! વહી સાલા ફિકા ફિકા સ્વાદ. ઉં? પાવભાજી કા અસલી કરારા સ્વાદ ચખે તો બરસોં હો ગયે! એક બના દેંગે, મેરે લિયે?’
રઘુ ચિપલુણકર તો ઘેલો ઘેલો થઈ ગયો! ‘બૈઠિએ ના, શાહરુખજી! અભી બનાતા હૂં!’
‘જરા તીખા બનાના, મસાલેદાર... ડબલ બટર માર કે!’

 • બબ્બને અલગ અલગ એરિયામાં એવી લારીઓ શોધી કાઢી, જે થોડા અંધારામાં હોય અને ખાસ ઘરાકી ન થતી હોય

શાહરુખ સાઇડના સ્ટૂલ પર જઈને બેઠો. તેણે હજી ગોગલ્સ પહેરી રાખ્યા હતા. આસપાસથી પસાર થતાં વાહનોનું ધ્યાન ન ખેંચાય એટલા ખાતર કાળા જાકીટનો કોલર ઊંચો કરી દીધો.
મસ્ત ગરમાગરમ પાવભાજી ખાધા પછી તેણે જાકીટના ખિસ્સામાં હાથ નાખતાં પૂછ્યું, ‘ભૈયા, કિતના હુઆ?’
ચિપલુણકર ગળગળો થઈ ગયો. ‘અરે ક્યા સા’બ! આપ સે પૈસા કૈસે લે સકતા હૂં? બસ, એક સેલ્ફી લેને દો, આપકે સાથ.’
બસ, એ જ વાતે શાહરુખે હસીને ઇનકાર કરી દીધો. ‘ક્યા હૈ, કિ આજ તુમ સેલ્ફી લોગે, કલ ઉસકા પ્રિન્ટ નિકાલ કે અપને ઠેલે પે લગાઓગે ઔર પરસોં સે યહાં ભીડ જમા હોને લગેગી! ફિર મૈં તો ઇધર આ હી નહીં સકતા ના? ઉં? અગર ચાહતે હો કિ મૈં યહાં આતા રહૂં, તો...’
ચિપલુણકર માની ગયો. શાહરુખ ખાન તેનો ખભો થપથપાવી, હાથ મિલાવીને જતો રહ્યો.
⬛  ⬛  ⬛
એ શાહરુખ નહોતો, બબ્બન હતો! શાહરુખનો ડુપ્લિકેટ. ઓછા અજવાળામાં અને બહુ ટીકીટીકીને ન જુઓ તો શાહરુખ જ લાગે. ફિલ્મોમાં એને ડુપ્લિકેટનું કામ મળી રહેતું. બબ્બન અચ્છો ડાન્સર હતો. શાહરુખના સ્ટેપ્સની અદ્દલોઅદલ કોપી કરી લેતો હતો. હા, ફાઇટ સીન માટે અલગ ડુપ્લિકેટો હતા. આપણો બબ્બન તો ગાયનોમાં જ્યારે કેમેરો દૂર ગોઠવેલો હોય, ખાસ કરીને ભીડમાં અથવા પહાડોની ટોચ ઉપર હિરોઇન સાથે નાચવાનું હોય ત્યારે તેને ડુપ્લિકેટ એક્ટ્રેસ જોડે ઊભો કરી દેવામાં આવતો.
શૂટિંગ હોય ત્યારે તો પૈસા ઠીકઠાક મળી રહેતા હતા, પણ જ્યારે દિવસો લગી તેનું કામ ન હોય ત્યારે બબ્બનની દશા ખરાબ થઈ જતી હતી. નાના-મોટા કોમેડી-મિમિક્રી શો પણ રોજ રોજ થોડા હોય?
એવામાં એક દિવસ જ્યારે બબ્બનનાં ખિસ્સાં સાવ ખાલી થઈ ગયાં અને પેટમાં પણ મોટી પોલ પડી હતી ત્યારે એણે આ આઇડિયા અજમાવ્યો. પાવભાજી મફતમાં ખાવા મળી ગયાં! બસ, એ દિવસથી બબ્બન રોજ રાતનું ‘ડિનર’ આ જ રીતે કરતો થઈ ગયો. એણે અલગ અલગ એરિયામાં એવી લારીઓ શોધી કાઢી, જે થોડા અંધારામાં હોય અને જ્યાં ખાસ ઘરાકી ન થતી હોય. પાવભાજી ઉપરાંત તેણે ઈંડાં-આમલેટ, ફિશ-ફ્રાય, ચિકનફ્રાય, છોલે-પૂરી તથા ચાઇનીઝ ફૂડની લારીઓ પણ શોધી રાખી હતી.
છેલ્લા ચાર વરસથી બબ્બનનો આ ખેલ ચાલી રહ્યો હતો. બસ, આ ‘ઝીરો’ ફ્લોપ ગયું ને, એ પછી શાહરુખની જેમ બબ્બનની પણ દશા બેસી ગઈ! થયું એવું કે...
⬛  ⬛  ⬛
‘આઇયે! આઇયે શાહરુખ સા’બ!’
બબ્બન હજી રિક્ષામાંથી ઊતરીને પેલા રઘુ ચિપલુણકરની ભાજીપાવની લારી પાસે પહોંચે એ પહેલાં જ કોઈ ઊંચા સરખા પહોળા માણસે ઓલમોસ્ટ અમરિશ પુરીનો અવાજ કાઢીને તેને આવકાર આપ્યો.
બબ્બન ચોંક્યો. ‘બિચારા અમરિશ પુરીના ડુપ્લિકેટને હવે પાવભાજીની લારી ચલાવવી પડે છે?’
એ નજીક ગયો. ગોગલ્સ સહેજ નીચા કરીને શાહરુખની અદામાં ગાલમાં ડિમ્પલ પડે એ રીતે સ્માઇલ આપતાં કહ્યું, ‘હેએએય! મુઝે કહીં પહચાન તો નહીં લિયા?’
‘સરજી, આપ કો કૌન નહીં પહચાનતા?’ પેલાએ અમરિશ પુરીની જેમ જ અટ્ટહાસ્ય કરતાં બબ્બનનો ખભો હચમચાવી નાખ્યો.
‘આપ બૈઠિએ, મૈં આપકી ફેવરિટ ગરમાગરમ તીખી મસાલેદાર પાવભાજી ડબલ બટર મારકે લે આતા હૂં.’
બબ્બન બેઠો તો ખરો, પણ આખો માહોલ એને શંકાસ્પદ લાગી રહ્યો હતો. ચિપલુણકરને બદલે લારીનો વહીવટ કરનારો માણસ પાવભાજી બનાવવાને બદલે વારાફરતી ફોનો કરી રહ્યો હતો: ‘આ જાઓ, ભઈ, આ જાઓ! શા’રુખજી પધાર ચૂકે હૈ.’
‘હેએએય! યે ક-કક-ક-કિસકો ફોન કરકે બુલા રહે હૈં?’ બબ્બનને ગભરામણ થતી હતી એટલે શાહરુખના તોતડાપણાની મિમિક્રી પણ પરફેક્ટ રીતે નીકળી.
પેલો હસ્યો, ‘ફિકર મત કરો શાહરુખ સા’બ, સબ આપકે ફેન હી હૈ.’
થોડી જ વારમાં શાહરુખના દસ બાર ‘ફેન’ આવી ચડ્યા! કોઈ જીપમાં આવ્યું, કોઈ બાઇક ઉપર તો કોઈ સ્કૂટર ઉપર. કોઈના હાથમાં ડંડો હતો, કોઈના હાથમાં હોકી તો કોઈના હાથમાં લોખંડની ચેઇન હતી!
બબ્બનનું તોતડાપણું વધી ગયું. ‘હેએએએય! ક-ક-ક-કકકક ક્યા હો રહા હૈ? ઉં?’
‘દેખિયે, મૈં મુંબઈ કે લારી-ગલ્લા એસોસિએશન કા પ્રેસિડેન્ટ હૂં. યે જનરલ સેક્રેટરી હૈ, યે ખજાનચી હૈ ઔર બાકી સારે ફાઉન્ડર મેમ્બર હૈ.’
બબ્બનના ટાંટિયા ધ્રૂજવા લાગ્યા. અમરિશ પુરી જેવા લાગતા પેલા પ્રેસિડેન્ટે તેના ગાલે પોતાનો પંજો ફેરવતાં કહ્યું, ‘યે તો અચ્છા હુઆ કિ કલ હમારી જનરલ બોડી મિટિંગ થી. વહાં ઇસ લારીવાલે ચિપલુણકરને બડે ગર્વ કે સાથ બતાયા કિ શાહરુખ તો ઉસકા રેગ્યુલર કસ્ટમર હૈ! તભી પતા ચલા કિ શાહરુખ સા’બ, આપ તો હમારે પચાસ મેમ્બર કે ખાસ કસ્ટમર હો! અબ આપકા સન્માન તો કરના પડેગા ના?’
બીજી જ ક્ષણે બબ્બન એનો જીવ બચાવીને ભાગ્યો! જોકે, ભાગવા જતાં એનો પગ લાઇટના થાંભલા સાથે ખરાબ રીતે અથડાયો અને એના ઘૂંટણની ઢાંકણી ફ્રેક્ચર થઈ ગઈ!
હવે તમે જ કહો, લંગડી ચાલે ચાલતો શાહરુખ ડાન્સ કરે તો કેવો લાગે?
ટૂંકમાં, બિચારા બબ્બનને શાહરુખનું કામ મળતું બંધ થઈ ગયું. હવે એ વિચારી રહ્યો છે કે એકાદ પાવભાજીની લારી ચાલુ કરી દે. શી ખબર, કોઈક દહાડો ખરેખર અસલી શાહરુખ આવીને કહે, કે...

mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો