પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

ભવિષ્ય : માનો યા ન માનો અંકશાસ્ત્રનો પ્રભાવ માનવીના ભાવિ પર અસરકારક છે!?

  • પ્રકાશન તારીખ10 Feb 2019
  •  

અચ્છા હો યા બુરા
યહી કી ચૂપચાપ પિયે જાયે,
પ્યાસ પર પ્યાસ િજયે જાયે
કામ હર એક કિયે જાયે ઔર ફિર છિપાયે
યહ જખ્મ જો હરા હૈ, યહ પરંપરા હૈ!
કિન્તુ ઇન્કાર અગર કર દે
દર્દ કી બેબસી કો સ્વર દે
હાય સે રિક્ત શૂન્ય ભર દે
ખોલકર ધર દે, યહ જખ્મ જો હરા હૈ,
તો બહુત બુરા હૈ
- કવિ દુષ્યંતકુમાર
(કાવ્યસંગ્રહ : અવાજ કે ઘેરે)

ભારતનો માનવી શ્રદ્ધાળુ છે. આ જગતમાં જન્મ આપનાર વિધાતાએ લખેલા વિધિના લેખને બહુધા ચૂપચાપ સ્વીકારીને જીવે છે. ભલે જગત તેને અંધશ્રદ્ધાળુ કહે, પણ તેની ‘અંધશ્રદ્ધા’ પણ એક મોટું બળ બને છે. આજે મારે અંકશાસ્ત્રનો આધાર લઈને નવ(9)ના અંકના વણદેખ્યા પ્રભાવની વાત કરવી છે. નવનો અંક કેટલો પ્રભાવશાળી અને મહત્ત્વનો છે તે જાણીને મને તમને નવાઈ લાગશે. માનવજીવનમાં નવનો આંકડો કેટલું બધું પ્રભુત્વ ધરાવે છે તે જાણી લો.
- ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં નવના અંકના પ્રભાવ કે દુષ્પ્રભાવને સ્વીકારાયા છે.

- હિન્દુ ફિલસૂફીમાં નવ નવ તત્ત્વોને નિરૂપાયેલ છે. તેમાં પૃથ્વી, પાણી, હવા (વાયુ), અગ્નિ, ઈશ્વર (વિદ્યુત-વ્યોમ), સમય, અવકાશ, આત્મા અને મન!

- નવરાત્રિ જગજાહેર છે. નવરાત્રિનો જ્યાં જ્યાં હિન્દુ રહે છે ત્યાં પ્રભાવ છે.

- હિન્દુઓ નવરત્નમાં માને છે. જેણે ઘણું સિદ્ધ કર્યું છે તેવા નવ માનવો વાસ્તુશાસ્ત્રમાં- આર્કિટેક્ચરમાં નવ પ્રકાર છે.

- યોગશાસ્ત્રની દૃષ્ટિએ માનવીના શરીરમાં નવ-નવ દરવાજા છે, બે આંખ-બે કાન-મુખ-બે નસકોરાં- મળ વિસર્જન- ગંદકી વિસર્જનનાં અને સર્જનનાં બે દ્વાર.

- ભારતીય રસશાસ્ત્રમાં નવ પ્રકારના રસ છે.

- ચાઇનીઝ કલ્ચરમાં નવનો આંક શુભ ગણાય છે. ચાઇનીઝ ભાષામાં ‘નવ’ના આંકને લાંબી આવરદાવાળો ગણાય છે.

- ચીનાઓ સર્પમાં માને છે. નવ પ્રકારના અજગરો છે તેનામાં જાદુઈ શક્તિ છે એટલે ઘણા ચીના સર્પને પૂજે છે.

- ચીનાઓમાં યજ્ઞવેદી રચાય છે તેને નવ આકૃતિ છે. તેમાં એક વેદીના 8+1 દ્વાર હોય છે.

- ચાઇનીઝ ઔષધશાસ્ત્રમાં હૃદયનાં નવ પેટા અંગો છે. તે નવે નવને સાચવો તો હૃદય સચવાય છે.

  • નવ નંબર સાથે સંલગ્ન હોય તેવા વર્ષમાં જન્મનારી વ્યક્તિ ઇન્ટેલિજન્ટ, સારા વક્તા અને ખૂબ જ આત્મવિશ્વાસવાળી હોય છે. તેનું નૈતિક બળ ખૂબ ઊંચું હોય છે

- યુરોપિયન સંસ્કૃતિમાં માનવીની બહાદુરીનાં નવ લક્ષણો ગણાવાય છે! યુરોપના ધર્મશાસ્ત્રમાં આ જગતના નવ ભાગો છે! પૂર્ણ જ્ઞાન મેળવવા માણસે નવ જન્મ લેવા પડે છે.

- ગ્રીક ધર્મશાસ્ત્રમાં પણ નવના અંકને પવિત્ર મનાય છે. તેના સાહિત્યમાં નવ પ્રકારો છે.

- કોઈપણ અંકને નવથી ગુણો પછી જે આંક આવે તે શુભ ગણાય છે.

- વ્યાસ મુનિએ નવ પુરાણો રચ્યાં હતાં. 108 મહાપુરાણ રચેલાં. અર્થાત્ ઉપનિષદ રચેલા તેથી જ ચુસ્ત હિન્દુ ધર્મીઓ નવની સંખ્યાને પવિત્ર માને છે.

- રૂઢિચુસ્ત-હિન્દુઓ સતયુગમાં માને છે. સતયુગ 1296000 વર્ષનો ગણાય છે. (1, 2, 9, 6 = 18 = 18 = 9).

- દ્વાપર યુગ 864000 વર્ષનો ગણાય છે. (8-4-6=18 = 1+8=9).

- કળિયુગ 432000 વર્ષનો ગણાય છે. (4+3+2=9!).

- એક તંદુરસ્ત માનવ સામાન્ય રીતે (Normally) દિવસમાં 21600 શ્વાસોશ્વાસ લે છે!

- હિન્દુ નવખંડમાં માને છે. આકાશશાસ્ત્રમાં નવ ખંડો સ્વીકારાય છે. હિન્દુ ધર્મમાં 9નો આંક બ્રહ્માનો આંક એટલે આ સૃષ્ટિના કર્તાનો પવિત્ર આંક ગણાય છે. બીજા શબ્દોમાં 108ની સંખ્યા આખી સૃષ્ટિને આવરી લે છે.

- નવની સંખ્યા એ પૂર્ણતાનો નંબર છે અને માનવજીવનમાં ફૂલ ફીલમેન્ટનો એટલે કે સર્વ રીતે માનવની પૂર્ણતાને વર્ણવે છે.

- નવની સંખ્યા ડહાપણ અને સારી નેતાગીરીનો દ્યોતક છે. નરેન્દ્ર મોદીના આખા નામમાં નવનો આંકડો પ્રભાવકારી છે. નરેન્દ્ર મોદી માટે નવની સંખ્યા દૂઝણી છે. હવે જોવાનું છે કે 2019ની સાલની ચૂંટણી તેને મોટી દૂઝણી નીવડે છે કે નહીં? અરે તેનો પરાજય થાય તો પણ નવની સંખ્યા મોદી માટે સ્વર્ગનું સુખ આપનારી છે.

- એક વર્તુળની ડિગ્રી 360 છે એટલે કે 3+6=9 છે.

- નવની સંખ્યાને હ્યુમેનિટી- માનવતાની સંખ્યા ગણવામા આવે છે.

- નવના આંકડાના વર્ષમાં જન્મ્યા હોય તેવા માનવોના (સ્ત્રી-પુરુષ બન્ને) મૂળભૂત ગુણો કે અવગુણો શું છે? (તમારા નામનો આંક જાણી લેજો). આ નવનો આંકડા શુભ છે કે અશુભ- તે વાત વિવાદાસ્પદ છે. મોટા ભાગના લોકો નવના આંકવાળા વર્ષમા જન્મ્યા હોય તે અન્ય લોકોમાં લોકપ્રિય હોય છે અને સૌને ગમે છે. તેને ઘણા ચાહે છે. આ આંકવાળા વર્ષમા જન્મેલા લોકો આત્મવિશ્વાસવાળા- સેલ્ફ મેન્ફિડન્ટ હોય છે તે જેવું હૃદયમા હોય તેવું બહાર બોલી નાખે છે- દંભ કરતા નથી. તેને ઘણા મિત્રો હોય છે અને તે સદાય પ્રવૃત્તિશીલ રહે છે.

- નવ નંબર સાથે સંલગ્ન હોય તેવા વર્ષમાં જન્મનારી વ્યક્તિ ઇન્ટેલિજન્ટ, સારા વક્તા અને ખૂબ જ આત્મવિશ્વાસવાળી હોય છે. તેનું નૈતિક બળ ખૂબ ઊંચું અને બીજા કરતાં વધુ હોય છે. તેનું વર્તન હંમેશાં નૈતિક હોય છે- રિપીટ- તેનું નૈતિક બળ ઊંચું હોય છે. તે મોટે ભાગે દેખાવે રૂપાળા અને પ્રભાવશાળી- પર્સનાલિટીવાળા હોય છે (ગ્રેસફુલ એન્ડ એલિગન્ટ).

- નવની સંખ્યા સાથે જેની જન્મ તારીખ જોડાયેલી હોય છે, તેણે જીવનમાં ખૂબ જ સહિષ્ણુ બનવાનું હોય છે. તેણે બીજાએ કરેલા
અન્યાયને માફ કરતા શીખવું જ જોઈએ. ડગલે ને પગલે અન્યાય થાય તે અંતે તેના લાભમાં પરિણમે છે!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP