ચાલો સિનેમા- ભાવના સોમૈયા / સલમાન ખાનની દબંગ-3

Salman Khan's Dabangg-3

Divyabhaskar.com

Dec 20, 2019, 09:37 AM IST
ચાલો સિનેમા- ભાવના સોમૈયા
શો બિઝનેસની દુનિયા જ અલગ છે. દર શુક્રવારે અહીં સ્ટાર્સની લોકપ્રિયતા અને નિષ્ફળતા વિશે જાણવા મળે છે અને કોણ ક્યારે ક્યાં હશે તે કોઇ કહી શકતું નથી. આશુતોષ ગોવારિકરની ‘પાનીપત’ ધીમી ગતિએ પણ આગળ વધી રહી છે, જ્યારે કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક પોતાની અદાકારીથી સૌને મંત્રમુગ્ધ કર્યા છે. યશરાજ ફિલ્મ્સની ‘મર્દાની’માં તેમના જ પરિવારની રાણી મુખર્જી છે, પણ થિયેટર્સમાં તેને ધાર્યો પ્રતિસાદ નથી મળ્યો. કોઇ એવું પણ કહી શકે કે એ નારીપ્રધાન ફિલ્મ છે તે કારણસર, પણ ખરેખર તો ‘જુમાન્જી’ને વધારે ઓડિયન્સ મળી રહ્યું છે, એ પણ એક કારણ હોઇ શકે છે.
ઇદ હોય ત્યારે સલમાન ખાનની ફિલ્મ રીલિઝ થાય જ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક વણલખ્યો નિયમ છે અને આ વખતે ક્રિસમસ હોવા છતાં ભાઇની ફિલ્મ રીલિઝ થઇ છે અને અહેવાલોનું માનીએ તો ખાનની કરિયરની આ સૌથી મોટી રીલિઝ હશે.
લગભગ એક દાયકા પહેલાં સલમાન ખાને ‘દબંગ’ લોંચ કરી હતી. નીડરતા ધરાવતી એક્શન કોમેડી ફિલ્મ જે એના ભાઇ અરબાઝ ખાને પ્રોડ્યુસ કરી હતી અને તેના ડિરેક્ટર અભિનવ કશ્યપ હતા. 2010માં આમાંથી કોઇએ કલ્પના નહોતી કરી કે આ ફિલ્મ અપાર કમાણી કરશે અને તેમણે પછીથી તેને ફ્રેન્ચાઇઝમાં ફેરવવી પડશે. આવું બન્યું કેમ કે આ ફિલ્મમાં દરેક બાબત સ્પેશિયલ હતી - કાસ્ટિંગ, મ્યુઝિક ખાસ કરીને મલાઇકા અરોરાનું આઇટમ સોંગ ‘મુન્ની બદનામ હુઇ...’ 420 અબજના બજેટની આ ફિલ્મે 2.19 અબજનો ધંધો કર્યો અને ઓવરસીઝ કલેક્શન્સ તો અપેક્ષાથી અનેકગણા વધારે હતા.
‘દબંગ’ ફિલ્મે સ્પષ્ટ રીતે સલમાનની બોક્સ-ઓફિસ માટે ટર્નિંગ પોઇન્ટ નીવડી અને પિતા સલીમ ખાનની સલાહથી સલમાન ખાને ‘દબંગ-2’ બનાવવાની જાહેરાત કરી. ટીમનો આત્મવિશ્વાસ ગજબનો હતો. અભિનેતા-પ્રોડ્યુસર અરબાઝ ખાને ડિરેક્ટર તરીકે કામ કર્યું અને એ જ લીડ જોડી - સલમાન ખાન અને સોનાક્ષી સિંહાને લીધા. જોકે સોનુ સૂદના સ્થાને આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે સાઉથના કલાકાર પ્રકાશ રાજને લેવામાં આવ્યો.
જ્યારે બધી વસ્તુઓ બરાબર હોય ત્યારે દરેક બાબત યોગ્ય રીતે પાર ઊતરે છે અને ‘દબંગ-2’ના શૂટિંગ વખતે કંઇક જાદુ થયો હોય એમ લાગ્યંુ કેમ કે તેમણે ટૂંક સમયમાં જણાવ્યું તેઓ ક્રિસમસ પર રીલિઝ કરવાના છે. સૌ ઉત્તેજિત હતા, ખાસ કરીને સલમાન ખાન કેમ કે 1989માં ‘મૈંને પ્યાર કિયા’ રીલિઝ થયા પછી એની કોઇ ફિલ્મ ક્રિસમસ પર રીલિઝ નહોતી થઇ. સલમાન ખાન એ માન્યતા તોડવા માટે તત્પર હતો કે એની ફિલ્મો બ્લોક બસ્ટર એટલા માટે નીવડે છે કેમ કે તે ઇદના તહેવાર પર રીલિઝ થાય છે અને આ તક એની આ વાતને પુરવાર કરવા માટે યોગ્ય હતી.
એક નજર કરીએ એની પાછલી ફિલ્મો પર તો, ‘વોન્ટેડ’ (2010)થી શરૂ કરીને ‘રેડી’(2011), અને છેલ્લે ‘એક થા ટાઇગર’ - આ તમામ ફેસ્ટિવલ રીલિઝ હતી અને બ્લોક બસ્ટર્સ હતી. ‘દબંગ-2’ની સફળતાએ ‘દબંગ-3’ માટે માર્ગ બનાવ્યો અને ‘દબંગ-3’ ક્રિસમસ પર રીલિઝ થઇ છે અને સલમાન ખાને તમામ પ્લેટફોર્મ્સ પરથી ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું છે. પ્રેક્ષકોને એ વાતની તો જાણ હોય જ છે કે ટ્રેલર્સ જોવા જેવું હોય છે અને તેના પરથી કઇ ફિલ્મ જોવા લાયક છે અને ડિસ્ટ્રિબ્યુટર્સમાં પણ એ વાતથી ઉત્તેજના ફેલાયેલી છે કે ‘દબંગ-3’ ખાનની બિગ બજેટ અને ખૂબ અપેક્ષા ધરાવતી ફિલ્મ છે. ત્રીજી ફ્રેન્ચાઇઝ રજૂ થતાં પહેલાં સાત વર્ષ થઇ ગયાં છે, પણ એ તમામમાં ગજબનો આત્મવિશ્વાસ છે.
કદાચ પહેલી વાર સલમાન ખાને ઓન રેકોર્ડ જણાવ્યું છે કે આ તેની ફ્રેન્ચાઇઝીમાંથી શ્રેષ્ઠ હશે અને તેના ક્લાઇમેક્સમાં પ્રેક્ષકોને તેમણે કલ્પના ન કરી હોય એવું કંઇ જોવા મળશે.
સલમાન ખાનના ફેન્સ કલર્સ પર આવતા શો ‘બિગ બોસ’ સાથે પણ જોડાયેલ છે અને આતુરતાથી થિયેટરમાં સલમાનને ચિઅર્સ કરવા પણ રાહ જુએ છે. જો ફિલ્મ હિટ નીવડી તો સલમાન 2020 સુધી તેની ઉજવણી કરશે અને જો ફ્લોપ નીવડી જેની સંભાવના ઘણી ઓછી છે, તો પણ સલમાન ખાન પાર્ટી તો કરશે જ કેમ કે 25મીએ ક્રિસમસ છે, 27મીએ એનો જન્મદિવસ છે અને તે પછી નવું વર્ષ તેથી પાર્ટી તો ચાલુ જ રહેવાની કેમ કે રાજ કપૂરે કહ્યા મુજબ હિટ યા ફ્લોપ, ખુશી યા ગમ, શો ગોઝ ઓન...
[email protected]
X
Salman Khan's Dabangg-3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી