તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીરનું મેનેજમેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉક્ટરને નિદાન કરવામાં આસાની રહે એ માટે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવાનો શિરસ્તો છે. જે ટેસ્ટ કોઈ ખતરનાક રોગના નિદાન માટે કરવામાં આવે, જે ટેસ્ટના પરિણામ સ્વરૂપ સર્જરી કરાવવાની નોબત આવે તે ટેસ્ટ, અલગ અલગ લેબોરેટરીમાં ઓછામાં ઓછા બે વાર કરવા ફરજિયાત છે.
ડૉક્ટરને ખતરનાક બીમારીની શક્યતા દેખાતી હોય તો ‘નોર્મલ’ રિપોર્ટ પણ અન્ય લેબોરેટરીમાં રિપીટ થવો જોઈએ. આપણા દેશમાં મોટાભાગના ટેસ્ટ, ‘ટેક્નિશિયનો’ કરે છે, જે ભૂલો કરવા સક્ષમ છે. મોટાભાગના ટેસ્ટને ત્રણ પદ્ધતિથી આંકવામાં આવે છે. 1. સેન્સિટિવિટી. 2. સ્પેસિફિસિટી. 3. પ્રેડિક્ટિવ વેલ્યૂ.
- સેન્સિટિવિટી : એટલે જે રોગ માટે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે તે રોગની હાજરીનું કન્ફર્મેશન. મોટાભાગના ટેસ્ટ 100% સેન્સિટિવિટી ધરાવતા નથી કે રોગ હોવા છતાં રોગની હાજરી બતાવતા નથી. દાખલા તરીકે ટ્રેડ મિલ ટેસ્ટની સેન્સિટિવિટી ફક્ત 50% હોય છે.
- સ્પેસિફિસિટી : કેટલી માત્રામાં રોગ ન હોવા રોગનું નિદાન કરે છે તેનું માપ છે. ઘણા ટેસ્ટ પૂરેપૂરા ભરોસાપાત્ર હોતા નથી અને રોગ ન હોવા છતાં રોગની હાજરી બતાવી શકે છે. દાખલા તરીકે ‘સ્ટ્રેસ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ’ 50% જેટલા કિસ્સાઓમાં, જેને હાર્ટની બીમારી નથી એને હૃદયરોગનું લેબલ મારે છે.
- પ્રેડિક્ટેબિલિટી : કોઈ ટેસ્ટની ‘રિલેટિવ એક્યુરસી’નો માપદંડ છે. આ માટે એક ફોર્મ્યુલા છે જે, ટ્રુ પોઝિટિવી (ટેસ્ટ કેટલી વાર સાચો છે)ની સામે ફોલ્સ પોઝિટિવ (ટેસ્ટ કેટલી વાર ખોટો પડે છે)ની શક્યતા નક્કી કરે છે.
- ડૉક્ટર ટેસ્ટ કરાવવાની સૂચના આપે તો તમારે એ માટેનાં કારણો પૂછવાની જરૂર છે.
મારા દીકરાને થ્રોમ્બોસાઇટોપિનિયાનો ખતરનાક રોગ થયેલો. જેમાં લોહીના પ્લેટલેટ્સ જે 2,00,000ની આસપાસ હોવા જોઈએ તે ખૂબ ઓછા થઈ જાય છે. દવા શરૂ કરવાના ચંદ દિવસોમાં જ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો. નોર્મલ કાઉન્ટ 2,00,000. આવા મિરેકલ ઉપર શક જતાં અન્ય લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો તો કાઉન્ટ આવ્યો 20,000નો. કારણ શોધતાં ખબર પડી કે રિપોર્ટ ટાઇપ કરનારે ભૂલમાં એક મીંડું વધારે ટાઇપ કરી નાખ્યું હતું. અમેરિકામાં આ થયું હોત તો લેબોરેટરીના માલિકને ઘરબાર વેચી મને તવંગર બનાવવાની નોબત આવી હોત!
માટે યાદ રાખો કે દરેક ઇન્વેસ્ટિગેશનમાં જોખમની શક્યતાઓ રહેલી છે. એના ફાયદાની સામે એના જોખમનો રેશિયો, દરેક નિષ્ણાત ડૉક્ટર અને ઇન્વેસ્ટિગેશન તપાસે છે. ખાસ કરીને જે ટેસ્ટ ‘ઇન્વેસિવ’ હોય, જેમાં શરીરની અંદર કોઈ દવા કે ઇનસ્ટ્રુમેન્ટ દાખલ કરવામાં આવે છે, તે ટેસ્ટની પસંદગી ખૂબ ધ્યાનથી કરવી જોઈએ.
ઇન્વેસિવ ટેસ્ટનો નોન-ઇન્વેસિવ વિકલ્પ શોધવો જોઈએ. દાખલા તરીકે જે ઇન્વેસિવ છે તે ‘એન્જિઓગ્રાફી’નો વિકલ્પ નોન-ઇન્વેસિવ ‘ઇકો કાર્ડિયોગ્રામ’ હોઈ શકે છે. એ સમજવું જોઈએ કે હૃદય જાતે જ એને પડતી તકલીફોનો ઇલાજ કરી શકે છે, પણ ડૉક્ટર અને દર્દીમાં ધીરજ હોતી નથી. હૃદયરોગનાે ભોગ બનેલા કેટલા ટકા ડૉક્ટરોએ બાયપાસ સર્જરી કરાવી એ શોધી, પી.એસ.ડી. કરી શકાય એવું ઘણા માને છે.
એ પણ જાણવું જરૂરી છે કે તમે જે ખોરાક લો છો, જે દવાનું સેવન કરો છો, જે વ્યસનો(ધૂમ્રમાન, શરાબ, વગેરે)ના શિકાર છો એની અસર લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન ઉપર પડી શકે છે. તમારી માનસિક સ્થિતિ, ઉંમર, વજન, ઊંચાઈ, સ્ટ્રેસનો અતિરેક વગેરે પણ ટેસ્ટનાં પરિણામો ઉપર અસર કરે છે.
ડૉક્ટર અને લેબોરેટરીની પસંદગીમાં સર્તક ન રહો તો ટેસ્ટનાં પરિણામો ભરોસાપાત્ર હોતાં નથી એવું સંભળાતું રહે છે. થોરામાં ઘનું.

baheramgor@yahoo.com

 

અન્ય સમાચારો પણ છે...