નિષ્ફળતાને સફળતામાં ફેરવતા વિવિધ મંત્રો

article by santosh guru

સંતોષ ગુરુ

Nov 22, 2018, 12:05 AM IST

વરસોથી તમો ઘોર નિરાશામાં સપડાયા હો, આફત, ઉપાધિ, સંકટ અને આધિ-વ્યાધિ કે દૈવી કોપ તમારો પીછો ન છોડતા હોય ત્યારે આ મંત્ર તમારા માટે રામબાણ ઇલાજ રૂપ સાબિત થશે.


પ્રથમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી કોઇની પણ સાથે વાતચીત કર્યા વગર હાથ-મોં વગેરે પણ ધોવા નહીં. ટૂંકમાં પથારીમાંથી ઊઠી સીધા આસન ઉપર બેસી પાસે ખાખરો કે ભાખરી રાખી નીચેના મંત્રનો 1000 વાર જપ કરવો.


મંત્ર: ૐ નમો બંભયારિણં ઐં ઝૌં સ્વાહા.

વિદ્યાની દેવી સરસ્વતી છે. તે વિદ્યાવાગીશ્વરી છે. પરીક્ષામાં સફળતા અપાવનાર તથા અવ્વલ નંબર લાવવા માટે શ્રી ગણેશની આરાધના બહુ જ ફળે છે

આ મંત્ર ગુરુવારે જપવો. મંત્ર જપ્યા બાદ રવિવારે કોરા કાગળ કે ભોજપત્ર ઉપર નીચેનો મંત્ર લખવો. તે પછી તે કાગળને ચાંદીના તાવીજમાં ભરાવી દેવો. પછી તે તાવીજ પાસે રાખવું. જેથી દરેક ક્ષેત્રમાં યશ મળશે. કીર્તિ વધશે તથા કાર્યમાં સફળતા મળશે. દર રવિવારે મંત્ર 1000 વાર જપવો તથા દરરોજ ઉપર લખેલ છે તે મંત્ર 108 વખત જપવો. ત્યાર બાદ નાસ્તામાં ખાખરો કે ભાખરી જે મંત્ર જપતી વખતે પાસે રાખી હોય તે આરોગવી.


 જ્યારે શત્રુઓ તરફથી હેરાનગતિ તથા મુશ્કેલી ઊભી થતી હોય ત્યારે નીચે જણાવેલ મંત્ર 1000 વખત જપ કરવો. આ મંત્ર જૈન શાસ્ત્રનો છે. ખાતાકીય તપાસમાં કે ક્યાંય પણ આપણા કામમાં કોઇ કર્મચારી અધિકારી કે લાગતા વળગતા રુકાવટ કરતા હોય-લાંચ રુશ્વત માગતા હોય ત્યારે તેની શાન ઠેકાણે લાવવા માટે આ મંત્ર ખાસ જાળવો.


મંત્ર : ૐ હ્રીઁ શ્રીઁ ઋષભાદિ ચતુવિશતિ જિનેન્દ્રેભ્યો નમ:
ઉપરોક્ત મંત્ર સાતવાર બોલવો તે પછી નીચેનો મંત્ર 1000 વખત બોલવો.
મંત્ર: ૐ નીલ નીલ મહાનીલ મમ્ શત્રુણાં મુખું
કીલય-કીલય સ્વાહા.
ૐ નીલ નીલ મહાનીલ મમ્ શત્રુણાં જિહવાં શૂન્યં
કુરુ કુરુ સ્વાહા.
ૐ નીલ નીલ મહાનીલ મમ્ શત્રુણાં બુદ્ધિં વિનાશય સ્વાહા.
ૐ નીલ નીલ મહાનીલ સર્વ પ્રતિસ્પધીન:
જીવ્હાં-તાલું-ઔષ્ઠં
કિલય-કિલય શત્રુ મુખં સ્તંભય-સ્તંભય સ્વાહા.


- આપણે ત્યાં શુભ કામની શરૂઆત માટે શ્રી ગણેશનું પૂજન થાય છે. વિદ્યાની દેવી સરસ્વતી છે. તે વિદ્યાવાગીશ્વરી છે. પરીક્ષામાં સફળતા અપાવનાર તથા અવ્વલ નંબર લાવવા માટે શ્રી ગણેશની આરાધના બહુ જ ફળે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ મંત્ર ખૂબ જ ઉપયોગી થશે. તે ભાઇઓ તથા બહેનો બંને કરી શકે. સુદ કે વદ 4 (ચોથ)ના દિવસે શ્રી ગણપતિની મૂર્તિને સિંદૂર લગાવી લાડુનું નૈવેદ્ય ધરી નીચે પ્રમાણે પ્રાર્થના કરવી. હે દેવાધિદેવ ગણેશ, તેજોમય સંસારના સ્વામી હું જે તમારી ભક્તિ કરું છું તેનો સ્વીકાર કરવા માટે સહપરિવાર પધારજો. પછી ભગવાન ગણેશની મૂર્તિ પાસે ધૂપ-દીપ કરવા તથા માખણના ટુકડાને નીચેના મંત્ર દ્વારા અભિમંત્રિત કરવો પછી તે માખણ પોતે ખાઇ જવું.


મંત્ર: ૐ ગં ગણપતયે નમ:
108 વાર એકાગ્રચિતે જપવો. તે પછી નીચેની ગાથા 108 વાર જપવી. મંત્ર જપ ગરમ આસન કે કુશાસન ઉપર બેસી જપવો તથા દુર્વા (ધરો) શ્રી ગણેશને ચઢાવવી.
ગાથા: ૐ એકદંતાય મહાબુદ્ધિ! સર્વ સૌભાગ્યદાયક
સર્વ સિદ્ધિકરો દેવો ગૌરી પુત્ર વિનાયક:


-ચારમુખી રુદ્રાક્ષને આ દિવસે સિદ્ધ કરીને બાળકના ગળામાં ધારણ કરાવવાથી ભણતરમાં એકાગ્રતા આવે છે.
- જે જગ્યાએ બાળકો ભણતાં હોય તે જગ્યા સાફ-સૂથરી રાખવી અને ગુલાબનું અત્તર છાંટવું.
- હંમેશાં પૂર્વ બાજુ અથવા ઉત્તર બાજુ મુખ કરીને વાંચવાથી વિદ્યા ચઢે છે અને વાંચેલું યાદ રહે છે.

[email protected]

X
article by santosh guru

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી