લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

આનંદ કે સગવડ?

  • પ્રકાશન તારીખ06 Jan 2020
  •  
દાસ્તાનગોઈ- અંકિત દેસાઈ
આનંદ અને સુખ વચ્ચે નજીવું અંતર તો છે જ. આનંદને આંતરિકતા અને ચીરકાલીનતા સાથે નિસ્બત છે અને સુખને બાહ્યતા અને ક્ષણ સાથે નિસ્બત છે એવું ઘણીવાર વાંચવા-સાંભળવા મળ્યું છે, પરંતુ આપણી તકલીફ જ એ છે કે આપણે આનંદ કરતાં સુખને વધુ મહત્ત્વ આપી દઈએ છીએ અને કદાચ એ કારણે જ ભૌતિકતામાં મનની શાંતિ શોધવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.
આ ફિલસૂફી એટલે સૂઝી કે એક નાનકડી વાર્તા યાદ આવી ગઈ. વાર્તામાં કંઈક એવું હતું કે કોઈક રિચેસ્ટ પર્સન રિચેસ્ટ હોવા છતાં દુ:ખી રહ્યા કરતો હતો. રિચેસ્ટ પર્સન હોય એટલે એની આસપાસ સલાહકારોના રાફડા તો હોવાના જ, એટલે કોકે વળી રિચેસ્ટ પર્સનને કહ્યું કે સીટીથી થોડે દૂર એક સાધુ રહે છે. એ સાધુ હંમેશાં ખુશ જ રહેતા હોય છે. તો એમને જઈને મળો, તેઓ નક્કી કંઈક રસ્તો કાઢી આપશે.
રિચેસ્ટ પર્સન ડ્રાઈવર સાથેની તેમની લક્ઝુરિયસ કાર લઈને ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું કે સાધુજી એક પ્લેટમાં થોડું અનાજ લઈને પક્ષીઓને ખવડાવી રહ્યા હતા. પ્લેટમાંથી થોડા થોડા દાણા કાઢે અને બર્ડ્સને ખવડાવે અને બર્ડ્સ એ ચણતા હોય ત્યારે સાધુજી જે ખુશ થાય, જે ખુશ થાય...
રિચેસ્ટ પર્સનને થયું કે બાવાજી ખરા છે. આ આવડી નાનકડી વાતમાં અમસ્તા અમસ્તા જ શું ખુશ થયા કરે છે? પોતાની હટની બહાર કારની ઘરેરાટી સાંભળેલી એટલે સાધુને ખબર તો હતી કે ઘરે કોઈક આવ્યું છે, પરંતુ બર્ડ્સના ફૂડનો ટાઈમ થયેલો એટલે સાધુએ શરૂઆતમાં આગંતુકને ઈગ્નોર કરેલો.
પરંતુ થોડા સમય પછી તેમણે આગંતુકને કહ્યું કે, ‘હેય, તમે આ બર્ડ્સને ફૂડ આપશો?’
રિચેસ્ટ પર્સને તો આ પહેલાં આવું કશું કર્યું નહોતું. રાધર તેમના સમાજમાં એવું મનાતું કે આ રીતે એનિમલ્સને સાચવવાનું કે ખવડાવવાનું કામ તો નોકરો કરે. એમ કંઈ તેઓ પોતે બર્ડ્સ કે ડોગ્સને ફૂડ આપે તે સારું થોડું લાગે?
પરંતુ સાધુએ ઈન્સિસ્ટ કર્યું એટલે રિચેસ્ટ પર્સને તેમના હાથમાંની પ્લેટ લઈ લીધી અને પક્ષીઓને દાણા નાખવાનું શરૂ કર્યું. પહેલાં પહેલાં તો રિચેસ્ટ પર્સનને એ બોરિંગ અને પોતાનો સમય ખાનારું કામ લાગ્યું, પણ સાધુનું માન રાખવા તેણે એ ચાલુ રાખ્યું. એટલામાં સાધુએ સિક્સર મારી કે, ‘પક્ષીઓને એ વાતે નિસ્બત નથી કે તમે કોણ છો. આથી તમારા મનમાંથી પણ કાઢી નાખો કે તમે કોણ છો. જસ્ટ હળવા થઈ જાઓ અને પક્ષીઓ સાથે તાદાત્મ્ય કેળવો.’
રિચેસ્ટ પર્સને એવું જ કર્યું અને પોતે કોણ છે એની પરવા કર્યા વિના પક્ષીઓને ચણ નાખ્યાં. સાલું કોણ જાણે કેમ ઘણા વખતે તેના દિલને હળવાશ લાગી અને તેને આનંદ થયો. પક્ષીનાં ચણ પૂરાં થયાં પછી સાધુએ રિચેસ્ટ પર્સનને પૂછ્યું, ‘મારા પ્લાન્ટ્સને પાણી આપશો?’
રિચેસ્ટ પર્સને એમાં પણ હા ભણી અને સાધુના પ્લાન્ટ્સને પાણી આપવાનું શરૂ કર્યું. આ વખતે તેના ચહેરા પર સાધુ જેવું જ સ્મિત હતું, જે સ્મિત આ પહેલાં તેને કાર કે આલીશાન બંગલો ખરીદતી વખતે પણ નહોતું લાધ્યું. પછી તો સાધુ અને રિચેસ્ટ પર્સન વચ્ચે ઘણો સંવાદ થયો, પરંતુ સાધુએ રિચેસ્ટ પર્સનને મોરલ એ કહ્યું કે, ‘ભાઈ, જાતને હળવી કરીને પ્રકૃતિ સાથે સંધાન સાધશો તો આનંદ પામશો જ. ભૌતિકતા તો તમારી સગવડ છે યાર. સગવડને સુખ ન માની લ્યો.’
અને પછી રિચેસ્ટ પર્સને પણ એ જ ફૉલો કર્યું. પછીથી એ ખરેખર અંદરથી પણ રિચ થયો.
[email protected]
x
રદ કરો
TOP