દરિદ્રતા દૂર કરવાના અનોખા વનસ્પતિ પ્રયોગ

article by santosh guru

સંતોષ ગુરુ

Sep 06, 2018, 03:00 PM IST

વનસ્પતિ દ્વારા દરિદ્રતા દૂર કરવા માટે રવિપુષ્ય, ગુરુપુષ્ય, રવિમૂલાર્ક, રવિહસ્ત જેવા યોગોમાં પ્રયોગ કરવામાં આવે તો ધનવાન થવાના યોગ ઉત્પન્ન થાય છે.
વનસ્પતિ લાવતા પહેલાં તેના માટે અામંત્રણ વિધિ ખાસ જરૂરી છે. વનસ્પતિમાં પ્રાય: કાંટાવાળો ખીજડો, ચણોઠીના મૂળ, સંવન કે શ્રીપર્ણી, બિલ્વપત્ર, આસોપાલવ, પીપળ મૂળ, કાળિયો સરસ, સહદેવી, સફેદ આકડો, કાળો ધતૂરો વગેરે ચમત્કારિક છે.

પીપળાના મૂળને શનિવારે કાળા વસ્ત્રમાં બાંધી પાસે રાખવાથી પણ લાભ થાય છે. લાભ દેવાની શક્તિ વધારવા ગૂગળની ગોળી કરી ધૂપ આપવો

મંત્ર 1 : ૐ વનસ્પતિ મહામાયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા
મંત્ર 2 : ૐ ચંદ્રે હું ફટ્ સ્વાહા
પૂનમના દિવસે ઉપરોક્ત બંને મંત્રનો 10 હજારની સંખ્યામાં જાપ કરવો. આ મંત્રો અનેરી સિદ્ધિ અપનારા છે. ચણોઠીના મૂળને રવિવારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે, બીજને રવિવારે મૂળ નક્ષત્ર હોય ત્યારે શુક્રવારે રોહિણી નક્ષત્ર, પૂનમે શતતારા તે સમયે સાંજના ચણોઠીનું મૂળ લાવવું પછી તેને દૂધ, ગૌમૂત્રથી ધોઇ ધૂપદીપથી પૂજન કરી મંત્ર જપવાથી તે સિદ્ધ થાય છે. પછી તેને ચાંદીના તાવીજમાં પાસે રાખવાથી કાર્યસિદ્ધિ થાય છે.


- સફેદ કે લાલ ચણોઠીનું મૂળ માદળિયામાં રાખી તે મૂળને પૈસા સાથે ખિસ્સામાં, ગલ્લામાં કે તિજોરીમાં કે બેંકના લોકરમાં રાખવાથી તે નાણાંની વૃદ્ધિ કરે છે.


- બિલ્વપત્રના મૂળને લાલ કપડામાં સારી રીતે બાંધીને પાસે રાખવાથી નાણાકીય સુખ સગવડો ઊભી થવામાં સહાયતા મળે છે.


- રવિવારના દિવસે કાળા ધતૂરાના મૂળનો ટુકડો લાવી ગૂગળનો ધૂપ આપી તેને જમણા હાથે બાંધવાથી ત્રિવિધ લાભને આવકારે છે.


- મુસ્તાકના મૂળને સુવર્ણ કે રજતના માદળિયામાં પાસે રાખવાથી આર્થિક રીતે સમૃદ્ધ બની શકાય છે. તેને સોનાની લકીમાં રાખી જમણે હાથે પહેરવાથી ધનાઢ્ય બનાય છે. મુસ્તાક એટલે છૈયામોથ જે નદીનાળા કે પાણીવાળી જગ્યાએ પુષ્કળ ઊગે છે.


- સહદેવીના મૂળને પોતાની પાસે રાખવાથી તે આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરાવે છે.


- સંવનના મૂળ કે ડાળીના ચાર આંગળી ટુકડાને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીપ્રાપ્તિ થાય છે.


- કાંટાવાળા ખીજડાની લાકડીનો ટુકડો પાસે રાખી અઠવાડિયામાં બે-ત્રણ વાર હીના અત્તર લગાડવા માત્રથી દરેક બાબતે રક્ષણ થાય છે અને આર્થિક સધ્ધરતામાં વૃદ્ધિ થાય છે.


- દુર્વા જેને ધોળી ધરો કહે છે જે એક જાતનું ખડ છે. આપણે ત્યાં સર્વત્ર થાય છે. આ ધરોને સફેદ આકડાના જમણી સૂંઢના ગણપતિને અભિષેક કરી ચડાવી રાખવાથી ગમે તેવું ઋણ હોય તો તેમાંથી મુક્ત થવાય છે.


- શનિવારે હનુમાનજીને 27 લવિંગ અને 54 આકડાનાં ફૂલની માળા ચઢાવવાથી પણ આર્થિક રીતે ઘણી જ ઉન્નતિ થાય છે.


- કેળના મૂળને ગુરુવારે પીળા વસ્ત્રમાં લપેટી પાસે રાખવાથી સારો લાભ થાય છે.


- પીપળાના મૂળને શનિવારે કાળા વસ્ત્રમાં બાંધી પાસે રાખવાથી પણ લાભ થાય છે. આ વસ્તુની લાભ દેવાની શક્તિ વધારવા માટે ગૂગળની ગોળી કરી ધૂપ આપવો જોઈએ.


- ગાયત્રી મંત્ર વડે પાણી અભિમંત્રિત કરી તે પાણી તુલસીને ચઢાવવાથી સૌભાગ્યશાળી થવાય છે.


- ખીજડો, બિલ્વકાષ્ઠ અને આકડાના કાષ્ઠ (લાકડા)ની સમિધાઓ વડે ઘી સાથે ગાયત્રી મંત્રના હોમ હવન વિધિ દ્વારા દરિદ્રતા દૂર થાય છે.


- રવિવારે સહદેવીને લાલ વસ્ત્રમાં રાખવી અગર પાણીમાં ઉકાળી તે પાણી વડે સ્નાન કરવા માત્રથી બે પાંદડે થવાના દાખલાઓ જોયા છે.


- મુશ્કેલીઓના નિવારણ માટે કેળાના પાનના ટુકડા ઉપર રાંધેલ ભાત લઇ તેના પર દહીં મૂકી તે ચીજવસ્તુ સંધ્યાકાળે પીપળાના થડે મૂકવી જેથી આર્થિક ઉન્નતિ થાય. Á[email protected]

X
article by santosh guru

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી