તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ કેઇટ ને મિશેલ કોણ છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીકાઇન્ડ ટુ એનિમલ્સ વીક એટલે શું તે ખબર છે તમને? સન 1915માં, હેન્રી ફ્રાન્ક લીવિથ નામે એક અમેરિકન યહૂદી ભાઈએ મે મહિનાનું પહેલું અઠવાડિયું પ્રાણીદયા સપ્તાહ (‘બી કાઇન્ડ ટુ એનિમલ્સ વીક’) તરીકે ઊજવવાની શરૂઆત કરેલી. તે સપ્તાહ આજે સો વર્ષ પછી પણ દર વર્ષની માફક May 7–14 દરમિયાન દેશભરમાં એકધારી સફળતાથી ઊજવાઈ
રહેલ છે.
હલો, પણ ઊજવાય છે એટલે? એમાં લોકજાગૃતિનાં ચાર કાર્યો થાય છે: ખોરાકમાં વપરાતાં વાર્ષિક 10 બિલિયન પશુઓ અનુકંપાથી કપાય તે; દર વર્ષે રઝળતાં મુકાતા આઠ મિલિયન પશુઓને પાંજરાપોળોમાં આશ્રય અપાય તે; ફિલ્મ તથા ટીવી વગેરેમાં ‘અભિનય’નાં અજવાળાં પાથરીને આપણું મનોરંજન કરતાં 100,000 પ્રાણીઓ પાસેથી જીવદયાપૂર્વક કામ લેવાય તે; તથા મનુષ્યના લોભ કે અવિચારી વર્તનથી જે જે પશુજાતિઓ નિર્વંશ થઈ રહી છે તેમનો અનુકંપાથી સલામત ઉછેર ચીડિયાખાનાંમાં કે મત્સ્યાલયોમાં તથા પશુઓનાં અભયારણ્યોમાં થાય તે.
આ વર્ષે વિશેષ છે એક નવ વર્ષની બાળકી, નામ છે તેનું ‘કેઈટ!’ આખું નામ ઓસ્ટિનાઇટ કેઇટ  ગિલમેન વિલિયમ્સ. સોશિયલ મીડિયા ઉપર તે કામગરી કીડીની જેમ કામે વળગેલી રહે છે. તે કેન્યાથી એક હાથીનું મદનિયું લાવી છે તેની સાથે તેને ઉછળકૂદ કરવાની હોય છે, પશુકલ્યાણ માટે એણે બાળકોનું એક આખું પુસ્તક લખ્યું છે કોઈની સંગાથે અને બચ્ચે લોગ કો પતા હૈ કે કેઇટ તીસરી કક્ષા મેં પઢતી ભી હૈ?
બાળકો પશુઓને બચાવે, એમ? કેમ નહીં, કેઇટ સામે પૂછે છે, અનુકંપાની કોઈ એઇજ લિમિટ હોય કે?
આ બધું બન્યું કઈ રીતે? કેઇટ સાત વર્ષની હતી ત્યારે તે સાઉથ આફ્રિકામાં સફારી ઉપર ગઈ અને કુદરતની છટા તથા જંગલનાં પશુઓના દબદબાથી પ્રભાવિત થઈ, પરંતુ હાથીદાંત માટે હાથીઓનો અને શિંગડાં માટે ગેંડાઓનો અવિચારી સંહાર થાય છે, જેથી તે તે પશુઓ ક્રમશ: પૃથ્વી ઉપરથી નામશેષ થાય છે તે જાણ્યું ત્યારે તેનો આત્મા કકળી ઊઠ્યો. તેને થયું કે આમ ને આમ તો પોતાની વયનાં બાળકો મોટાં થશે ત્યાં સુધીમાં ડાયનાસોરની જેમ જ હાથીઓ કે ગેંડાઓની હસ્તી જ નહીં હોય તો?
અને સંયોગથી તેની મુલાકાત થઈ વન્યપશુઓની ‘ગાઇડ’ મિશેલ કેમ્પબેલ સાથે. બંને વાતે વળગી કે આ સંહાર કેમ અટકાવાય? બાળકો જ અટકાવી શકે, મોટાં નહીં! અને વાતમાં ને વાતમાં તે વાતોને પુસ્તકરૂપે લખવાનું સૂઝ્યું. ફોટા પડાયા! પુસ્તક લખાયું! Let's Go on Safari!
આજનાં બાળકો સમજે કે જાતિની જાતિઓ નામશેષ થઈ જાય તેવો કારમો ભય છે પશુઓ ઉપર! તેમને બચાવવા માટે હવે બાળકોને પશુઓના રક્ષક બનાવવાં!
પણ કેમ? અરે! લોકોને કહો કે ખટારામાં બેસીને આવો આફ્રિકામાં સફારી ઉપર ફરવા. જુઓ કુદરતનો વૈભવ. વનનાં પશુપંખીનો મેળાવડો! અને તમને આપોઆપ થશે કે આ વૈભવ તો આપણો વૈભવ છે, તેને સાચવવો આપણી ફરજ છે તેના સત્યાનાશનો વિચાર બી કેમ થાય!
આવું પુસ્તક લખાયાની જાણ થઈ રાયન સિક્રેસ્ટ નામે એક રેડિયોના ઉદ્્ઘોષકને, તેણે કેઇટ અને મિશેલને રેડિયો ઉપર વાતો કરવા બોલાવ્યાં ને હલો! આંખો પટપટાવો ત્યાં નવ વરસની કેઇટે લખેલા પુસ્તકના પબ્લિશર સામેથી આવ્યા ને ગયા અઠવાડિયે પશુકલ્યાણ સપ્તાહ નિમિત્તે તેનું
પ્રકાશન થયું.
આ પુસ્તક ધૂમ વેચાશે તેમાં શંકા નથી, પણ કેઇટ કે મિશેલે પૈસા માટે તે પુસ્તક લખ્યું નથી. તમામ નફો જશે David Sheldrick Wildlife Trust, the Jane Goodall Institute તથા Global Wildlife Conservation જેવી પ્રાણીઓનાં કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓને.
બંને લેખકો કહે છે કે આપણે આજે નહીં ચેતીએ તો નહીં ચાલે. આંખો મીંચીને આપણે કહીએ કે આ તો બીજા લોકોનો પ્રશ્ન છે આપણે ત્યાં બધું ઓકે છે તો તે બરાબર નથી. આજે જ આપણે ચાંપતાં પગલાં લેવાની જરૂર છે! અને ત્રીજી ચોપડીમાં ભણતી એક કેઇટ નામે બાળકીએ તે પગલું લીધું છે! તેને વધાવ્યું છે પશુકલ્યાણના વિખ્યા કર્મશીલ ડો. જેઇન ગુડઓલે અને ડેબ્રા મેસિંગ જેવાં કર્મશીલ અભિનેત્રીએ કહ્યું છે કે આ કેઇટ તો આપણા બધા માટે રોલમોડેલ છે! બુક બાય કરેગા ક્યા?
madhu.thaker@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો