રાહુ-કેતુ દ્વારા સર્જાતા કાલસર્પ દોષના ઉપાયો

article by santosh guru

સંતોષ ગુરુ

Sep 27, 2018, 04:04 PM IST

કાલસર્પનો સંબંધ પિતૃદોષ સાથે છે. કાલસર્પ દોષ એટલે કે જન્માક્ષરમાં રાહુ-કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય તેને કાલસર્પ દોષ કહેવાય છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિનું જીવન તણાવપૂર્ણ અને સંઘર્ષમય હોય છે. તેનાં કાર્યમાં બાધાઓ આવતી રહે છે. આ સિવાય અભ્યાસમાં બાધા, દાંપત્યજીવનમાં કલહ, માનસિક અશાંતિ, રોગ, ધનનો અભાવ, પ્રગતિમાં અંતરાય વગેરે આવવાની શક્યાઓ રહે છે. કુંડળીના જે સ્થાન કે ઘરમાં કાલસર્પની દોષ હોય છે તે ભાવ સાથે સંબંધિત કષ્ટોની પ્રબળ સંભાવના રહે છે.

લાલ કિતાબ, રાવણસંહિતા વગેરેમાં કાલસર્પ દોષના શમન માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે જન્મકુંડળીના ઘર પ્રમાણે નીચે મુજબ છે.


પહેલા ઘરમાં રાહુ અને સાતમા ઘરમાં કેતુ હોય તો:

કોઇ નવું કાર્ય અથવા અટકી પડેલ કાર્ય સંપન્ન કરતા પહેલાં ચારસો ગ્રામ સૂકા ધાણા અને ચારસો ગ્રામ બદામ વહેતા પાણીમાં પ્રવાહિત કરવાથી લાભ થશે

- પોતાના વજન બરાબર ઘઉં કે જવ કે ખાધાન્ન વહેતા જળમાં પ્રવાહિત કરો.
- ચાંદીનો દોરો ગળામાં ધારણ કરો. વહેતા પાણીમાં નાળિયેરને પ્રવાહિત કરો.

બીજા ઘરમાં રાહુ અને આઠમામાં કેતુ હોય ત્યારે:
- ચાંદીની ડબ્બીમાં સોના કે ચાંદીની ગોળી કેસરની સાથે હંમેશાં તમારી સાથે રાખો.
- ધાર્મિક સ્થાનમાં કેસર-ચંદનનું દાન આપો.


ત્રીજા ઘરમાં રાહુ અને નવમા ઘરમાં કેતુ હોય તો:
- બુદ્ધિજીવી વર્ગનું હંમેશાં આદર-સન્માન કરો.
- કૂતરાને પાળો.


ચોથા ઘરમાં રાહુ અને દસમા ઘરમાં કેતુ હોય તો:
- ઘરમાં ચાંદીની ડબ્બીમાં મધ ભરીને રાખો.
- કોઇ નવું કાર્ય અથવા અટકી પડેલ કાર્ય સંપન્ન કરતા પહેલાં ચારસો ગ્રામ સૂકા ધાણા અને ચારસો ગ્રામ બદામ વહેતા પાણીમાં પ્રવાહિત કરો.


પાંચમા ઘરમાં રાહુ અને અગિયારમામાં કેતુ હોય તો :
- ચાંદીનો હાથી બનાવી ઘરમાં રાખો, કપાળમાં હંમેશાં કેસરનું તિલક કરો.
- ઘરમાંથી નીકળતાં પહેલાં સોનાને ગરમ કરીને દૂધમાં ડુબાડો અને તેમાં કેસર નાખીને પીવો.

છઠ્ઠા ઘરમાં રાહુ અને બારમા ઘરમાં કેતુ હોય તો:
- મગને રાત્રે પલાળીને સવારે વહેતા પાણીમાં પ્રવાહિત કરો.
- માતા સરસ્વતીની મૂર્તિ ઘરમાં રાખો તેમને દરરોજ નીલા રંગનાં ફૂલ ચઢાવો.


સાતમા ઘરમાં રાહુ અને લગ્નાન કેતુ હોય ત્યારે:
- ચાંદીની ઇંટ બનાવી ઘરમાં રાખો.
- શનિવારના દિવસે 108 બદામ અથવા આઠ નાળિયેર વહેતા પાણીમાં પધરાવો.


આઠમા ઘરમાં રાહુ અને કેતુ હોય ત્યારે:
- ચાંદીનો ચોરસ ટુકડો હંમેશાં ખિસ્સામાં રાખો, કેસર અથવા હળદરનું તિલક કરો.
- વ્યાપાર ઠપ થઇ ગયો હોય તેવી સ્થિતિમાં 43 દિવસ સુધી નાળિયેર વહેતા પાણીમાં વહાવો.

નવમા ઘરમાં રાહુ અને ત્રીજા ઘરમાં કેતુ હોય ત્યારે:
- વહેતા પાણીમાં ચોખા અને ગોળ પધરાવો, ભાઇઓ સાથે વાદવિવાદ ક્યારે ન કરવો.
- માથે ચોટી રાખો અને કપાળે તિલક કરો.


દસમા ઘરમાં રાહુ અને ચોથા ઘરમાં કેતુ હોય તો:
- નીલા, કાળા રંગની ટોપી અથવા પાઘડી પહેરવી-મસૂરદાળ અને ગોળ જળમાં પ્રવાહ કરો.
- 7 લીંબુ બુધવારે પાણીમાં પધરાવો.


અગિયારમા ઘરમાં રાહુ અને બારમામાં કેતુ હોય તો:
- પાણી હંમેશાં ચાંદીના ગ્લાસમાં જ પીવું.
- ગોળ, ચોખા, દૂધ જળમાં પ્રવાહિત કરો.


બારમા ઘરમાં રાહુ અને છઠ્ઠા ઘરમાં કેતુ હોય તો:
- હંમેશાં યોગાસન કરો અને સ્તુતિ વખતે લાલ કપડામાં વરિયાળી અને મિસરી બાંધીને માથા આગળ રાખો.

[email protected]

X
article by santosh guru

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી