Home » Rasdhar » અજય નાયક
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.

ભદ્રલોક કોમરેડ - સોમનાથ ચેટર્જી

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

ગયા સપ્તાહે સોમનાથ ચેટર્જીના અવસાન સાથે બંગાળમાં એક ચેપ્ટર પૂરું થયું. અહીં મધ્યમવર્ગના બંગાળી ભદ્રલોક (સુસંસ્કૃત સજ્જન) તરીકે ઓળખાય છે. એવાં સજ્જન જે રવીન્દ્ર સંગીતમાં, ફૂટબોલમાં રસ લેતા હોય, સારું શિક્ષણ પામેલા હોય, પરંપરાને અનુસરતા હોય. આ બધાં લક્ષણ સોમનાથ ચેટર્જીમાં હતાં. તેમને ડાબેરી બનાવવામાં બંગાળનાં માજી મુખ્યમંત્રી જ્યોતિ બસુનો મોટો ફાળો હતો. સોમનાથ તેમને ગુરુ માનતા. જ્યોતિ બસુ તેમના અનુગામી તરીકે સોમનાથ દાને પસંદ કરતા, પણ તેમનો પક્ષ તેમની તરફેણ નહોતો કરતો. પક્ષમાંથી તેમને હાંકી કઢાયા તેનો તેમને ઘણો જ આઘાત લાગેલો. આથી જ કદાચ તેમનાં પત્ની રેણુએ અંતિમ દર્શનથી ડાબેરી નેતાઓને દૂર જ રાખ્યા હતા.

જે પક્ષ માટે સોમનાથબાબુએ જિંદગી ઘસી નાખી એ પક્ષે ભલે તેઓ પક્ષમાં નહોતા છતાં તેમના મૃત્યુ અંગે પ્રતિભાવ આપવામાં 7 કલાક લગાડ્યા

ભાજપને ગાંધી અટકથી વાંધો લાગે છે
તાજેતરમાં મેરઠમાં ઉત્તર પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, તમામ સાંસદ અને ધારાસભ્યો હાજર હતા, પણ ત્યાં મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધીની ગેરહાજરી ઊડીને આંખે વળગી. મેનકા પીલીભીતથી અને વરુણ સુલતાનપુરથી સાંસદ છે. વરુણ પક્ષની નેતાગીરીથી નારાજ છે એ તો જગજાહેર છે. પક્ષ પણ તેનાથી નારાજ છે, પણ બન્ને એકબીજા સામે નિવેદન કરવાનું ટાળે છે. હવે જોવાનું એ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં આ બન્નેને ભાજપ ટિકિટ આપે છે કે કેમ?


રજનીકાંત અને અલાગિરી ભેગા થાય તો?
તમિલનાડુમાં કરુણાનિધિના અવસાન પછી તેમના રાજકીય વારસા માટે જંગ શરૂ થઈ ગયો છે. આમ તો ડીએમકેના હાલના કાર્યકારી પ્રમુખ સ્ટાલિન જ બધું સંભાળશે, પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા કરુણાનિધિના બીજા પુત્ર અલાગિરીએ બહાર રહીને જામગરી ચાંપવાનું શરૂ કર્યું છે. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત - અલાગિરી વચ્ચે બેઠક યોજાઈ હોવાની પણ વાત છે. અલાગિરી તેમની સાથે આવે તો સંગઠનમાં તેમને રાહત મળે. બીજી બાજુ અન્ના દ્રમુકમાં પણ બધું સમુંસૂતરું નથી. ભાજપને તમિલનાડુમાં ઘૂસવું છે એ સ્થિતિમાં અલાગિરી-રજનીકાંત તેને વધુ માફક આવે તેમ છે.


પવાર ભૂતકાળમાંથી ઘણું શીખ્યા લાગે છે
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન તેની ચરમસીમાએ છે. મહારાષ્ટ્રના રાજકારણીઓને લાગ્યું કે ખોટું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપીના સર્વેસર્વા શરદ પવારે કહ્યું કે આ બંધારણીય પ્રક્રિયામાં સમય લાગે એમ છે અને આંદોલનકારીઓએ તેને ધ્યાનમાં રાખીને શાંતિ રાખવી જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે આંદોલન ચાલુ થાય તો ક્યારે બંધ કરવું તેનો પણ તેમને ખ્યાલ હોવો જોઈએ. આવા આંદોલનને કારણે ઔદ્યોગિક રોકાણ આવતું અટકે છે અને બેરોજગારીની સમસ્યા પણ સર્જાય છે. આથી શાંતિ રાખવી જરૂરી છે. લાગે છે કે પવાર ભૂતકાળમાંથી ઘણું શીખ્યા છે. ગુજરાતમાં પણ અનામત આંદોલન ચલાવી રહેલા આંદોલનકારીઓ પણ આ વાત સમજે તો સારી વાત છે.


કર્ણાટકમાં ધારાસભ્યોનું ફોન બિલ 235 કરોડ
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની મોરચા સરકાર ચાલી રહી છે. એ પહેલાં ત્યાં કોંગ્રેસની સરકાર હતી. આ સરકાર દરમિયાન ધારાસભ્યોનાં ફોન બિલ પાછળ 235 કરોડ છેલ્લાં પાંચ વર્ષમાં વપરાયા હોવાનું બહાર આવ્યું. મતલબ કે દર વર્ષે 45 કરોડ. સામાન્ય રીતે ધારાસભ્યોને દર મહિને 20000 રૂપિયાનું ભથ્થું મળે છે. હાલના મુખ્યમંત્રી કુમારસ્વામીએ એવી જાહેરાત કરી છે કે ધારાસભ્યોને જે મંજૂર કરાયું છે એટલું જ ફોન બિલ મળશે. હકીકતમાં આ તમામ એક કરતાં વધુ ફોન વાપરે છે એટલે બિલ આટલું જંગી આવે છે. પહેલ કોણ કરે તેના પર બધો આધાર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP