ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ઈ-મેઇલમાં ઈ-મેઇડ જોડો

  • પ્રકાશન તારીખ23 Dec 2019
  •  
ટેક બુક- હિમાંશુ કીકાણી
ઘણી સુવિધાઓ એવી હોય છે, જેની ઊણપ આપણને સામાન્ય રીતે સાલતી ન હોય, આવી સુવિધા મળે ત્યારે એવો વિચાર પણ આવે કે અત્યાર સુધી એના વિના કેમ ચાલ્યું? જેમ કે, તમે વર્ષોથી ઈ-મેઇલનો ઉપયોગ કરતા હશો, પણ કદી એવી જરૂર લાગી છે ખરી કે એક ઈ-મેઇલમાં બીજો (કે બીજા!) ઈ-મેઇલ એટેચ કરવાની સુવિધા હોવી જોઈએ?
આપણને ઈ-મેઇલમાં જાતજાતની, કેટલાય પ્રકારની ફાઇલ્સ એટેચ કરવાની વર્ષોથી ટેવ છે, પણ તેમાં, ઈ-મેઇલ જ એટેચ કરવાની સુવિધા હોવી જોઈએ એવો કદી વિચાર આવતો નહોતો.
સામાન્ય રીતે આપણને આવી સુવિધાની જરૂર હોતી નથી, કેમ કે કોઈને આપણે મેઇલ કરી રહ્યા હોઈએ ત્યારે બીજા કોઈ ઈ-મેઇલનો રેફરન્સ આપવાનો હોય તો આપણે એ જૂનો મેઇલ ઓપન કરીને એ જ થ્રેડમાં નવો મેઇલ મોકલી શકીએ.
પણ ક્યારેક એવું પણ બને કે નવો મેઇલ મોકલતી વખતે, જૂના બે-ચાર મેઈલનો રેફરન્સ આપવો જરૂર હોય. ત્યારે? ઈ-મેઇલમાં થ્રેડની સુવિધા છે એ માત્ર એક ઈ-મેઇલની પાછળ બીજો ઈ-મેઇલ જોડવા માટે કામ લાગે છે.
ધારો કે આપણે બે-ચાર મિત્રો સાથે મળીને કોઈ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોઈએ, એ વિશે કેટલાક ઈ-મેઇલ્સની આપ-લે થઈ હોય અને પછી કોઈ નવો મિત્ર પણ એ પ્રોજેક્ટમાં જોડાય, તો ગ્રૂપ લીડર એ નવા મિત્રને નવો મેઇલ મોકલે અને તેની સાથે રેફરન્સ તરીકે પેલા બે-ચાર ઈ-મેઇલ પણ એટેચમેન્ટ તરીકે મોકલી આપે તો કામ કેવું સહેલું બની જાય?
જીમેઇલમાં હવે આવી સુવિધા ઉમેરાઈ છે. એ માટે તમે પીસીમાં નવો મેઇલ કમ્પોઝ કરવાનું બોક્સ ખોલો ત્યારે પાછળ દેખાઈ રહેલા ઇનબોક્સમાંથી જુદા જુદા મેઇલ સિલેક્ટ કરીને, તેને કમ્પોઝ બોક્સમાં ડ્રેગ કરી લાવીને એટેચ કરી શકો છો.
આ જ કામ કરવાનો બીજો રસ્તો, આપણે જે જુદા જુદા મેઇલ્સ નવા મેઇલમાં એટેચમેન્ટ તરીકે મોકલવા હોય તેને પહેલાં ઇનબોક્સમાં સિલેક્ટ કરી, તેમાંથી કોઈ પણ એક પર રાઇટ ક્લિક કરતાં, જે મેનુ ખૂલે તેમાં ‘ફોરવર્ડ એઝ એટેચમેન્ટ’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરતાં એક નવા ઈ-મેઇલનું કમ્પોઝ બોક્સ ખૂલી જશે.
આ સગવડ તમને અત્યારે ન મળે તો થોડી ધીરજ રાખવી પડશે, કેમ કે તે ધીમે ધીમે રોલ આઉટ થઈ રહી છે. તમારે તેનો લાભ લેવા માટે બીજું કશું કરવાનું નથી, ફક્ત જ્યારે જરૂર જણાય ત્યારે ઈ-મેઇલ એટેચ કરવાનો પ્રયાસ કરી જોવાનો છે!
એટેચમેન્ટ સ્વરૂપે મોકલેલ ઈ-મેઇલ .ઇએમએલ ફોર્મેટમાં મોકલાય છે અને તેને ક્લિક કરતાં, એ નવી વિન્ડોમાં ઓપન થાય
છે. મોબાઇલ ફોનમાં તે મુખ્ય ઈ-મેઇલ નીચે જ
વાંચી શકાશે.
કોઈ ક્લાયન્ટ પાસે પેમેન્ટ બાકી હોય તેવાં જુદા જુદા ઇનવોઇસની ઉઘરાણી કરવી હશે ત્યારે આ સુવિધા બહુ કામ લાગશે!
[email protected]
x
રદ કરો

કલમ

TOP