તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઇંગ્લિશનો અનોખો ક્લાસરૂમ!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયબર સફર- હિમાંશુ કીકાણી 
સાચી અને સારી રીતે કોઈ પણ ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરવાની આવડત ચોક્કસ એક કળા છે અને આજના ટેકયુગમાં પણ આ કળાનું મહત્ત્વ ક્યારેય ઓછું થવાનું નથી. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે અન્ય બધી બાબતે તમે અને તમારા હરીફો સમોવડિયા (અઘરો શબ્દ? સોરી!) હો ત્યારે તમે માત્ર ભાષાના જોરે મેદાન મારી શકો છો - એમાં પણ આ ભાષા ઇંગ્લિશ હોય ત્યારે તો ખાસ!  ઇન્ટરનેટ પર ઇંગ્લિશ પર પ્રભુત્વ કેળવવામાં મદદરૂપ થતી સંખ્યાબંધ સાઇટ્સ છે અને એમાંની કેટલીક તો એવી સરસ છે કે આપણને રીતસર ઇર્ષા થાય કે આવી સાઇટ્સ આપણી ભાષામાં કેમ નથી?! 
આજે જે સાઇટની વાત કરવી છે એ - આવી મોટા ભાગની સાઇટ્સના કિસ્સામાં બને છે તેમ - ઇંગ્લિશ એકડેએકથી શીખવામાં ઉપયોગી થાય એવી નથી, પણ ઇંગ્લિશ પરની પકડ મજબૂત કરવામાં ખાસ ઉપયોગી થાય તેમ છે. તેમાં ખાસ કરીને ઇંગ્લિશમાં રાઇટિંગ સ્કિલ્સ કેળવવામાં મદદરૂપ થાય એવી ભરપૂર સામગ્રી છે.
સાઇટ છે ક્વિલ.ઓર્ગ. (https://www.quill.org) મૂળ તો આ સાઇટ સ્કૂલ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટના ટીચર્સને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી સાઇટનો ઉપયોગ તદ્દન ફ્રી છે. સાઇટનો હેતુ પહેલાથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સારા રાઇટર્સ બનાવવાનો છે! એ માટે આ સાઇટ જુદા જુદા પ્રકારના લર્નિંગ ટૂલ્સ આપે છે. દરેક ટૂલમાં એક પ્રકારની, ઇંગ્લિશમાં રાઇટિંગ સંબંધિત એક્ટિવિટી હોય છે, જે વિદ્યાર્થી ગણતરીની મિનિટમાં પૂરી કરી શકે છે. 
ફક્ત એક ઉદાહરણ જોઈએ તો, એક ટૂલ છે ‘ક્વિલ કનેક્ટ’. આ એક્ટિવિટીમાં આપણને 3-4 વાક્ય આપવામાં આવે છે, આપણે એ બધાંને એકમેક સાથે સાંકળીને એક નવું, વેલ-સ્ટ્રક્ચર્ડ વાક્ય બનાવવાનું છે. ક્વિલની મજા એ છે કે તેમાં આપણે જે પણ પ્રયાસ કરીએ તેનો ફીડબેક મળે છે. ઇંગ્લિશમાં, પ્રમાણમાં લાંબાં વાક્યો લખવાની જેમને પ્રેક્ટિસ ન હોય એવા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વાક્યોને જોડવાની વાત આવે એટલે વચ્ચેથી ફુલસ્ટોપ દૂર કરીને તેને સ્થાને ‘એન્ડ’ મૂકીને કામ ચલાવી લે છે.
આ શોર્ટકટ થયો! શોર્ટકટ્સથી રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ ન થાય! એટલે કોઈ વિદ્યાર્થી આવી રીતે નવું વાક્ય બનાવે તો તેને ફીડબેક મળે કે ‘એન્ડ’નો ઉપયોગ ગ્રામરની રીતે ભલે સાચો હોય, પણ ‘સો’, ‘હેન્સ’ વગેરેથી વાક્યને વધુ પાવરફુલ બનાવી શકાય. વિદ્યાર્થી એટલે પહોંચે એટલે તેને વાક્યમાં કોમા અને અન્ય પંક્ચ્યુએશન માર્ક્સ યોગ્ય રીતે મૂકવાની પ્રેક્ટિસ કરાવવામાં આવે!
આપણે ત્યાં સ્માર્ટ ક્લાસ કે સ્માર્ટ ટીચિંગની વાતો શરૂ થઈ છે અને ગણીગાંઠી સ્કૂલ ખરેખર ટેક્નોલોજીનો ટીચિંગમાં સ્માર્ટ ઉપયોગ કરતી થઈ છે, પણ આ સાઇટ જોતાં સમજાય તેવું છે કે આવનારા સમયમાં શિક્ષણમાં ટેક્નોલોજીથી કેવાં જબરાં પરિવર્તનો આવવાનાં છે. 
આ સાઇટ સ્કૂલ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થઈ છે. સ્કૂલ ટીચર્સ તેમાં પોતાનું એકાઉન્ટ ખોલાવે, તેમના સ્ટુડન્ટ્સ પણ એકાઉન્ટ ખોલાવે અને પછી સ્કૂલના વાસ્તવિક ક્લાસરૂમને સમાંતર એક નવો જ ક્લાસ ચાલે એવો આખો કન્સેપ્ટ છે. ટીચર સાઇટ પરના રેડીમેઇડ ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાના સ્ટુડન્ટ્સને એસાઇન્મેન્ટ્સ આપતા જાય અને સ્ટુડન્ટ્સ તેના પર કામ કરી, ટીચર અને સાઇટ તરફથી ફીડબેક મેળવે.
તમે ટીચર ન હો, પણ પોતાના સંતાનનું ઇંગ્લિશ પાકું કરવામાં (સાથોસાથ, પોતાનું પણ!) તમને રસ હોય તો તમે પણ આ સાઇટ પર ટીચર તરીકે એકાઉન્ટ ખોલાવી શકો, પછી ભલે તમારા ક્લાસમાં તમારાં પોતાનાં એક-બે સંતાનો જ સ્ટુડન્ટ હોય.
આપણા ઇંગ્લિશ ટીચર્સ આ સાઇટનો ઉપયોગ કરતા થાય તો ભયોભયો!
www.cybersafar.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો