વર્ષાઋતુમાં રોમાન્સનાં અમર ગાન

article by kanti bhatt

કાંતિ ભટ્ટ

Sep 09, 2018, 12:05 AM IST

ભારતનાં વિવિધ રાજ્યોમાં ચોમાસું વિવિધ રીતે તેની કૃપા કે અવકૃપા બતાવે છે. મુંબઈ સહિત ઘણાં ભારતનાં શહેરો અને ગામડામાં લોકો ‘ખમૈયા કરો, ખમૈયા કરો’ એવી દેશી ભાષામાં વરસાદને રુકજાઓની વિનંતી કરે છે ત્યારે બીજા પ્રદેશમાં લોકો મેઘરાજાની કૃપા માટે યજ્ઞો કરી રહ્યા છે. પણ 2018માં આ બધી આપત્તિ અને કૃપાના વિરોધાભાસી સૂર વચ્ચે જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં યુવાનો વર્ષાઋતુની મોજ માણી રહ્યા છે.


વસંત ઋતુ ખરેખર તો મોજ અને રોમાન્સની ઋતુ છે પણ ચોમાસામાં પલળી પલળીને ભેગા ભેગા છત્રી નીચે કે ખુલ્લા આકાશ નીચે જે રોમાન્સ થાય છે તે રોમાન્સની ઓર મજા છે. આ રોમાન્સ વિશે જગતમાં તમામ લેખકોએ થોથા ભરી ભરી લખ્યું છે ચાલો જોઈએ.
જુલિયસ જોસેફ નામના હવામાન શાસ્ત્રીએ કહેલું કે ‘પશ્ચિમના યુરોપના દેશોમાં અને ભારતમાં હવામાનની સ્થિતિ વિશે એક તફાવત છે. એમણે કહેલું કે ભારતનાં ગામડાના ખેડૂતો પણ હવામાન બાબતમાં જાણતા છે. ખેડૂતો આકાશ અને વાદળા સામે જોઈને ફલાણું વાદળું વરસશે કે નહીં તે કહી આપે છે.’

ભારત ઉપર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે કે તેને જગતમાં સૌથી લાંબી વર્ષાઋતુ મળી છે. ભારતમાં વર્ષાઋતુ પશુ-પંખી અને મોરલાથી માંડીને સૌને રોમેન્ટિક બનાવે છે

ભારત ઉપર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે કે તેને જગતમાં સૌથી લાં...બી વર્ષાઋતુ મળી છે. યુરોપમાં કોઈ વર્ષાઋતુ નથી. માત્ર અને માત્ર ‘મોન્સુન’ શબ્દ છે. ભારતમાં વર્ષાઋતુ પશુ-પંખી અને મોરલાથી માંડીને સૌને રોમેન્ટિક બનાવે છે. અમુક પ્રદેશોમાં ઓગસ્ટમાં વધુમાં વધુ લગ્નો થાય છે અને ઓગસ્ટ પછીના 9 મહિનામાં વધુમાં વધુ ગેરકાનૂની જન્મો થાય છે.


જૂના જમાનાના વૈદ્યો હવે બહુ ઓછા રહ્યા છે તેમાંના અમુક વૈદ્યો, લગભગ નપુસંક કે સેક્સની ઓછી શક્તિવાળાના ઉપચાર ચોમાસામાં કરે છે! અંગ્રેજ ઓફિસરો જ્યારે બ્રિટનનું ભારતમાં સામ્રાજ્ય હતું ત્યારે એક ટુરિસ્ટ કંપનીએ હનિમૂન કરી ચૂેકલાં યુગલો સેકન્ડ હનિમૂન માટે ભારતમાં ચેરાપુંજીની ટૂર પાછી ગોઠવતા. કવિ કાલિદાસે ‘મેઘદૂત’નું મહાકાવ્ય રચીને લોકોને વર્ષાઋતુના રોમાન્સની મહાપ્રસાદી આપી છે તેનું અંગ્રેજી આવું છે:-


ધેર ઈઝ સિઝન ફોર એવરીથિંગ
ધેર ઈઝ સિઝન ફોર લવ
ધેર ઈઝ સિઝન ટુ લીવ (LIVE)
એન્ડ સિઝન ટુ ડાઈ (DIE)!


તેને અનુસરીને ગોવામાં એક ડોક્ટરે ભારત અને જગતના દરદીને કહેલું: ‘કમ ટુ ગોવા વ્હેન ઈટ ડ્રીઝલ્સ.’ જ્યારે ઝરમર ઝરમર વરસાદ શરૂ થાય ત્યારે ગોવા પ્રધારો. તમને શરાબથી નશો નહીં ચડે તેટલો અહીંના વરસાદમાં પલળવાથી રોમાન્સનો નશો ચડશે. Do come when it Drizzles! વર્ષાઋતુમાં વરસાદ જ્યારે અનરાધાર વરસે ત્યારે તળાવમાં દેડકાઓ ડ્રાંઉ ડ્રાંઉ કરે છે તે અવાજ શું છે? માત્ર અવાજ નથી. તે રોમાન્સ માટેની ‘લખેલી’ રોમાન્સની કંકોતરી છે. દેડકાઓ તેમના ડ્રાંઉ ડ્રાંઉ અવાજથી એકબીજાને સેક્સ- રોમાન્સ આકર્ષે છે.


‘ઈસ્ટર્ન એન્ડ ઓરિએન્ટ’ કંપનીની સ્ટીમરમાં એક જમાનામાં પ્રેમીઓ માટે ખાસ સ્ટીમરની મુસાફરી રખાતી તે સ્ટીમરમાં હનિમૂનવાળાં યુગલો જ મોટે ભાગે મુસાફરી કરવા આવતાં. વેનિસમાં તરતી બોટમાં નૌકાચાલક વાયોલિન વગાડીને વરસાદ આવે ત્યારે ભીંજાયેલા પ્રેમીઓને એકલા છોડીને બીજી બોટમાં ચાલી જઈ પ્રેમી યુગલને રોમાન્સ માટેનું એકાન્ત ‘દાન’ કરે છે. માડાગાસ્કરના બંદરે તો ખાસ ‘લવ ક્રૂઝ (CRUISE) નામની રોમાન્ટિક સમુદ્રી સફર રખાતી હતી. હવે બહુ ઓછી થઈ છે. ઈટાલીમાં તો બીચ ઉપર મોટાં મોટાં પોસ્ટર ચોડાય છે કે- તમારે ડબલ ભીંજાવું હોય તો અમારા બીચ ઉપર આવો. એન. ડેવિડસન નામના લેખકે ‘ધ બુક ઓફ લવ’ નામના પુસ્તકમાં લખ્યું છે કે પ્રેમીઓએ મહત્તમ પ્રેમપત્રો વર્ષાઋતુમાં લખ્યા હોય છે.

આડા સંબંધો અને ભાગેડુ લગ્ન મોટે ભાગે વર્ષાઋતુમા થતાં હતાં. દાખલા તરીકે ઘણી અંગ્રેજી આત્મકથા વાંચું છું તેમાં કવિ થોમસ કાર્લાઈલની પત્ની મીસીસ જેન વેલ્શ કોર્લાઈલના મિત્રના પ્રેમમાં પડેલી. આ કવિ અને તેનો મિત્ર જ્યારે હિલસ્ટેશને ફરે અને વરસાદ આવે ત્યારે કવિ પોતે ભીંજાવાના ડરથી આશરો શોધતા ત્યારે તેની પત્ની અને કવિનો મિત્ર મીસીસ જેમ વેલ્શ સાથે રોમાન્સ કરતો!


કવિ લાભશંકર ઠાકરે કવિતા લખી છે
(કૃષ્ણ કનૈયો પણ જમુનાના જળમાં સ્નાન કરીને આવેલી રાધાને જોઈ મોહી પડે છે). લાભશંકર ઠાકરની આ વર્ષાઋતુના રોમાન્સની કવિતા વાંચો:-
જલ ભીંજેલી, જોબનવંતી લથબથ ધરતી
અંગ અંગથી ટપકે છે કંૈ મનોહર
ને તડકાનો ટુવાલ ધોળો ફરી રહ્યો છે
ધીમે ધીમે વસંત ફેરવે ધીરે ધીરે
જોઈ રહ્યા છે પરમ રૂપના ઘૂંટ ભરતા
શું મુજ શ્યામલ નૈનન માંહે છુપાઈને
એ કૃષ્ણ કનૈયો જોઈ રહ્યો છે!


કવિ વેણીશંકરે અનેક વર્ષાકાવ્ય લખ્યાં છે. વેણીશંકર કવિ રોમેન્ટિક હતા. અમે તેની રચેલી કવિતા સાંભળતા. એક નમૂનો:-ધમકે ધૂધરવેલ નામનું કાવ્ય વાંચો
આંગણે આવી મેઘરાજાની ઘમકે ઘૂધરવેલ
હારે જી ઘમકે ઘૂઘરવેલ
હરિયાળા થઈ હૈયા નાચે
રઢિયાળા થઈ છૈયા નાચે
મોર ઢેલ પણ પરસ્પરને રીઝવવા નાચે
ઢેલનું દેખી કાળજી થીણું
મોરલા બોલે વનમાં ઝીણું
જોબનના ધબકાર અડોઅડ કરતાં છેલમ્-છેલ


ઘણા ગામડાના ખેડૂત કે રોમાન્ટિક જુવાનો ચોમાસામાં છત્રી વાપરતા નહીં. કારણ કે વરસાદ નરીશીંગ છે- પોષક છે. તેનું જળ કંઈક રોમાન્ટિક ગુણવાળું છે. જૂના વખતના રાજાઓ અને તેમની પ્રેમિકાઓ (રાણીઓ નહીં) ચોમાસામાં હાથે કરીને ભીંજાતા. રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં નવ રત્નો હતાં. તેમાં કવિ કાલિદાસ એક રત્ન હતા. તેમણે ‘મેઘદૂતનું’ મહાકાવ્ય રચેલું. કવિ કાલિદાસના મેઘદૂતના એક શ્લોકને અંગ્રેજીમાં વાંચી તરબતર થશો:-


The Sky on every side shrouded by rain, clouds which wear the beauty of deep blue lotus- petals. ચોમાસાને અંગ્રેજો ‘ટેરિફિકલી રોમાન્ટિક ટાઈમ’વાળી
ઋતુ ગણાવતા. ચોમાસું બધી જ કુંઠાઓને હટાવી દે છે.

X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી