Home » Rasdhar » અજય નાયક
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.

એનઆરસીના હીરોને તમે ઓળખો છો?

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન આજકાલ બહુ ચર્ચામાં છે. તમામ પક્ષો તેને રાજકીય મુદ્દે મૂલવી રહ્યા છે. પણ આની પાછળ કોણ હતું કે જેણે આ ગતિવિધિને અંતિમ સ્વરૂપ આપ્યું. 1983માં આસામના નેલ્લીમાં એક હત્યાકાંડ સર્જાયો. લગભગ 2000 લોકોની કત્લેઆમ થઈ હોવાનું કહેવાય છે. બસ ત્યારથી આ મુદ્દો ચગ્યો. એ સમયે ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ યુનિયન (આસુ)નું આંદોલન પણ તેની ચરમસીમાએ હતું. 2005માં કેન્દ્ર, આસુ અને આસામની સરકાર વચ્ચે ત્રિપક્ષીય બેઠકમાં એનઆરસી અપડેટ કરવાનું નક્કી કરાયું. પ્રદીપકુમાર ભૂયણ અને તેમનાં પત્ની બન્તીએ કમર કસી. પોતાની અંગત બચત વાપરીને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

પ્રદીપકુમાર ભૂયણ અને તેમનાં પત્ની બન્તીએ એનઆરસી માટે કમર કસી. પોતાની અંગત બચત વાપરીને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

રાહુલ કરશે ગુજરાતની સ્ટાઈલમાં MPમાં પ્રચાર
મ ધ્ય પ્રદેશમાં જંગ જીતવાનો સંકલ્પ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કરી નાખ્યો હોય એમ લાગે છે. તેઓ 30 દિવસ મધ્ય પ્રદેશમાં ગાળવાના છે એટલું જ નહીં ગુજરાતની સ્ટાઈલમાં જ ચૂંટણી પ્રચાર કરવાના છે. આ માટે મંદિરોનાં દર્શનથી શરૂઆત કરશે. પ્રારંભ તેઓ બસ યાત્રાથી કરશે. ગામડામાં ફરીને નાની નાની સભાઓ યોજશે. બીજા તબક્કામાં મોટાં શહેરો અને મોટાં મંદિરમાં જશે. ઑગસ્ટના ત્રીજા સપ્તાહમાં ઓમકારેશ્વર મહાદેવથી ચૂંટણી પ્રચાર શરૂ કરે તેમ મનાય છે. ઓમકારેશ્વર બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.


સ્થાનિક ચૂંટણીમાં કુમારસ્વામીનું પાણી મપાશે
કર્ણાટકમાં ડગુમગુ ચાલી રહેલી જેડીએસ અને કૉંગ્રેસ સરકાર દિવસો ખેંચી રહી છે. હવે કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. તેમાં આ બન્ને પક્ષની પરીક્ષા થશે. 29ઑગસ્ટે 29 મહાનગરપાલિકા, 53 નગરપાલિકા અને 23 નગર પંચાયતની ચૂંટણી યોજાશે. 2574 પંચાયતની ચૂંટણી પણ આ સાથે યોજાવાની છે. પહેલાં તો આ બન્ને સાથે મળીને ચૂંટણી લડે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. અને કદાચ ત્યાંથી જ બન્ને વચ્ચે ગજગ્રાહ શરૂ થાય તો નવાઈ નહીં. જો અલગ અલગ ચૂંટણી લડશે તો પણ તકલીફ પડવાની છે. ભાજપ રાહ જોઈને જ બેઠું છે કે ક્યારે આ સરકાર પડે. બન્ને પક્ષોના અસંતુષ્ટને યેદ્દુરપ્પા અને ભાજપ પોતાની તરફ ખેંચવા માંગે છે.


નંદાની એક ભુલાયેલી ઓળખ : રાજદૂતના જનક
ગયા સપ્તાહે ઉદ્યોગપતિ રાજન નંદાનું નિધન થયું. એક જમાનામાં રાજદૂત મોટરસાઈકલનો દબદબો હતો. આજની જેમ અનેક બાઈક બજારમાં મળતી નહોતી. ‘બોબી’ ફિલ્મમાં મિની બાઈક દર્શાવાયેલું એ એસ્કોર્ટ્સનું હતું. અને ‘બોબી’ ફિલ્મ તેમના સસરા એટલે કે બોલિવૂડના ગ્રેટ શોમેન રાજ કપૂરે બનાવી હતી.રાજ કપૂરની પુત્રી રીતુ સાથે તેમનાં લગ્ન થયાં છે. લોકો તેમને બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના વેવાઈ તરીકે ઓળખે છે. અમિતાભની પુત્રી શ્વેતાનાં લગ્ન રાજન નંદાના પુત્ર નિખિલ સાથે થયાં છે. રીતુ નંદાની વધુ એક ઓળખાણ એલઆઇસીના એક ટોચના એજન્ટ તરીકેની છે. નંદાનું અન્ય એક પાસું 80ના દાયકામાં NRI ઉદ્યોગપતિ સ્વરાજ પોલ સાથેની કોર્પોરેટ વૉરનું પણ છે.


વધુ એક પિતા-પુત્ર વિવાદ કરુણાનિધિ અને મુથુ
ગાંધીજી અને તેમના મોટા પુત્ર હરિલાલ વચ્ચેનો વિવાદ જગજાહેર છે. એવો જ વિવાદ દક્ષિણ ભારતના શક્તિશાળી નેતા કરુણાનિધિ અને તેમના મોટા પુત્ર વચ્ચેનો છે. તાજેતરમાં નિધન પામેલા કરુણાનિધિના બે પુત્રો- સ્ટાલીન અને અલાગીરી અંગે જ જાણીએ છીએ, પણ તેમનો ત્રીજો પણ પુત્ર છે. ડીએમકેના વડાનો મોટો પુત્ર એમ મુથુ અત્યારે તેમની સાથે નથી રહેતો. ચેન્નાઇના એક દૂરના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. કરુણાનિધિનાં પ્રથમ પત્ની પદ્માવતીનો આ પુત્ર તમિલ ફિલ્મોમાં અભિનેતા અને ગાયક તરીકે પણ હાથ અજમાવી ચૂક્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP