તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની સૌથી મોટી માનવ બુદ્ધિ બળની નિકાસ : દેશાંતર વાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

માનવ ગુનેગાર
સંભલ-સંભલ કર બહુત પાંવ ભર રહા હૂં મૈં,
પહાડોં ઢાલ સે જૈસે ઉતર રહા હૂં મૈં,
કદમ કદમ પે ટોકતા હૈ મુઝે દિલ ઐસે,
ગુનાહ કોઈ બડા જૈસે કર રહા હૂં મૈં.
- કવિ દુષ્યંતકુમાર
(કાવ્યસંગ્રહ ‘મુક્તક ઔર રુબાઈયાં’)
સંપાદક : શેરજંગ ગર્ગ

અંગ્રેજીમાં એક શબ્દ છે- માઇગ્રેશન અને તેના ઉપરથી માઇગ્રન્ટ શબ્દ પણ છે. તેના વિવિધ અર્થ છે, પણ તેમાંથી નીતરતી પીડા એક છે. માઇગ્રન્ટ એટલે પ્રવાસી, દેશાંતર વાસી, દેશાંતર ગમન કરવું, દેશાંતર કરવું, વતનથી અને કુટુંબથી દૂર રહેવું અને ભ્રમણશીલ થવું. ભારત દેશમાંથી ચીજો નિકાસ થાય છે- ભારત, એન્જિનિયરિંગ ચીજોની નિકાસ કરે છે. જ્વેલરીની નિકાસ કરે છે, પણ અર્થશાસ્ત્રીઓ પૈકી ડો. અશોક વી. દેસાઈ કહે છે કે ભારતની મોટામાં મોટી નિકાસ માનવ શક્તિ છે- ઇટ ઇઝ હ્યુમન બીઇંગ્ઝ. બુદ્ધિ બળ કે શરીર બળથી પરદેશમાં કમાઈને જે પૈસા સ્વદેશ મોકલે છે તેનો કુલ સરવાળો 69 અબજ ડોલર થતો હતો.

 • ડોનાલ્ડ ટ્રમ્પને તેના દેશ અમેરિકાના અર્થતંત્રની જાણ નથી. કમ્પ્યૂટરો અને બીજી યાંત્રિક ગણતરીઓનું કામ કરનારા જે ‘પ્રોગ્રામ’ બનાવે છે તે ભારતીય બુદ્ધિ બળ જ છે

ભારતની આયાત-નિકાસમાં જ્યારે આયાતો વધે ત્યારે તેને ટ્રેડ ડેફિસિટ કહે છે. આ ટ્રેડ ડેફિસિટને હળવી કરનારા કુટુંબથી દૂર, સગાંવહાલાંથી દૂર, પત્નીથી દૂર, બાળકથી દૂર, માતા-પિતાથી દૂર રહેનારાં સ્ત્રી-પુરુષ છે. પહેલાં સ્ત્રી વિદેશ કમાવા જતી નહીં. આજે કુંવારી કે પરણેલી સ્ત્રી પરદેશ કમાવા માટે, કુટુંબને-મા-બાપને પોષવા માટે વધુ પરદેશ જાય છે. તેને એક ‘સિક્કો’ મળે છે- માઇગ્રન્ટ વર્કર! ભારતની ટ્રેડ ડેફિસિટી જ્યારે 43 ટકા જેટલી હતી ત્યારે આ માઇગ્રન્ટ વર્કરો પૂરી કરતા હતા. બીજા કોઈપણ દેશ કરતાં ભારતને વિદેશ કમાતાં તેનાં સંતાનો- સ્ત્રી-પુરુષો વધુ રેમિટન્સીઝ મોકલે છે. કુટુંબથી દૂર રહેવાનો અજાણતા ‘ગુનો’ કરે છે. આમાંથી અડધોઅડધ રકમ જગતની ઓઇલ ઇન્ડસ્ટ્રી (ક્રૂડ તેલ, પેટ્રોલ, ડિઝલ વગેરે) જે ગલ્ફના દેશોમાં છે તે પૂરી પાડે છે. તે દેશોના- આરબ દેશોના આળસુ અને ધનિક લોકો આપણા માઇગ્રન્ટ વર્કરને પોષે છે. માત્ર મજૂરો જ નહીં- બુદ્ધિ બળથી કમાતા ઘણા ભારતીય યુવાનો પણ વતન-કુટુંબથી દૂર જઈને કુટુંબ ખાતર કમાય છે. કોઈ ને કોઈ ઘરમાંથી દૂરનો કે નજીકનો યુવાન કે યુવતી પરદેશ કમાય છે. મારો ભત્રીજો વિજય ભટ્ટ અબુધાબી અને કુવૈતમાં કમાય છે. વતનથી દૂર રહે છે. આવા લાખ્ખો યુવાનો ભારતથી દૂર રહેતા હશે. વિદેશથી ભારતમાં જે ડોલર કે બીજાં નાણાં આવે છે તેનાથી ચોથા ભાગના યુનાઈટેડ- આરબ- અમિરાતમાંથી એટલે મુખ્યત્વે દુબઈથી કુવૈત-અબુધાબીથી આવે છે. લગભગ પાંચમા ભાગની રકમ ડોલરરૂપે અમેરિકાથી આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તેટલા પ્રતિબંધ મૂકે, પણ કમાવા માટે સ્ત્રી-પુરુષ અમેરિકાની સરહદોમાં છીંડાં શોધીને અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘૂસે છે. તેમાં ઘણા મરે છે. જીવવા ખાતર મરે છે! સમજ્યા. ડોનાલ્ડ ટ્રમ્પને હજી તેના દેશ અમેરિકાના અર્થતંત્રની જાણ નથી. કમ્પ્યૂટરો અને બીજી યાંત્રિક ગણતરીઓનું કામ કરનારા જે ‘પ્રોગ્રામ’ બનાવે છે તે ભારતીય બુદ્ધિ બળ છે.
જે કુલ રેમિડન્ટ ભારતમાં આવે છે તેમાંથી અડધોઅડધ નાણાં (વિદેશી હૂંડિયામણ) કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ગયેલું માઇગ્રન્ટ- બુદ્ધિ બળ મોકલે છે. આ રકમ મોકલનારા સંખ્યાબંધ દલાલો છે. તેને રૂડું-રૂપાળું નામ મળ્યું છે. તેને Exchange Houses - એક્સચેન્જ હાઉસ કહે છે. તે ડોલર, દિનાર કે બીજા ચલણને રૂપિયામાં ફેરવીને માઇગ્રન્ટ વર્કરનાં બુઢ્ઢાં મા-બાપને કે નવવધૂઓને મોકલે છે. ઘણા યુવાનો તો ચોરીના- લગ્નના ચાર ફેરા ફરે પછી મધુરજની માટે માત્ર ‘ચોંટવા’ મળે છે. તેને જલદી વિદેશની નોકરી સંભાળવી પડે છે. નવવધૂને તેનાં મા-બાપને સોંપીને ‘ભાગી’ જવું પડે છે. વિદેશથી ભારત આવતાં નાણાંમાં ચોથા ભાગનાં નાણાં ભારતમાં જે લોકોનાં બેન્કોમાં ખાતાં હોય તેમાં જમા થાય છે. એટલે કે વિદેશ કમાનારો ભારતનો પુત્ર બેન્કમાં ખાતાં રાખે છે. ઘણા ભવિષ્યની ચિંતા કરનારા અને ભારતમાં જેને સંપર્ક હોય તેવા સગા દ્વારા કે મિત્રો દ્વારા પ્રોપર્ટીમાં-મિલકતમાં નાણાં રોકે છે. વિદેશમાં કમાઈને દેશમાં તૈયાર મકાનો કે જમીન કે બીજી પ્રોપર્ટી ખરીદે છે. એ ખરીદી કરવામાં તેના 5 ટકા નાણાં દલાલો ખાઈ જાય છે!
માત્ર ભારત જ નહીં આ બાબતમાં એટલે કે માઇગ્રન્ટ વર્કરોની બાબતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું માનવબળ પણ કુટુંબને-બેગમોને છોડીને પરદેશ કમાય છે. બીજા બીજા દેશોનું માનવબળ જેવા કે ચીન, મેક્સિકો અને ફિલિપાઇન્સના લોકો પણ પરદેશથી કમાય છે. રિઝર્વ બેન્કનો રિપોર્ટ કહે છે કે વિદેશથી ભારતમાં પૈસા મોકલવાનો ખર્ચ ભારતમાં અડધો છે. આવા માઇગ્રન્ટ વર્કરો જગતભરમાં છે. તેનો આંકડો મળે છે તે પ્રમાણે ગ્લોબલ રેમિટન્સીઝ 2018માં અડધો અબજ ડોલર ગણાયો છે. રિઝર્વ બેન્કના મેનેજર જ્યારે આપણા ગુજરાતી હતા ત્યારે છેલ્લો આંકડો મળેલો કે ભારત અને ચીનના લોકોને વિદેશ કમાતા લોકોના 60 અબજ ડોલર મળેલા. તે પછી ફિલિપાઇન્સ અને મેક્સિકોનો નંબર આવે છે અને આપણા પાડોશનો દેશ નેપાળ તો ભારતથી આવતા 99 ટકા રેમિટન્સીઝ ઉપર જીવે છે. ગુરખાબંધુઓ ગમે તેમ કરીને ભારત ઘૂસીને ભારતીય નાગરિક બનીને કમાય છે. આ રીતે બાંગ્લાદેશીઓ પણ છીંડાં પાડીને ભારતમાં ઘૂસીને પછી ભારતીય નાગરિક બનીને તેના કુટુંબને બાંગ્લાદેશમાં પોષે છે. ભારતના કેટલા લોકો વતનથી દૂર રહીને વિદેશમાં કમાય છે? તેનો આંકડો મળ્યો કે 1.6 કરોડ ભારતીઓ વિદેશમાં જે કામ મળે તે લઈને પોતાના વતન ભારતમાં કે બીજી વિદેશી બેન્કોમાં નાણાં મોકલે છે.
બાંગ્લાદેશ, સીરિયા અને પાકિસ્તાનના 60થી 80 લાખ લોકો વતનથી દૂર રહીને કામ કરે છે. આમાં વિદેશમાં જે દેશો માઇગ્રન્ટ વર્કર્સને કામ આપે છે તેમાં પેલેસ્ટાઇન પ્રથમ નંબરે આવે છે. પેલેસ્ટાઇન ઉર્ફે વેસ્ટ બેન્કના લોકો દેશ-વિદેશી કામગારો ઉપર જીવે છે.
જગતની 3.4 ટકા વસ્તી માઇગ્રન્ટ વર્કરોની છે. આમાં અમેરિકા માઇગ્રન્ટ વર્કરો માટે કહેવાતું સ્વર્ગ છે. ‘અમેરિકા પ્લેયઝ હોસ્ટ ટુ લાર્જેસ્ટ નંબર ઓફ માઇગ્રન્ટ્સ.’ જર્મની જે જગતમાં સૌથી પ્રોસ્પરસ- ધનિક દેશ ગણાય છે, તેના દેશમાં-જર્મનીમાં 1.26 કરોડ માઇગ્રન્ટ વર્કરો છે. તેમાં જર્મની ભારતના બુદ્ધિ બળને કે માનવ બળને વધુ પસંદ કરે છે. મકાઉ ટાપુમાં કેસીનો ઇન્ડસ્ટ્રી-જુગારનો ઉદ્યોગ છે. ત્યાં 57 ટકા માઇગ્રન્ટ વર્કરો છે. તેમાં ચીના વધુ છે. 2011માં બાંગ્લાદેશનું 28 લાખનું માનવ બળ વિદેશમાં કમાતું હતું. આ આંકડાની જંજાળ તમારે વાંચવી પડશે જ. તે રીતે તમે વિદેશમાં એકલતાની ભઠ્ઠીમા શેકાતા માનવ બળની સેવા કરશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો