લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સ્તન પર ચુંબન કરવાથી તકલીફ થઈ શકે?

  • પ્રકાશન તારીખ28 Aug 2019
  •  

જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ
સમસ્યા: મારી ઉંમર 41 વર્ષની છે. મને છેલ્લા એકાદ વર્ષથી ડાયાબિટીસનું નિદાન થયેલું છે અને તેના માટે હું નિયમિત દવા લઉં છું, પરંતુ ઘણીવાર તેના લેવલમાં વધઘટ થાય છે. મારા પિતાજીને પણ ડાયાબિટીસ હતો. વળી, મેં સાંભળેલું છે કે ડાયાબિટીસના દર્દીઓને નપુંસકતા કે સેક્સમાં સમસ્યા વહેલી મોડી આવતી જ હોય છે. શું ખરેખર આ વાત સાચી છે?
ઉકેલ : આપને બે-ત્રણ વાત કહેવા માગીશ. સૌ પ્રથમ તો ડાયાબિટીસને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી છે. નહીંતર તે શરીરનાં તમામ અવયવો ઉપર આડઅસર કરી શકે છે. કાબૂમાં રાખવા માત્ર નિયમિત દવા લેવાથી ચાલશે નહીં. તે માટે નિયમિત દવા ઉપરાંત દરરોજ અડધોથી પોણો કલાક ચાલવું ખૂબ જ જરૂરી છે. સાથે ખાવામાં પણ ડોક્ટરની સલાહ મુજબ ચરી પાળવી પડે. નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહેવું જોઇએ. જો આમ કરશો તો ડાયાબિટીસ મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ જ નુકસાન નહીં કરે. ડાયાબિટીસના દરેક વ્યક્તિને જાતીય જીવનમાં તકલીફ આવતી નથી, પરંતુ જે વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, ઉપરની એક પણ વસ્તુ તરફ બેકાળજી રાખે તેને સો ટકા આજે નહીં તો કાલે જાતીય જીવનમાં તકલીફ આવી શકે છે. આ બધું રોકવા માટે બજારમાં એક નવી દવા આવેલ છે, જેનું નામ PDE-5 છે. આ પાઉડરનું પેકેટ સવારે ભૂખ્યા પેટે અડધા ગ્લાસ પાણીમાં દરરોજ લેવાનું હોય છે. આ પેકેટ થોડું મોંઘું આવે છે, પરંતુ તેના લીધે ઇન્દ્રિયમાં લોહીની નળીમાં બ્લોકેજ થતું નથી, જેથી નપુંસકતા આવવાની શક્યતામાં ઘણો ઘટાડો થાય છે. આ પાઉડર ઓછામાં ઓછો એક વર્ષ સુધી નિયમિત લેવો જોઇએ. આની કોઇ જ આડઅસર નથી.
સમસ્યા: મારી ઉંમર 24 વર્ષ અને ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂંઝવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતાં હતાં, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતિત છીએ આમ કરવાથી ભવિષ્યમાં અમારાં બાળકોને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી બોડી ઉપર કોઇ આડઅસર થઇ શકે?
ઉકેલ : નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે તેવાં યુવક-યુવતીઓએ પણ આજના સમયમાં જાતીય જ્ઞાન મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ સ્પર્શ, ચુંબન કરવા માગતાં હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતાં હોય છે. જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ કરી શકાય, સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતા ડરતાં હોય છે અથવા શરમ અનુભવતાં હોય છે. નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે. સાથીનાં કયાં અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અનુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો. એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને, આપના સાથીને કે આવનાર બાળકને આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય. વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે. પછી તે બાળક હોય, જુવાન હોય, આધેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત ને સ્ફૂર્તિલું રહે છે. જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP