ઑફિસમાં હવફેર

Suresh Dalal article

Suresh Dalal

Jul 13, 2018, 05:36 PM IST

ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે અને હરેશનો જીવ શિલામાં છે.

ચન્દ્રકાન્ત બહુ જ થોડાકને પ્રેમ કરે છે અને થોડાક તેને પ્રેમ કરે છે.

મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.

ફિરોઝ ઊંચે આકાશ તરફ જુએ છે, જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.

નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં અને મગરૂરીથી પોતે ધીમેધીમે ચાલે છે.

દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે

સુનીલની વાતોના ઈશારાઓથી.
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે પણ તે આપણને સૌને જીવંત રાખે છે. પત્નીઓ અને કામની દુનિયામાં આ છે એક અદ્દભુત હવાફેર અને તેનો અંત આવે છે સાડા પાંચે.
- ગેવિન એવર્ટ
અનુવાદ : સુજાતા ગાંધી

નીતાની આંખો. એમાં ઝેરીલા સાપોલિયાં. એની ચાલમાં પ્રકટ થતો અહંકાર. સુનીલનું વ્યક્તિત્વ જ એવું છે કે જ્યારે જોયા કરે ત્યારે ભલભલી સ્ત્રીઓ રોમાંચ અનુભવે

ગેવિન એવર્ટ બ્રિટિશ કવિ છે. અનુવાદિકાએ માત્ર નામનો જ ફેરફાર કર્યો છે, જેમ જ્હૉનનું મોહન કરીએ એમ. ‘આમ પણ, નામમાં શું છે.' એવી નાટ્યકારની ઉક્તિ પ્રસિદ્ધ છે.
પ્રેમ એ તો મનુષ્યની ચંચળ, રૂપાળી લાગણીને આપેલું સોહામણું નામ છે. વાસના પણ પ્રેમનો અંચળો ઓઢીને આવે છે. આવેશના પહેરવેશમાં પ્રેમ સિવાયની જ ઇચ્છાઓ હોય છે.
શરીર ઝંખે છે શરીરને. ‘ગો’નો એક અર્થ ઇન્દ્રિય છે. એ સંકુચિત અર્થમાં આપણે ગો-કુળવાસી છીએ.

જોકે કોઈ પણ ટીકા કરતાં પહેલાં આપણે એ પણ વિચારવું જોઇએ કે શરીરની બાદબાકી પણ સાવ શક્ય નથી. મમત્વની સાથે સમત્વ તો કોઇકને જ પ્રાપ્ત થાય.

રાજા ભરથરીની જ વાત જાણે કે પ્રારંભમાં છે. હું જેને ચાહું છું એ મને નહીં - ધિક ત્યાં ચ મામ ચ, ઇલા, હરેશ ને શિલાનો ત્રિકોણ વિનાનો ત્રિકોણ છે. ચંદ્રકાન્તનો જીવ ક્યાંય ઠરતો નથી.

કેટલાક એવા અભાગિયાં હોય છે કે જીવનના અંત સુધી નક્કી નથી કરી શકતાં કે છેવટે એ કોને પ્રેમ કરે છે? અથવા એવું પણ હોય કે

ભ્રમરવૃત્તિ જ પ્રબળ હોય. ભમરાને હજાર ફૂલ પણ ઓછાં પડે.

કળિયુગ તો આને કહેવાય કે પ્રેમની નોંધ પણ ટાઇપરાઇટર પર. કાલિદાસને આવો યુગ હશે એની ખબર હોત તો ‘મેઘદૂત' લખવાનું માંડી વાળત અને અલકા કોર્પોરેશન હાઉસ ખોલ્યું હોત. પ્રેમને કારણે ટાઇપરાઇટર પિયાનો થઈ જાય છે એ વાતની અભિવ્યક્તિ ગમે એવી છે.

યૌવનની મોસમ જ એવી છે કે નથી એ દેખાય અને દેખાય એ નહીંવત્ થઈ જાય. કોઇક ફિલ્મી હીરો જેવો ફિરોઝ અને હવામાં લહેરાતી ફિલ્મની સુગંધ. (હિંદી ફિલ્મમાં આવું દૃશ્ય ગીત વિના ટકી ન શકે - પણ લટકી પડે.)
- સુરેશ દલાલ

નીતાની આંખો. એમાં ઝેરીલા સાપોલિયાં. એની ચાલમાં પ્રકટ થતો અહંકાર. સુનીલનું વ્યક્તિત્વ જ એવું છે કે જ્યારે જોયા કરે ત્યારે ભલભલી સ્ત્રીઓ રોમાંચ અનુભવે. હી ઈઝ એ કિલર.
કવિ છેલ્લે કાવ્યને કલાત્મક રીતે સમેટે છે. માણસમાં અમુક વૃત્તિઓ ન હોત તો એમ જ લાગત કે ઑફિસમાં જાણે કે બધાં મડદાં જ કામ કરે છે. કામના તણાવમાંથી મુક્ત થવાનો અને પત્નીના રોજિંદાપણામાંથી છૂટવાનો- આ એક રોમાંચક હવાફેર છે. સવારે પ્રારંભ થતી મૈત્રીનો સાડા પાંચે અંત આવે છે

આ સાથે હિંદીના જાણીતા કવિ દેવીપ્રસાદ વર્માનું નાનકડું કાવ્ય પણ વાંચવા અને સાંભળવા જેવું છે :

તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર આપણે નહીં-અનંત
રોજી ને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત (જીવ્યા વિના) મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.
(મૂળ પ્રકાશન તારીખ: 27 જુલાઇ 2003)

X
Suresh Dalal article

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી