લેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.

કૉમન મેન: બારેમાસ લણી શકાય એવો પાક

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

આપણે ત્યાં કૉમન મેનનું એટલી હદે રાજકીયકરણ થઈ ગયું છે કે એને ‘આમ આદમી’ કહીએ તો પણ પૉલિટીકલ પાર્ટીના કો’ક કાર્યકરની વાત થતી હોવાની ગંધ આવે. કેરી, ચીકુનો પાક ભલે સિઝનેબલ હોય પણ કૉમન મેનનો પાક બારેમાસ લણાતો હોય છે. કેરી, ચીકુ જેવા ખેતરાઉ પાક અને કૉમન મેનના પાકમાં કૉમન એ છે કે બન્નેના ઉછેર માટે પાણીનો પુરવઠો પૂરતો જરૂરી છે. પણ હા, ખાતર જુદા-જુદા પ્રકારનું હોય છે. ખેતરાઉ પાકના પ્રચલિત નામ અને રાસાયણિક નામ જુદા હોય છે. કૉમન મેનને રાસાયણિક નામ ‘મતદાર’ છે. એના પર જાતભાતના રાજકીય રસાયણોનો પ્રયોગ થતો રહે છે.


પણ આજકાલ કૉમન મેન બિચારો હિંદીવાળા કહે છે ‘એમ કન્ફુજા ગયા હૈ’. વચ્ચે થોડા વખત સુધી એને રસ્તા પરના ભૂવા, ટ્રાફીક અને દબાણો પજવતા હતો. એનો કાચો-પાકો ઉકેલ આવ્યો એટલે એને થયું કે હવે નિરાંતે સ્કૂટર હંકારીશું. એ હજુ કીક મારીને સ્કૂટર ગબડાવે ત્યાં તો એની નજર સામે રૂપિયો ગગડવા લાગ્યો. હવે આ રૂપિયાનું ગગડવું ભારે કન્ફ્યુઝ કરી મૂકે એવો પ્રશ્ન છે. કારણ એ કેમ ગબડે છે એ હજુ સુધી કોઈ એને સમજાવી શક્યું નથી. બેસતા વર્ષે નૂતનવર્ષાભિનંદન પાઠવવાનો રિવાજ છે એમ એમ રૂપિયો ગગડે ત્યારે ‘એ ગોળ છે એટલે ગબડે છે’ એવો મેસેજ ફોરવર્ડ કરવાનો રિવાજ છે. અત્યાર સુધી એ મેસેજ ફોરવર્ડ કરીને ઘટતું કર્યાનો સંતોષ માણી લેતો હતો. પણ રૂપિયાનું કંઈક થાય એ પહેલા પેટ્રોલના ભાવ એને પજવવા લાગ્યા છે. પેટ્રોલના ભાવ એવી બાબત છે જેને વગર રૉકેટે, ઇસરોની મદદ વગર આસમાને પહોંચાડી શકાય છે. કોઈએ તો એવું પણ સૂચવ્યું હતું કે ઇસરોએ એકાદ વાર રૉકેટની ઉપર ‘પેટ્રોલના ભાવ’ લખવાનો ટ્રાય કરવો જોઈએ. શક્ય છે એમ કરવાથી વગર ઇંધણે એ આસમાને પહોંચી જાય.

આમ તો હાર્ડકોર કૉમન મેન સ્કૂટરમાં 100નું પૂરાવીને બે-ચાર દા’ડા કાઢવાની નીતિમાં માનતો હોવાથી એને પેટ્રોલના ભાવ બહુ પજવતા નથી. પણ ચારેકોર જે પ્રકારનો દેકારો મચ્યો છે એ જોઈને એ બિચારો મૂંઝાઈ ગયો છે.

સરેરાશ કૉમન મેન માટે ‘સળગતો પ્રશ્ન’ એટલે એવી બાબત જેના પર તે ઑફીસની રિસેસ વખતે કે ચાની કિટલીએ મિત્રો સાથે ચર્ચા કરી શકે. હાલના દિવસોમાં એના માટે પેટ્રોલના ભાવ સળગતો પ્રશ્ન છે. એ ઑનલાઇન હોય ત્યારે પેટ્રોલના મુદ્દે થોડું ટ્રોલ પણ કરી લે છે. આમ તો હાર્ડકોર કૉમન મેન સ્કૂટરમાં 100નું પૂરાવીને બે-ચાર દા’ડા કાઢવાની નીતિમાં માનતો હોવાથી એને પેટ્રોલના ભાવ બહુ પજવતા નથી. પણ ચારેકોર જે પ્રકારનો દેકારો મચ્યો છે એ જોઈને એ બિચારો મૂંઝાઈ ગયો છે. કારણ કે કશું પણ મોંઘું થાય એટલે સસ્તા થવાનો વારો એનો પોતાનો આવે છે. પણ આવી મૂંઝવણ ઝાઝી ટકતી નથી. એને ખબર છે કે હમણાં ચૂંટણી આવશે એટલે એના અને પેટ્રોલના એમ બન્નેના ભાવ અનુકૂળ થઈ જશે.

chetanpagi@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP