હયાતીના હસ્તાક્ષર-8

Suresh Dalal article

Suresh Dalal

Jul 13, 2018, 06:11 PM IST

દિલ્હીથી છેલ્લા થોડાક સમયથી The Little Magazine નામનું એક સામયિક પ્રગટ થાય છે. આ સામયિકમાં સાહિત્ય તો હોય જ છે પણ સાથે સાથે આપણા દેશના અર્થકારણ કે રાજકારણ વિશે પણ તાત્ત્વિક ચર્ચા હોય છે. કવિતા, વાર્તા, નાટક આ બધું તો ખરું જ. અંગ્રેજીમાં પ્રગટ થતાં આ સામયિકને કારણે આપણને આપણી સંસ્કૃતિનો પરિચય થાય છે. ઉત્તમ કલાકારોના પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ પણ હોય છે. ક્યારેક એમાં ભારતીય ઉત્તમ ફિલ્મોની સ્ક્રિપ્ટ સચિત્ર પ્રગટ થતી હોય છે. જે સાહિત્યકાર છે અને સાહિત્યરસિક છે એમણે આ સામયિક વાંચવું જોઈએ. એનું સરનામું છે : એ ૭૦૮, આનંદ લોક, મયૂર વિહાર ૧, દિલ્હી-૧૧૦૦૯૧..
દિવાકર કન્નડ ભાષાના કવિ છે , મદ્રાસમાં રહે છે. એમનું આ કાવ્ય નિદોષ ગુનાઓનું કાવ્ય છે. અહીં ચોરીની વાત છે પણ એ શરીફ ચોરી છે. ચંદ્રને ચોરવો, સંતાડી રાખવો, કોઈ કન્યાનું હૃદય લઈ લેવું કે મોજાં માંથી સ્ફલિંગો લેવા કે મેઘધનુષનો ધાગો લઈ લેવો એ તો દષ્ટિવાન ચૌર્યકર્મ અને શૌર્યકર્મ છે. કાવ્ય એટલું સ્વયંસ્પષ્ટ છે કે આપમેળે સમજાય. એથી એનું પીંજણ નથી કરતો, પણ સ્વયં કાવ્યને બોલવા દઉં છું. હવાલદારો અને લૂંટારાઓ (કન્નડ) હંમેશાં કેટલાક હવાલદાર હોય છે, બાકીના બીજાઓ હોય છે ચોર ચોર ચંદ્રને ચોરે છે અને સંતાડે છે. હવાલદારો ચોરોનો પીછો પકડે છે ચંદ્રની તલાશ માટે ચોરને એ પકડી પાડે છે અને આકાશમાં ચંદ્રને પાછો લટકાવી દે છે.

જ્યારે તેઓ ચોરને પકડી શકતા નથી ત્યારે તેઓ બેઠા રહે છે અને જોડીને પાલિસ કરે છે ચારે બાજુ ટાંગે છે પોસ્ટર્સ જે બરાડા પાડીને કહે છે

ચોર ચોરે છે કન્યાનું હૃદય હવાલદાર ચોરની પાછળ પડી જાય છે અને હૃદયને શોધે છે, ચોરને પકડી લે છે અને કન્યાનું હૃદય લઈ લે છે. કન્યા કહે છે કે મારે એ હૃદય નથી જોઈતું. પણ હવાલદારો એ ના કંઠમાં ઠાંસી ઠાંસીને ભરે છે. અને કહે છે એને કે એ લોકો તો પોતાની ફરજ બજાવે છે, ચોર ચોરે છે મોજાંઓના સ્ફલિંગો અને પોતાના હૃદયમાં સંતાડે છે હવાલદારો ચોરની પાછળ અને તણખાઓમાં જીવ. ચોરને પકડી પાડે છે એ લોકો એને ચિનગારીને પાછી જળમાં વહેતી કરી મૂકે છે અને તણખાઓ ઓલવાતા જાય છે હવાલદારો કહે છે: અમે કરીએ પણ શું ! અમે તો અમારી ફરજ બજાવીએ છીએ એમના હાથમાં જે કૈ આવ્યું એને ચોરી લૂંટી લે છે. સુક્કા પાંદડાઓ, મેઘ ધનુષનો ધાગો. સ્મિતના ટુકડાઓ મોસમની ગુફતગુ, જળ પરના પગલા હા, એ લોકો એમના હાથમાં જે કૈ આવ્યું એને લૂંટી લે છે. હવાલદારો હંમેશાં ચોરનો પીછો પકડતા હોય છે ક્યારેક તેઓ પકડી પાડે છે. ક્યારેક તેમના હાથ હેઠા પડે છે. જ્યારે તેઓ ચોરને પકડી શકતા નથી ત્યારે તેઓ બેઠા રહે છે અને જોડીને પાલિસ કરે છે ચારે બાજુ ટાંગે છે પોસ્ટર્સ જે બરાડા પાડીને કહે છે : “ચોરી એ પાપ છે? છતાંયે, હવાલદારી સમજી નહીં શકે કે ચોર જે મેં ચોરે છે તે ફરી પાછું બમણું થઈને ઊગશે. અને ચોર પાસેથી એ લોકો જે કૈ ખૂંચવી લે છે એ એમના વાતાવરણમાં તો વેરાશે નહીં. જે લોકો આ સંકલ્પને સાંભળે છે તે ચોર થાય છે જેમ કેટલાક થાકેલા ચોર હવાલદાર થાય છે એમ હંમેશાં કેટલાક હવાલદાર હોય છે બાકીના બીજા ઓ હોય છે ચોર.

X
Suresh Dalal article

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી