તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્લટરમાંથી આઝાદી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયબર સફર- હિમાંશુ કીકાણી 
જે રીતે મોદી સરકારે એક ઝાટકે જમ્મુ અને કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરી દીધી એ રીતે તમારે, કોઈ વેબ આર્ટિકલની પ્રિન્ટ કાઢવી હોય તો તેમાંથી એક ઝાટકે જાહેરાતો અને બીજું બિનજરૂરી કન્ટેન્ટ દૂર કરવું હોય તો શું કરો? સદ્્ભાગ્યે આ કામ 370મી કલમ દૂર કરવા જેટલું જટિલ નથી. બ્રાઉઝરના કેટલાંક, કદાચ અજાણ્યાં રહેલાં પાસાં સમજીને તેનો ઉપયોગ કરવાનો રહે. 
ઇન્ટરનેટનું અર્થતંત્ર અત્યાર સુધી જાહેરાત આધારિત રહ્યું છે પણ હવે પ્રકાશનોને સમજાયું છે કે માત્ર જાહેરખબરથી ટકી શકાશે નહીં એટલે ઘણાં ખરાં પ્રકાશન જૂથો લવાજમ પદ્ધતિ અપનાવવાનું વિચારે છે. અલબત્ત, હજી પણ વેબસાઇટ્સ પર મૂળ કન્ટેન્ટની આજુબાજુ અનેક પ્રકારની જાહેરાતોની ભરમાર હોય છે, જે પ્રિન્ટ કાઢતી વખતે અડચણરૂપ બને છે અને કાગળ-શાહીનો બિનજરૂરી બગાડ પણ કરે છે. 
આનો બે-ત્રણ રીતે ઉપાય થઈ શકે: સૌથી સહેલો રસ્તો પીસીના બ્રાઉઝરમાંના ‘રીડિંગ મોડ’નો ઉપયોગ કરવાનો છે. આ મોડમાં આપણે જે વેબપેજ જોઇ રહ્યા હોઇએ તેનો એક સ્પેશિયલ વ્યૂ ઓપન થાય છે, જેમાં એ આર્ટિકલની માત્ર ટેક્સ્ટ અને મહત્ત્વની ઇમેજીસ જોવા મળે છે. અવરોધરહિત વાંચન માટે આ મોડ બહુ ઉપયોગી છે તેમજ આ મોડમાં હોઇએ ત્યારે એ આર્ટિકલની ક્લટર-ફ્રી પ્રિન્ટ લેવામાં પણ તે ઉપયોગી થઈ શકે છે.
જોકે, આ રસ્તો કેટલો સહેલો છે તેનો આધાર તમે કયા બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તેના પર છે. સૌથી લોકપ્રિય ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં હાલમાં તે ઉપલબ્ધ નથી. એટલે તેનો લાભ લેવો હોય તો આપણે ક્રોમના ફ્લેગ્સ પેજમાં જઇને ‘ઇનેબલ રીડર મોડ’ નો ઓપ્શન ઓન કરવો પડે. આટલું કર્યા પછી ક્રોમના સેટિંગ્સમાં ‘ડિસ્ટિલ પેજ’નો વિકલ્પ મળે છે તેને ક્લિક કરવાથી રીડર મોડ ઓપન થાય છે.
આવી કસરત ન કરવી હોય તો મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ કે એપલ સફારી બ્રાઉઝરમાં રીડર મોડ બ્રાઉઝરના જ એક ભાગ તરીકે ઉપલબ્ધ છે.  એ માટે, મોઝિલામાં એડ્રેસબારમાંના એક પેજ જેવા ‘ટોગલ રીડર વ્યૂ’ બટનને ક્લિક કરો કે એફ9 પ્રેસ કરો. આથી તે આર્ટિકલ રીડર મોડમાં ઓપન થશે.
એપલના સફારી બ્રાઉઝરમાં એડ્રેસબારમાં ડાબી તરફ ટેક્સ્ટ દર્શાવતો આઇકન જોવા મળે છે. તેને ક્લિક કરી શકાય અથવા Cmd+Shift+Rનો કમાન્ડ આપી શકાય. આ રીતે રીડર મોડમાં ગયા પછીની વાત સહેલી છે. બ્રાઉઝરના મેનૂમાં જાઓ અને તેમાં પ્રિન્ટ કમાન્ડ પસંદ કરો.
અલબત્ત, એ ધ્યાન રાખશો કે રીડર મોડ વેબ આર્ટિકલ માટે હોય છે એટલે કોઈ વેબસાઇટના હોમપેજ પર જુદા જુદા અનેક આર્ટિકલ્સની માત્ર લિંક્સ હોય તો તેને પ્રિન્ટ કરવામાં આ પદ્ધતિ કામ લાગશે નહીં.
રીડર મોડ જેટલો જ સહેલો એક રસ્તો છે પ્રિન્ટફ્રેન્ડલી.કોમ(printfriendly.com)નો લાભ લેવાનો. આ સાઇટ પર તમે તમને જોઈતા વેબપેજનું યુઆરએલ કોપી-પેસ્ટ કરો એટલે એ આપણને જોઈએ તેવો, ક્લટર વિનાનો પ્રિન્ટ પ્રિવ્યૂ આપે છે, તેને પ્રિન્ટ કરી લો! આ જ સર્વિસનું ગૂગલ ક્રોમ એક્સટેન્શન પણ છે. ઇન્ટરનેટનો રિસર્ચ માટે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ કે ઓફિસના કામકાજ માટે વારંવાર વેબપેજીસની પ્રિન્ટ લેતા લોકો માટે આ બહુ ઉપયોગી સુવિધા છે, પર્યાવરણ માટે થોડો પ્રેમ હોય તો તો ખાસ! 
www.cybersafar.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો