Home » Rasdhar » હિમાંશુ કીકાણી
ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ટ્વિટરનો ઉપયોગ નવી રીતે

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

તમારા કામના કે રસના વિષયમાં સતત અપડેટેડ રહેવું હોય તો શું કરો? દેખીતો જવાબ એ હોઈ શકે કે, એ વિશે ઇન્ટરનેટ પર વધુમાં વધુ જાણવાની કોશિશ કરતા રહો. એ તો બરાબર, પરંતુ એમ કરવા માટે તમે શું કરો? તમારો અનુભવ હશે કે ઇન્ટરનેટ પર સંખ્યાબંધ સાઇટ્સ સર્ફ કર્યા પછી અમુક સાઇટ્સ એવી મળે છે જે તમને લાગે કે તેને નિયમિત રીતે ફોલો કરવા જેવી છે, પરંતુ તકલીફ અહીં જ શરૂ થાય છે. જો સતત અપડેટેડ રહેવાની તમારી ધગશ તીવ્ર હશે તો તમારું સર્ફિંગ પણ વધતું જશે અને એ કારણે રોજેરોજ જોવા વાંચવા જેવી સાઇટ્સનું તમારું લિસ્ટ પણ લાંબું થતું જશે. આ તકલીફના ઉપાય તરીકે વારંવાર આરએસએસ ફીડ અને ફીડ રીડર સર્વિસ કે એપ્સની ભલામણ કરવામાં આવે છે. આરએસએસ ફીડની મદદથી તમે જુદી જુદી સાઇટ્સ પર અપલોડ થતું નવું કન્ટેન્ટ ફીડ રીડર તરીકે કામ આપતી વેબસાઇટ્સ કે એપ(જેમ કે ફીડલી)માં જોઈ શકો છો.

સોશિયલ મીડિયાનો જરા જુદો ઉપયોગ કરશો તો ટાઇમ વેસ્ટ થયો એવું ક્યારેયનહીં લાગે

એકાદ દાયકા પહેલાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો ત્યારે એવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી કે હવે આરએસએસ ફીડ મરી પરવારશે. ગૂગલે તો એવું ધારીને તેની અત્યંત લોકપ્રિય રીડર સર્વિસ બંધ પણ કરી દીધી, પરંતુ અત્યારે જોઈએ ત્યારે સમજાય છે કે આરએસએસ ફીડ આજે પણ જબરદસ્ત લોકપ્રિય છે જ.


એટલું ખરું કે સોશિયલ મીડિયાને કારણે વિવિધ સાઇટ્સ પર અપલોડ થતા કન્ટેન્ટની માહિતી મેળવવાનું પ્રમાણમાં સહેલું થયું છે. જોકે, એ માટે તમારે સોશિયલ મીડિયા સાઇટ્સની થોડી આંટીઘૂંટી સમજવી જરૂરી બને.


ટ્વિટરની વાત કરીએ તો બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી આ સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે. કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ ટ્વિટરનો તમે વાચક તરીકે ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો.


આજે દુનિયાભરની લગભગ તમામ સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની અગ્રણી કંપનીઝ અને નિષ્ણાતો ટ્વિટર પર એક્ટિવ છે. સેલિબ્રિટિઝને બાજુએ રાખો તો ટ્વિટર પર એક્ટિવ બાકીના લોકો અને કંપનીઝ મોટા ભાગે પોતાની વેબસાઇટ્સ તો ધરાવે જ છે, તેના પર તેઓ જે પણ નવું કન્ટેન્ટ મૂકે છે એ તેઓ નિયમિત રીતે ટ્વિટર પર શેર કરતા રહે છે. આથી આપણે પોતે ટ્વિટર પર કશું ટ્વીટ ભલે ન કરીએ, પણ આપણા રસના ક્ષેત્રના નિષ્ણાતોને ફોલો કરીને તેમની ટ્વિટ્સ નિયમિત રીતે જોતા રહીએ તો પણ ઘણું નવું જાણી શકીએ.


આ માટે તમારે ટ્વિટરની ત્રણ સર્વિસનો ખાસ લાભ લેવા જેવો છે. પહેલી સર્વિસ માત્ર મોબાઇલ પર ઉપલબ્ધ છે, જેમાં તમે ઉપયોગી લાગતી ટ્વીટને બુકમાર્ક તરીકે સેવ કરી શકો છો. જેથી જ્યારે ઇચ્છો ત્યારે ફરી તેને તપાસી શકો. બીજી સુવિધા લિસ્ટની છે. મોબાઇલ અને પીસી બંનેમાં ઉપલબ્ધ આ સુવિધામાં તમારા કામના વિષયોનાં લિસ્ટ બનાવી શકો અને એ લિસ્ટમાં જુદા જુદા ટ્વિટર યૂઝર્સને ઉમેરી શકો. ફુરસદે તમે ઇચ્છો ત્યારે આ લિસ્ટ ઓપન કરવાથી તમારે કામની સંખ્યાબંધ ટ્વીટ્સ વિષય મુજબ તમે જોઈ શકશો. ત્રીજી સુવિધા ટ્વીટડેક તમને પીસીમાં વધુ ઉપયોગી થશે. તેની મદદથી તમે સંખ્યાબંધ કોલમમાં વિવિધ પ્રકારની ટ્વીટ્સ તમે ઇચ્છો એ રીતે જોઈ શકશો. સોશિયલ મીડિયાનો ક્યારેક આ રીતે પણ યૂઝ કરી જુઓ, પછી તમને ક્યારેય એવું નહીં લાગે કે સોશિયલ મીડિયામાં તમારો ટાઇમ વેસ્ટ થાય છે.

www.cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP